સ્ત્રી હોય કે પુરુષ લગ્નમાં થવામાં વિલંબ થતો હોય તો આ છે તેના મૂળ કારણો, કરો આ ઉપાય ફટાફટ લગ્ન થઈ જશે.

મિત્રો તમે જાણો છો કે, વિવાહ એક એવો સંસ્કાર છે જેમાં એક વ્યક્તિની નવી જિંદગીની શરૂઆત થાય છે. જેમ એક છોકરી અને છોકરો એક પવિત્ર સંબંધમાં બંધાય છે. પણ ઘણી વખત ઉંમર થઈ ગયા હોવા છતાં પણ વિવાહમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી હોય છે. જેના અનેક કારણો હોય શકે છે. આવા કારણોમાં કુંડળી દોષ પણ હોય શકે છે, પિતૃ દોષ પણ હોય શકે છે. આજે અમે તમને વિવાહમાં આવતા કેટલાક દોષ અંગે વાત જણાવશું તેમજ તેના ઉપાય વિશે પણ જણાવશું.

વિવાહ 16 સંસ્કારમાંથી એક છે. તેમજ તે પ્રમુખ પણ છે. પણ ઘણી વખત ઘણા લોકોના વિવાહમાં વારંવાર મુશ્કેલી આવતી હોય છે. તેના ઘણા કારણો હોય શકે છે. ક્યારેક ગ્રહોની સ્થિતિ તો ક્યારેક વાસ્તુ દોષ આનું કારણ હોય શકે છે. આથી વિવાહની વાત બનતા બનતા અટકી જાય છે. વારંવાર આવું થવાથી વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે.

વિવાહમાં વિલંબ થવાના કારણો : જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ કમજોર હોય તો વિવાહમાં વિલંબ થઈ શકે છે. બૃહસ્પતિની યુતિ શત્રુ ગ્રહોથી હોવાના કારણે પણ આવું થઈ શકે છે. જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય છે, તેના વિવાહમાં ઘણી પરેશાની આવી શકે છે. કારણ કે માંગલિક છોકરાઓના વિવાહ માંગલિક કન્યા સાથે જ કરી શકાય છે. ઘણા લોકોની કુંડળીમાં વિવાહના યોગ જ ન હોય, તો એવા લોકો આખી જિંદગી કુવારા રહી જાય છે. વાસ્તુ દોષના કારણે પણ ઘણી વખત વિવાહમાં વિલંબ થાય છે.

વિવાહ માટે જ્યોતિષી ઉપાય : વિવાહમાં વારંવાર પરેશાની આવી રહી છે તો પાણીમાં હળદળ મિક્સ કરીને સ્નાન કરવું  જોઈએ. તેનાથી ગુરુ ગ્રહના દોષ ઓછા થાય છે અને જલ્દી જ વિવાહના યોગ બને છે. કોઈ ગુરુવારે કેળાના વૃક્ષ વાવો, અને દરરોજ તેને જળ ચડાવો. પ્રત્યેક ગુરુવાર વ્રત પણ રાખો. તેનાથી જલ્દી જ વિવાહના યોગ બને છે.

વિવાહમાં વિલંબ થાય તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. શિવલિંગ પર કાચૂ દૂધ ચડાવો અને દેવી પાર્વતીને સુહાગની સામગ્રી અર્પિત કરો. એનાથી તમારી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. કોઈ બ્રાહ્મણ કન્યાના વિવાહમાં પોતાના સામર્થ્ય અનુસાર દાન કરો. તેનાથી તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.

કોઈ વસ્તુ વિશેષજ્ઞની સલાહ લઈને ઘરના વાસ્તુ દોષનું નિવારણ કરવું જોઈએ. પિતૃ દોષના કારણે પણ વિવાહમાં પરેશાની આવી શકે છે. આ માટે પણ પૂજા પાઠ કરવો જોઈએ.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Leave a Comment