પૂજાના સમયે ક્યારેય પણ ન કરો આ ભૂલો… નહિ તો ભાગ્ય સાથ છોડશે, અને દુર થશે લક્ષ્મી.. જાણો તે ભૂલો.

પૂજાના સમયે ક્યારેય પણ ન કરો આ ભૂલો… નહિ તો ભાગ્ય સાથ છોડશે, અને દુર થશે લક્ષ્મી.. જાણો તે ભૂલો.

પૂજાના સમયે ક્યારેય પણ ન કરો આ ભૂલો… નહિ તો ભાગ્ય સાથ છોડશે, અને દુર થશે લક્ષ્મી.. જાણો તે ભૂલો.

પૂજા કરતા સમયે ઘણી એવી સામાન્ય બાબતો હોય છે જેના પર આપણે સામાન્ય રીતે કોઈ ખાસ ધ્યાન નથી આપતા હોતા. પરંતુ હકીકતમાં એ બાબત ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. તો મિત્રો આજે પૂજા સાથે સંબંધિત એવી શુભ અને અશુભ વાતો જણાવશું જેને ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. જો આ મહત્વપૂર્ણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પૂજા કરવામાં આવે તો આપણી પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી. તેના શુભ પરિણામો અવશ્ય મળે છે. તો ચાલો જાણીએ તે ખુબ જ જરૂરી અને મહત્વની બાબતો કંઈ છે.

મિત્રો ભગવાન ગણેશજીની  પૂજામાં ક્યારેય તુલસીના પાંદનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ગણેશજીને તુલસીના પાંદ અપ્રિય છે. કેમ કે એક વાર તુલસીએ ગણપતિજી સાથે પરણવાની હઠ લીધી અને અને ગણેશજીને એ પસંદ ન હતું. એટલા માટે તુલસીનો ગણેશજીએ તેની પૂજામાં ત્યાગ કર્યો છે. તેથી જો તે ગણેશજીને ચડાવવામાં આવે તો અનર્થ થઇ જાય છે. આ ઉપરાંત ભૈરવદેવની પૂજામાં પણ તુલસી સ્વીકાર્ય નથી.

સ્નાન કર્યા વગર તુલસી પાંદ તોડ્યું હોય અને પછી તે પાંદનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે તો ભગવાન તે પૂજા સ્વીકાર નથી કરતા. આ ઉપરાંત બારશ, સંક્રાંતિ, રવિવાર, પક્ષાંત અને સંધ્યા કાળે ક્યારેય તુલસીના પાંદ ન તોડવા જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ આપણા પર ક્રોધિત થાય છે.

રવિવારે ક્યારેય પૂજા માટે ધરો ( એક પ્રકારનું ઘાસ છે ગણેશજીનું સૌથી પ્રિય છે ) ક્યારેય ન તોડવો જોઈએ.

મિત્રો કેવડાનું ફૂલ ભગવાન શિવને ક્યારેય ન ચડાવવું જોઈએ. ભગવાન શિવજી પાસે કેવડો એક વાર ખોટું બોલ્યો હતો એટલા માટે ભગવાને તેનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ જો કારતક મહિનામાં કેતકી પુષ્પ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો ખુબ લાભ થાય છે.

દેવતાઓ સામે ક્યારેય પ્રજ્વલ્લિત દીપક ઓલવવો જોઈએ નહિ. તેવું કરવાથી દેવતાઓનું અપમાન ગણાય છે અને પૂજા વ્યર્થ જાય છે અને અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે.

મિત્રો તુલસીના પાંદ ઘણા લોકો ગ્રહણ કરતા હોય છે તો તમને જણાવી દઈએ કે મધ્યાહન સમય બાદ ક્યારેય તુલસીના પાંદ ગ્રહણ કરવા જોઈએ નહિ. બને ત્યાં સુધી તેનું સેવન સવારે જ કરવું જોઈએ. જો રાત્રે કરવામાં આવે તો ખુબ જ મોટું આર્થિક નુકશાન ભોગવવું પડે છે.

પૂજા માટે હાથમાં ધારણ કરેલા પુષ્પો અને તાંબાના પાત્રમાં રાખેલું ચંદન તેમજ ચર્બ પાત્રમાં રાખેલું ગંગાજળ અપવિત્ર થઇ જાય છે માટે આ ત્રણેય વસ્તુને યોગ્ય પાત્રમાં રાખવા જોઈએ.

મિત્રો ક્યારેય પૂજામાં ઓગળેલું ઘી તેમજ પાતળું ચંદન ન ચડાવવું જોઈએ. પૂજા માટે જામેલા ઘી અને ગાઢ ચંદનનો ઉપયોગ કરવો જોઈએ.

એક દીવાની જ્યોતથી બીજા દીવાની જ્યોત ક્યારેય ન સળગાવી જોઈએ. કારણ કે આ રીતે એક દીવામાંથી બીજો દીવો સળગાવાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રતા આવે છે તેમજ તે વ્યક્તિ રોગોનો શિકાર બને છે. આ ઉપરાંત દીવામાંથી અગરબત્તી સળગાવામાં આવે તો તે પણ દરિદ્રતા માટેનું સૌથી મોટું કારણ હોય છે.

ક્યારેય પણ પૂજા સમયે  દીપકનું મુખ દક્ષીણ દિશામાં ન રાખવું જોઈએ. દેવી માતા અથવા જે દેવતાનો દીપક કરો છો તેની જમણી કે ડાબી બાજુએ દીવો રાખવો જોઈએ.

મિત્રો કોઈ પણ દેવતાની મૂર્તિનું સ્નાન કરાવતા હોય ત્યારે અંગુઠાનો ઉપયોગ ન કરવો જોઈએ.

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા  માટે પોષ મહિનાની શુક્લ દશમ તિથી, ચૈત્ર મહિનાની શુક્લ પાચમ અને શ્રાવણ માસની પૂનમના દિવસે લક્ષ્મી માતાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની કમી રહેતી નથી. પરંતુ કૃષ્ણ પક્ષ અને સાવન નક્ષત્રમાં માતા લક્ષ્મીની પૂજા ન કરવી જોઈએ. આ ઉપરાંત મધ્યાહ્ન સમયે, રાત્રીના સમયે, કૃષ્ણ પક્ષ, બારશ અને આઠમના દિવસથી લક્ષ્મી માતાની પૂજાનો પ્રારંભ ન કરવો જોઈએ.

સામાન્ય રીતે છીંક અશુભ સંકેત ગણાય છે પરંતુ તમને જણાવી દઈએ કે આસન, શયન, દાન, ભોજન, વસ્ત્ર સંગ્રહ, વિવાદ અને વિવાહના સમયે છીંક ખાવું શુભ મનાય છે.

ગંદા તથા ફાટેલા કપડા તેમજ વાણંદ પાસે વાળ કપાવ્યા બાદ વાળ ચોંટેલા કપડા પહેર્યા અને મોમાં દુર્ગંધ આવતી હોય ત્યારે કરવામાં આવતી પૂજા અને જાપ વ્યર્થ જાય છે. એટલા માટે સ્વસ્થ થઈને જ પૂજા કરવી જોઈએ.

તો મિત્રો પૂજા કરતા સમયે આ ખાસ બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું..

Leave a Comment