હિંદુધર્મના પાંચ ચમત્કારી અને પ્રભાવિત વૃક્ષો… ઘરમાં ઉગાવવાથી થશે અઢળક ફાયદા | રહેલું છે તેનું આવું મહત્વ…

હિંદુધર્મના પાંચ ચમત્કારી અને પ્રભાવિત વૃક્ષો….. રહેલું છે તેનું આવું મહત્વ…

મિત્રો, છોડ અને વૃક્ષ તો લગભગ બધા ઉછેરતા હોય છે. કારણ કે તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને મહત્વ છે. મિત્રો છોડ અને ઝાડની મદદથી આપણી આસપાસની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને આપણી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ અમુક છોડ એવા પણ છે જે આપણા ઘરમાં ફરજીયાત હોવા જ જોઈએ, જેના કારણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધી, મહાલક્ષ્મીનો વાસ થશે અને જીવન સુખી સંપન્ન થશે. તો આજે અમે તમને એવા પાંચ છોડ વિશે જણાવીશું જેને ઉછેરીને તમે પણ માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકશો અને તમારા જીવનને સુખમય બનાવી શકશો.

પરંતુ મિત્રો આ છોડને ઉછેરતા પહેલા આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ વૃક્ષો આપણે જમીનમાં કે કુંડામાં ગમે તેમાં ઉગાવી શકીએ છીએ. જો જમીનમાં કે કુંડામાં ઉગાવી શકાય એવી વ્યવસ્થા ન હોય તો આ છોડનું માત્ર ચિત્ર કે ફોટો આપણા ઘરમાં રાખવાથી પણ લાભદાયી થશે. જેમ આપણે ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરતા હોઈએ પણ સંજોગ અનુસાર એવું ન થાય તો આપણે એમના ફોટા કે ચિત્રો પણ ઘરમાં રાખી અને તેના દર્શન કરતા હોઈએ છીએ. એવી જ રીતે અહીં આપણને આ ઉપાય કામ લાગશે. તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા પાંચ છોડ જે આપણા ઘરમાં ઉગાવવાથી થશે અઢળક ફાયદા.

મિત્રો મીઠો લીમડો આપણને આસાનીથી મળી જાય છે. પુરાણો અનુસાર મીઠો લીમડો ઉગાવવાથી રાહુ, કેતુ, અને શનિ આ ત્રણેય ગ્રહો શાંત  રહે છે. જેના કારણે આપણા તમામ નકારાત્મક વિચારો દુર થશે અને ઘરમાં થતા બિનજરૂરી ઝગડાઓ નહિ થાય. આ ઉપરાંત મીઠા લીમડાનું ઝાડ ઉછેરવાથી એ આપણને રસોઈ તથા અન્ય કામોમાં પણ જરૂરી બને છે.

મિત્રો તુલસીનો છોડ તો દરેક ઘરમાં હોવો જ જોઈએ. તુલસીના છોડનું વૈજ્ઞાનિક તથા ધાર્મિક બંને રીતે આપણા સમાજમાં ઘણું મહત્વ રહેલું છે. જો તુલસીનો છોડ આપણા ઘરમાં હશે તો એ દરેક પ્રકારના  નકારાત્મક વિચારોને દુર કરે છે. એક ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો વાસ હોય છે એ ઘરમાં ખરાબ આત્માઓ કે બીજી કોઈ પણ પ્રકારની દૈત્ય શક્તિઓ પ્રવેશી શકતી નથી. આપણા પુરાણોમાં તુલસીને વૃંદાવનનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવ્યું છે. તુલસીને ‘નારાયણપ્રિયા’ એવું નામ આપવામાં આવ્યું છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં ક્યારેય રોગ કે આપત્તિઓ આવતી નથી. તુલસીને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. માટે તુલસીનો છોડ તો ઘરમાં અવશ્ય ઉછેરવો જોઈએ.

આમળાના વૃક્ષનું પણ ધાર્મિક રીતે ખુબ સારું એવું મહત્વ ધરાવે છે. મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ સ્વયં વાસ કરે છે, અને જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મીની કૃપા તો રહેવાની જ, માટે આમળાનું ઝાડ પણ ઘરમાં હોવું તે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

મિત્રો આંકડાનું ઝાડ લગભગ કોઈ પણ જગ્યાએ આપમેળે ઉગી જતું હોય છે અને એટલા જ માટે લોકો તેને નકારતા હોય છે. પરંતુ  આંકડાનું ઝાડ એ ભગવાન ગણેશ તથા હનુમાનજીનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે. આંકડાનું ઝાડ ઘરમાં ઉછેરવાથી આપણા પર ભગવાન સૂર્યની કૃપા હંમેશા આપણા પર બની રહે છે. ભગવાન સૂર્યની કૃપા આપણા પર હશે તો સમાજમાં દરેક જગ્યાએ આપણું માન વધશે અને આપણું વર્ચસ્વ દરેક જગ્યાએ બનશે. એ ઉપરાંત હનુમાનજીને પણ આંકડાનું ઝાડ ખુબ પ્રિય છે.મિત્રો હનુમાનજીને આંકડાના ફૂલની માળા ચડે છે એ તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ જો આંકડો ઘરમાં હશે તો હનુમાનજીની કૃપા સદા આપણા પર બની રહેશે. તેનાથી દરેક પ્રકારની માયાવી શક્તિઓ તથા ભૂતપ્રેત હંમેશા આપણા ઘરથી દુર રહેશે.

મિત્રો કહેવાય છે કે પારીજાતનું વૃક્ષ એ સમુદ્રમંથન વખતે જે  ૧૪ રત્નો પ્રાપ્ત થયા હતા તેમાંથી અગિયારમાં ક્રમે પ્રાપ્ત થયેલું રત્ન છે. કહેવાય છે કે આ વૃક્ષ દેવતાઓને ખુબ પ્રિય છે. પારીજાતના વૃક્ષને સ્વર્ગમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે આ વૃક્ષ દેવતાઓનું અતિપ્રિય માનવામાં આવે છે. માટે જે ઘરમાં પારીજાતનું વૃક્ષ હશે ત્યાં દેવતાઓનો વાસ હશે. આ વૃક્ષ ઘરમાં સોંપવાથી દરેક પ્રકારનો દેવદોષ મટી જશે અને તમારા પર બધા દેવીદેવતાઓની કૃપા બની રહે છે.  

તો મિત્રો આ હતા એ પાંચ ચમત્કારિક અને લાભદાયી વૃક્ષો જેને ઘરમાં ઉછેરવાથી તમને શારીરિક તથા આર્થિક રીતે ખુબ ફાયદો થશે. પરંતુ આ વૃક્ષો ઉછેરતા પહેલા એક ખાસ બાબતનું ધ્યાન એ રાખવાનું કે શક્ય હોય તો આ વૃક્ષોને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં જ લગાવવા. જો બીજી દિશામાં લગાવવામાં આવે તો તેનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થતું નથી. બીજી એ બાબત કે આ દરેક વૃક્ષોને આપણે સાક્ષાત ભગવાન  કે દેવતાઓનો દરજ્જો આપેલો છે. છેલ્લી બાબત કે દરરોજ આ વૃક્ષોને ઓછામાં ઓછુ એક લોટો પાણી અર્પણ કરો. નિયમિત રીતે આવું કરવાથી તમારા જીવનમાં સદાયને માટે મુશ્કેલીઓ અને દુઃખ જતું રહેશે તથા માતા લક્ષ્મી તમારા પર સદાય પ્રસન્ન રહેશે.

Leave a Comment