કળિયુગમાં પાપથી કેમ દુર રહેવું તે માટે શ્રી કૃષ્ણએ કહી છે આ 4 વાતો, જીવનમાં ઉતારો ધન્ય બની જશો.

કળિયુગમાં પાપથી કેમ દુર રહેવું તે માટે શ્રી કૃષ્ણએ કહી છે આ 4 વાતો, જીવનમાં ઉતારો ધન્ય બની જશો.

ભગવાન શ્રી કૃષ્ણ એટલે સંપૂર્ણ નીતિદર્શક, રાજનીતિજ્ઞ અને ધર્મની સ્થાપના કરનાર યુગ પુરુષ છે. તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો કે ઉપદેશ આજે આટલા વર્ષો પછી પણ એટલા જ ઉપયોગી અને પથપ્રદર્શક છે. કેમ કે આજે પણ લોકો તેના બતાવેલા માર્ગને ફોલોવ કરીને ચાલે છે.

આજનો કળિયુગ ઘણા કુકર્મોથી ભરેલો છે. ત્યારે લાખો વર્ષો પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણએ માણસના જીવનને સરળ બનાવવા માટે ઘણા ઉપદેશ આપ્યા છે. તો તમે પણ તમારું જીવન સરળ અને ઉત્તમ બનાવવા માંગો છો, તો એક વાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલી આ 4 વાતો જાણી લો.

શ્રી મદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી નીતિઓનો ઉપદેશ આપ્યો છે. જે આજે કળિયુગમાં પણ ઘણો ઉપયોગી અને સાર્થક છે. આજે આધુનિક સમયમાં જીવનમાં સફળતાનો અર્થ માત્ર પૈસા અને આરામની વસ્તુઓ છે. એટલે કે જેટલી સફળતા મેળવો છો તેટલું વિશ્વ તમને બોલાવે છે. આમ પૈસા કમાવવાની રેસમાં, ભૌતિકસુખનો આનંદ પ્રાપ્ત કરવાને માટે કેટલા પાપો થયા તેના વિશે કોઈ વિચારતું જ નથી.

પરંતુ શ્રી મદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી નીતિઓનો ઉપદેશ આપ્યો છે. જે આજના યુગમાં ઘણી ઉપયોગી છે. તેમાં લખેલ એક શ્ર્લોક મુજબ જે વ્યક્તિ આ 4 સરળ કાર્યો કરે છે, તે ચોક્કસપણે સ્વર્ગ મેળવે છે. આવા વ્યક્તિ દ્વારા જાણી જોઈને કે અજાણતાં કરેલા પાપોને માફ કરવામાં આવે છે અને તેને નરકમાં જવું પડતું નથી. ચાલો, આપણે આ 4 વાતો વિશે જાણી લઈએ.

સૌથી પહેલા દાન : દાન આપવું તેનો અર્થ એ છે, કે આપણે જરૂરિયાતમંદોને જે વસ્તુની જરૂર છે અને તે મેળવવામાં તે અસમર્થ છે, તો તેવા લોકોને દાન આપવું જોઈએ. જ્યારે દાન કરતા પહેલા અથવા પછી દાન વિશે કોઈને પણ દાન આપ્યું છે તેના વિશે કહો નહિ. કેમ કે દાનને જો ગુપ્ત રાખવામાં આવે તો તેનું ફળ ખુબ જ શુભ મળે છે.

ત્યાર બાદ છે સ્વ નિયંત્રણ : ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણું હૃદય અને મગજ બંને વિરુદ્ધ દિશામાં જતાં હોય છે અને ત્યારે આવી સ્થિતિમાં આપણે અધર્મમાં કરી નાખીએ છીએ. ગીતામાં આપવામાં આવેલ જ્ઞાન મુજબ મનને વશ કરીને કોઈ પાપ કરે તેવી સંભાવના છે. એટલા માટે હંમેશા આપણા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આપણા મગજ અને લાગણી બંનેઓ પર નિયંત્રણ રાખવું ખુબ જ આવશ્યક છે. ત્રીજું છે સાચું કહેવું : કળિયુગમાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ શોધવો કઠિન છે. ફક્ત કોઈપણ એકાદ વ્યક્તિની વાતો સાંભળીને એમ ન કહી શકાય કે, તે ખોટું છે અથવા સાચું છે. આથી તેનો ઉપાય એ છે કે જો તમે ભૂતકાળમાં કંઇક ખોટું કર્યું હોય, તો તમે તમારા પછીના જીવનમાં સત્ય બોલીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકો છો. એટલા માટે હંમેશા સત્ય કહેવું જોઈએ.

ચોથું છે ધ્યાન અથવા જાપ : આજે કળિયુગમાં ખુબ જ ઓછા લોકો ધ્યાન કે જપ, કે પુજા કરે છે. જે લોકો ઉપાસના કરે છે તેઓ ભગવાનને ખુશ કરવા માટે નહીં, પરંતુ સમાધાન માટે કરે છે. આત્મનિરીક્ષણ દ્વારા સ્વયંને મળવા માટે કરવી જોઈએ. શુદ્ધ મનથી નિયમિત રીતે જો તમે જાપ કરો છો અથવા ધ્યાન કરો છો, તો ભૂલથી થયેલી ભૂલો દૂર થઈ શકે છે. એટલા માટે ઈશ્વરનું ધ્યાન અને જાપ કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment