જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

મિત્રો તમે કુંભ મેળા વિશે જાણતા હશો. ખાસ કરીને આ મેળામાં નાગા સાધુઓનું વિશેષ મહત્વ હોય છે. પણ આજે આપણે આ લેખમાં મહિલા નાગા સાધુઓ વિશે કેટલીક રોચક વાતો કરીશું. આ માટે તમારે આ લેખને અંત સુધી વાંચવો ખુબ જ જરૂરી છે. 

જેવુ કે આપણે બધા જાણીએ છીએ કે 12 વર્ષના અંતરાલમાં કુંભ મેળાનું આયોજન થાય છે, જે હિન્દુ અનુયાયીઓથી જોડાયેલ આસ્થા પર્વ છે. કુંભ મેળાનું આયોજન ભારતના ચાર પ્રમુખ તીર્થ સ્થાનો પર કરવામાં આવે છે. પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. કુંભ મેળામાં સ્નાન કરવા માટે આખા દેશની સાથે વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. કુંભ મેળાની ખાસ વાત એ છે કે, અહીં આવનારા નાગા સાધુઓ સૌના આકર્ષણનું કેન્દ્ર હોય છે. જે મોટી સંખ્યામાં સ્નાન કરવા માટે આવે છે. બે મોટા કુંભ મેળાઓની વચ્ચે એક નાનો અર્ધ કુંભ મેળાઓ પણ યોજાય છે. આ વર્ષે પ્રયાગરાજમાં વર્ષ 2019માં આવનારો કુંભમેળો વાસ્તવમાં અર્ધકુંભમેળો જ હતો.મહાકુંભ, અર્ધ કુંભ કે પછી સિંહસ્થ કુંભ બાદ નાગા સાધુઓને જોવા ખૂબ જ મુશ્કેલ હોય છે. નાગા સાધુઓ વિશે ઓછી જાણકારી હોવાને કારણે તેમના વિશે હંમેશા કૌતૂહલ બન્યું રહે છે. કુંભના બધા જ શાહી સ્નાનની તિથિ ઓથી લઈને આજે અમે તમને મહિલા સાધુઓથી જોડાયેલા રોચક તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ. 

તમે નાગા સાધુઓની રહસ્યમયી દુનિયા વિશે તો જરૂરથી સાંભળ્યુ હશે, પરંતુ મહિલા નાગા સાધુનું જીવન સૌથી અલગ હોય છે. તેમના વિશે દરેક વાત નિરાળી હોય છે. તેમનું ગૃહસ્થ જીવનથી કોઈ લેવા-દેવા હોતું નથી. તેમનું જીવન ઘણી કઠીનાઈઓથી ભરેલું હોય છે. તે લોકોને સંસારમાં શું થઈ રહ્યું છે તેનાથી કોઈ મતલબ હોતો નથી. 

નાગા સાધુઓને લઈને ઘણી વાતો સામે આવે છે. તેમનું જીવન એટલું સરળ હોતું નથી. તેમનાથી જોડાયેલી જાણકારી પછી તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો, કારણ કે નાગા સાધુ બનવા માટે તેમને ખૂબ જ મુશ્કેલ પરીક્ષાઓથી પસાર થવું પડે છે. તેમને નાગા સાધુ કે સન્યાસન બનવા માટે 10 થી 15 વર્ષ સુધી કઠોર પરિશ્રમ અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. જે પણ સાધુ કે સન્યાસી બનવા માંગતા હોય તેમને પોતાના ગુરુને તે વાતનો વિશ્વાસ દેવડાવવો પડે છે કે તેઓ સાધુ બનવાને લાયક છે. સન્યાસન બનતા પહેલા મહિલાએ તે સાબિત કરવાનું હોય છે કે તેના પોતાના પરિવાર અને સમાજથી હવે કોઈ મોહ નથી.મહિલા નાગા સન્યાસન બનતા પહેલા અખાડાના સાધુ-સંત તે મહિલાના ઘર-પરિવાર અને તેના પાછલા જન્મની તપાસ કરે છે. સૌથી ચોકાવનારી વાત તો એ છે કે નાગા સાધુ બનતા પહેલા મહિલાએ પોતે જીવિત હોવા છતાં પોતાનું પિંડદાન કરવું પડે છે અને પોતાનું મુંડન કરાવવું પડે છે. પછી તે મહિલાને નદીમાં સ્નાન માટે મોકલવામાં આવે છે. 

ત્યારબાદ મહિલા નાગા સન્યાસન આખો દિવસ ભગવાનનો જાપ કરે છે અને સવારે બ્રહ્મમુહર્તમાં ઊઠીને શિવજીનો જાપ કરે છે. સાંજે દત્તાત્રેય ભગવાનની પુજા કરે છે. સિંહસ્થ અને કુંભમાં નાગા સાધુઓ સાથે જ મહિલા સન્યાસી પણ શાહી સ્નાન કરે છે. બપોરના ભોજન બાદ ફરીથી શિવજીનો જાપ કરે છે. અને સાંજે શયન કરે છે ત્યારબાદ મહિલા સન્યાસીને અખાડામાં સન્માન આપવામાં આવે છે. પૂરતી સંતુષ્ટિ પછી આચાર્ય મહિલાને દીક્ષા આપે છે.એટલું જ નહીં તેને નાગા સાધુઓની સાથે પણ રહેવું પડે છે. જોકે, મહિલા સાધુઓ પર આ પ્રકારની પાબંધી નથી. તે પોતાના શરીર પર પીળું વસ્ત્ર ધારણ કરી શકે છે. જ્યારે કોઈ મહિલા આ બધી જ પરીક્ષાઓ પાસ કરી લે તો તેમને માતાની ઉપાધિ આપવામાં આવે છે. અને અખાડાના બધા જ નાના-મોટા સાધુ સંતો તેમને માતા કહીને બોલાવે છે. 

પુરુષ નાગા સાધુ અને મહિલા નાગા સાધુમાં માત્ર એટલો તફાવત છે કે મહિલા નાગા સાધુએ પીળું વસ્ત્ર લપેટીને રાખવું પડે છે અને તે વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. મહિલા નાગા સાધુને નગ્ન સ્નાનની અનુમતિ નથી. કુંભ મેળામાં પણ નહીં.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment