સૂર્યનો મીન રાશિમાં થયો પ્રવેશ, હવે એક મહિના સુધી ભૂલીથી પણ ન કરતા આ 7 કામ | નહિ તો પડશે મોંઘુ.

મલમાસ આજથી શરૂ, હવે એક મહિના સુધી ભૂલીથી પણ ના કરજો આ 7 કામ

મિત્રો હાલ ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે અને હવે થોડા દિવસોમાં હોળી અને ધૂળેટી પણ આવી જશે. ત્યારે તમને જણાવી દઈએ કે આજથી હવે મલમાસ શરૂ થઈ થયો છે. સામાન્ય રીતે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્યો નથી થતા. આથી આ સમયે ખુબ ધ્યાન રાખવું પડે છે.

મીન બૃહસ્પતિની જલીય રાશિ છે અને તેમાં સૂર્યનો પ્રવેશ વધારે પરિણામ પેદા કરે છે. બીમારી અને રોગ વધે છે. લોકોના મનમાં ચંચળતા આવી જાય છે. આ સમયે જ્યોતિષીય કારણોથી શુભ કાર્ય વર્જિત હોય છે.

સૂર્યનું કોઈ પણ રાશિમાં પ્રવેશ સંક્રાતિ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તો એને મીન સંક્રાતિ કહેવામાં આવે છે. મીન બૃહસ્પતિની જલીય રાશિ છે અને સૂર્યનો પ્રવેશ વધારે પરિણામ પેદા કરે છે. બીમારી અને રોગ વધે છે. લોકોના મનમાં ચંચળતા આવી જાય છે. આ સમયે જ્યોતિષીય કારોણોમાં શુભ કાર્ય વર્જિત થઈ જાય છે. એટલે આને મીન મલમાસ પણ કહે છે. સૂર્ય 14 માર્ચએ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એટલે મીન મલમાસ 14 માર્ચથી 13 એપ્રિલ સુધી રહે છે.ક્યાં શુભ કાર્ય વર્જિત થાય છે અને કેમ ? : આવા સમયે લગ્ન વર્જિત હોય છે. આવા સમયે જો લગ્ન કરવામાં આવે તો ભાવાત્મક અને શારીરિક બંને રીતે સુખ નહિ મળે. આવા સમયે નવા મકાનનું નિર્માણ અને સંપત્તિનું કાર્ય કરવું પણ વર્જિત છે. આ સમયે બનાવેલું મકાન સામાન્ય રીતે કમજોર રહે છે અને એમાં રહેતા લોકોને સુખ નથી મળતું.

નવો ધંધો કે નવું કાર્ય શરૂ નથી થતું, મીન મલમાસમાં નવા વ્યવસાય શરૂ કરવા આર્થિક મુશ્કેલીને જન્મ આપે છે. અન્ય મંગલ કાર્ય જેવા કે, દ્વિરાગમન, કર્ણવેધ અને બાબરી પણ વર્જિત હોય છે. કારણ કે આ અવધિથી કરવામાં આવેલું કાર્યથી સંબંધ ખરાબ થવાની સંભાવના હોય છે. કંઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે એ પણ જાણી લઈએ.

મેષ- આંખ અને હાડકાં તરફ ધ્યાન આપવું.

વૃષભ- આર્થિક પક્ષ સારું થશે,અટકેલા કામ પૂરા થઈ જશે.

મિથુન- કરિયર અને સંપત્તિ બંનેમાં લાભના યોગ છે.

કર્ક- સ્વાસ્થ્ય અને દુર્ઘટનાનું ધ્યાન રાખવું.

સિંહ- સેહતની સમસ્યાથી બચવું અને આંખોનું ધ્યાન રાખવું.કન્યા- વૈવાહિક જીવન અને બિઝનેસમાં સમસ્યા.

તુલા- કરિયર અને ધનની સમસ્યા થઈ શકે છે.

વૃશ્ચિક- સંતાન અને શિક્ષાની સમસ્યાનો યોગ.

ધન- માતા અને સ્વયંના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું.

મકર- કરિયરની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

મીન- કરિયરના નિર્ણયમાં સાવધાની રાખવી.

સૂર્ય ગોચરના નકારાત્મક પ્રભાવને કેવી રીતે ઓછું કરવું જોઈએ : આ રાશિ પરિવર્તનનો પ્રભાવ સામાન્ય રહેશે. વધારે લોકોના જીવનમાં વાદ-વિવાદ વધશે. પરંતુ લોકોનું ધ્યાન ઈશ્વર તરફ રહેશે. આવા સમયે સૂર્યને હળદર મિક્સ કરેલું પાણી અર્પિત કરવું. દરરોજ સવારે અને સાંજે સૂર્ય મંત્રનો જપ કરવો. વધારે સમસ્યા હોય તો રવિવારે વ્રત રાખવું. ગોળનું દાન કરવું.સૂર્યનો પ્રભાવ બધી રાશિ પર પડવાનો છે. એનાથી બધી રાશિવાળા લોકોને સમસ્યાઓ સામનો કરવો પડશે. આ મહિનામાં બધા લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું. બંને ત્યાં સુધી સૂર્ય નારાયણની પૂજા કરવી અને રોજ સવારે સૂર્ય ભગવાનને પાણી અર્પિત કરવું અને સાથે સૂર્ય ભગવાન માટે મંત્ર પણ બોલતા જવું. સાંજે પણ સૂર્ય નારાયણ ભગવાનને પાણી ચડાવવું અને આવા સમયે ભગવાન પર વધારે આસ્થા રાખવી. આ મહિનામાં સૂર્ય મીન રાશિમાં આજે પ્રવેશ કરે છે તેથી મીન રાશિવાળા જાતકો એ વધારે સાવધાની રાખવી. બીજી મકર રાશિમાં પણ સૂર્ય પ્રવેશ કરે છે એટલે આવા લોકો એ ખાસ સાવધાની રાખવી.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment