ચાણક્ય કહે છે કે, આ 2 જગ્યા પર હંમેશા ચુપ રહો તો સુખી થશો…

મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ જ સુખી અને ખુશ રહેવા માંગતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય તે પોતાના જીવનને ક્યારેય પણ દુઃખમાં નાખવા નથી માંગતો. વ્યક્તિ હંમેશા એવો જ પ્રયાસ કરતો હોય છે કે તેનું જીવન હંમેશા સુખી બની રહી અને ક્યારેય પણ તેને કોઈ પણ દુઃખનો સામનો ન કરવો પડે. કેમ કે વ્યક્તિ દરેક કાર્ય જીવનમાં પોતાના સુખ માટે જ કરતો હોય છે. જો જીવનમાં આનંદ ન મળે તો એ જીવનનો અર્થ ન કહેવાય. માટે વ્યક્તિ જીવનમાં માત્ર સુખની પ્રાપ્તિ કરવા જ ઈચ્છતો હોય છે.

પરંતુ મિત્રો આપણાથી ઘણી વાર એવી ભૂલ થઇ જતી હોય છે. જેના કારણે આપણે ઘણી વાર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. તો આજે અમે તમને એવા બે સ્થાન વિશે જણાવશું. જેમાં આપણે હંમેશા ચુપ રહેવું જોઈએ. બે સ્થાન પણ હંમેશા માણસે શાંત અને ચુપ રહેવું જોઈએ. જો આ સ્થાન પર ચુપ રહેવામાં ન આવે તો ઘણી વાર આપણે સંકટમાં પડી શકીએ અને આપણે ખુદને દુઃખી પણ કરી શકીએ. માટે આજે અમે તમને બે સ્થાન વિશે જણાવશું જ્યાં હંમેશા આપણે ખામોશ રહેવું જોઈએ. જે આપણા સુખ માટે જરૂરી પણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ તે સ્થાન વિશે. તેમાં પહેલું સ્થાન : જો કોઈ જગ્યા પર લડાઈ અથવા ઝગડો થઇ રહ્યો હોય તો તેવી જગ્યાઓ પર હંમેશા ચુપ રહેવું જોઈએ. જો તે લડાઈ કે ઝગડા સાથે કોઈ સંબંધ ન હોય, તો આપણે ભૂલથી પણ તેમાં દખલગીરી કરવી જોઈએ નહિ. નહિ તો આપણે પણ મુસીબતમાં આવી શકીએ છીએ. જે જગ્યાએ ઝગડો કે લડાઈ થતી હોય ત્યાંથી હંમેશા આપણે દુર જ રહેવું જોઈએ અને મૌન રહેવાનું પસંદ કરવું જોઈએ. કેમ કે ઘણી વાર આપણે બીજા લોકો બચાવવા જતા આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જઈએ. માટે જે જગ્યા પર લડાઈ અથવા ઝગડો થતો હોય તેનાથી દુર રહેવું અને તેમાં ક્યારેય પણ દખલગીરી કરવી નહિ.

ત્યાર બાદ છે બીજું સ્થાન. જે જગ્યા પર લોકો પોતાની જ પ્રશંસા કરી રહ્યા હોય તે જગ્યા પર હંમેશા શાંત રહેવું જોઈએ. આપણે ક્યારેય પણ એવી જગ્યા પર આપણી સ્વયંની પ્રશંસા ન કરવી જોઈએ. જે જગ્યા પર લોકો પોતાનો અહંકાર દેખાડી રહ્યા હોય તે જગ્યા પર આપણે ક્યારેય બોલવું ન જોઈએ અને માત્ર ચુપ રહેવું જોઈએ. આપણી સમજદારી હંમેશા એમાં જ હોય છે કે આપણા ખુદના વખાણ આપણા મોં થી ક્યારેય ન કરવા જોઈએ. કેમ કે એવું બની શકે કે, સામે વાળા આપણી બુરાઈ કરી નાખે અને આપણને નીચે દેખાડવાની કોશિશ કરે. પરંતુ જ્યાં આવા અહંકારી લોકો હોય તેનાથી દુર રહેવું જોઈએ અને અને આપણી બુદ્ધિમાની એમાં જ કહેવાય કે બીજાના કામમાં કારણ વગર આપણે દખલગીરી ન કરવી જોઈએ. આ બે સામાન્ય લાગતી બાબત આપણને ઘણી વાર અસર કરી જતી હોય છે. કેમ કે આપણે જો કારણ વગર ઝગડામાં શામિલ થઇ જઈએ તો તેનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે. અને જ્યારે બીજા અહંકારી લોકો પોતાની પ્રશંસા કરી રહ્યા હોય ત્યારે ત્યાં પણ શાંતિ રાખવી તે એક સમજદારી છે. કેમ કે ઘણી વાર આવા લોકો આપણને નીચું જોવડાવવા માટે ઈચ્છતા હોય છે. પરંતુ જો આપણે ચુપ જ રહીએ તો તેને મોંકો મળતો નથી. માટે જો જીવનમાં આ બે બાબતથી આપણે દુર રહીએ તો પણ ઘણી વાર દુઃખનો સામનો કરવાથી બચી જઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

6 thoughts on “ચાણક્ય કહે છે કે, આ 2 જગ્યા પર હંમેશા ચુપ રહો તો સુખી થશો…”

Leave a Comment