દાવો : 164 વર્ષથી આપો આપ વધી રહ્યો છે ભગવાન શાલીગ્રામનો આકાર, એક સમયે હતી વટાણા જેવડી પ્રતિમા. જાણો આ રહસ્યમય ઘટના વિશે..

બિહારના બગહામાં આવેલ બાંકટવા બાબા વિશ્વંભરનાથ મંદિરમાં શાલીગ્રામ મહારાજની મૂર્તિ સ્થાપિત છે. લોકો તેને ભગવાન વિષ્ણુ તરીકે પૂજે છે. એવો દાવો કરવામાં આવે છે કે, છેલ્લા 164 વર્ષથી આ પ્રતિમાનું કદ વધી રહ્યું છે. એવું કહેવાય છે કે, એક સમયે તે વટાણાના કદમાં હતું.

પરંતુ આજે તેનું કદ એટલું મોટું થઈ ગયું છે કે તેને ઉપાડવા માટે 4 થી 5 લોકોની મદદ જોઈએ. નેપાળના રાજા તરફથી, આ મંદિરને ભગવાન માત્ર એક વટાણાના કદમાં મળ્યા હતા. જેણે હવે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

સન 1857 માં ક્રાંતિ દરમિયાન નેપાળના રાજા જંગ બહાદુર સિવાન ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તે બગહા પહોંચ્યા હતા. ત્યાંના હલવાઈ રામજીઆવન ભગતે રાજાનું ભવ્ય ધામધૂમથી સ્વાગત કર્યું હતું. રામજીઆવનએ એક મંદિર બનાવ્યું હતું.

રાજા તેમના સ્વાગતથી ખુશ થયા અને તેમના આમંત્રણ પર મંદિર પરિસરમાં ગયા જ્યાં તેમણે રામજીઆવન ભગતને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે રામજીઆવન ભગત નેપાળ ગયા. ત્યાંના રાજપુરોહિતે તેમને રાજા વતી શાલીગ્રામની એક વટાણા જેવડી પ્રતિમા આપી. રામજીઆવન ભગત તેને ભારતમાં લાવ્યા અને અહીં લાવી મંદિરમાં સ્થાપિત કર્યા.

ત્યાંના સ્થાનિક નાગરિક નરસિંહ યાદવ દાવો કરે છે કે, આ પ્રતિમાનું કદ તેની સ્થાપનાના દિવસથી વધી રહ્યું છે. 164 વર્ષથી વધી રહેલી આ પ્રતિમા ઉઠાવવા માટે હવે 4 થી 5 લોકોની જરૂર પડે છે.

મંદિરના પૂજારી વિવેકાનંદ દ્વિવેદીના જણાવ્યા અનુસાર, જન્માષ્ટમીના દિવસે શાલિગ્રામ મહારાજની બેઠક બદલાય છે. શ્રી બાબા વિશ્વંભર નાથને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તે કાચબા જેવો આકાર ધરાવે છે. ભક્તોમાં હવે એવી માન્યતા છે કે, શાલિગ્રામજીનું વાસ્તવિક જીવન ત્યાં જ  છે, તેથી જ તેનું કદ વધી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment