દિવાળી પર અપનાવો તમારા ઘરમાં આ ખાસ વાસ્તુ ટિપ્સ ! માતા લક્ષ્મીની કૃપાથી થશે ધનવર્ષા.

દિવાળી હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. દિવાળી ધનતેરસથી શરૂ કરીને ભાઈ-બીજ સુધી ચાલે છે. દિવાળી અંધકાર પર પ્રકાશનો વિજય દર્શાવવાનું પર્વ છે. દર વર્ષે કાર્તિક માસની અમાસના દિવસ દિવાળી પર માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. આ દિવાળી પર 14 નવેમ્બર 2020 ના રોજ ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર, દિવાળીના દિવસે શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા હતા. ભગવાન રામના પાછા આવ્યાની ખુશીમાં અયોધ્યા વાસીઓએ દિપ પગ્રટાવીને ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યુ હતું. સુખ-સમૃદ્ધિની કામના કરાવાથી દિવાળીથી વધીને કોઈ તહેવાર નથી તો આ અવસર પર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

દિપદાન, ધનતેરસ, ગોવર્ધન પૂજા, ભાઈ-બીજ વગેરે જેવા તહેવાર દિવાળીની સાથે સાથે ઉજવવામાં આવે છે. દિવાળી પર દરેકની ઈચ્છા હોય છે કે, માતા લક્ષ્મીનું તેમના ઘરે આગમન થાય અને આ સર્વસમૃદ્ધિનો આશીર્વાદ આપે. દિવાળી પર પૂજા-અર્ચના ઉપરાંત ઘણા સરળ વાસ્તુના પ્રયોગ પણ અપનાવવા જોઈએ. જેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઘરના લોકો પર રહે છે. માનવામાં આવે છે કે, આ દિવસોમાં કરવામાં આવેલા ઉપાયથી ઘર-પરિવારમાં સુખ-સમદ્ધિ આવે છે. તો આવો જાણીએ દિવાળી પર કેવા પ્રકારના વાસ્તુ ઉપાય કરવા જોઈએ.

આર્થિક સમૃદ્ધિ : વાસ્તુશાસ્ત્ર અનુસાર, દિવાળીના દિવસે પોતાના ઘરે ઈશાન ખૂણા અને ઉત્તર દિશાને સાફ, સ્વચ્છ, ખુલ્લુ અને હળવું રાખવું જોઈએ. આમ કરવાથી આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ દિશામાં ઇશાન ખૂણો કહેવામાં આવે છે.

સુખ-શાંતિનો થાય છે વાસ : જો ઘરનો ઇશાન ખૂણો અને ઉત્તર દિશામાં કચરો કે પછી જરૂર વગરનો સામાન રાખ્યો હોય તો તેને દિવાળી પહેલા આ ત્યાંથી હટાવી લો. કહેવાય છે કે, આમ કરવાથી ધનનો માર્ગ ખુલે છે અને ઘરમાં સુખ તથા શાંતિનો વાસ થાય છે.ધન-ધાન્યની થતી ઉણપ : દિવાળી પહેલા જ ઘરની ઉત્તર દિશાની વચ્ચે હળવા અને ઉંચાઇ પર લીલા છોડ રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આમ કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ઉણપ થતી નથી.

થાય છે ધનની વર્ષા : ધનતેરસથી દિવાળી સુધી પોતાના ઘરના બ્રહ્મસ્થાન અર્થાત કેન્દ્રને સાફ રાખીને ખુલ્લુ રાખો. કહેવાય છે કે આમ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે.

સકારાત્મ ઉર્જામાં વધારો : દિવાળીના દિવસે ઘરમાં થોડા પરિવર્તન કરો, વાસ્તુ અનુસાર, આ દિવસ ઉત્તર દિશામાં દર્પણ લગાવો. આ દિશામાં દર્પણ લગાવવાથી સકારાત્મ ઉર્જાનો સંચાર થાય છે. જેનાથી ધનમાં પણ વૃ્દ્ધિ થાય છે.

પ્રસન્ન થાય છે કુબેર દેવ : ઉત્તર દિશામાં અધિષ્ઠિત દેવતા કુબેર છે, જે ધન અને સમૃદ્ધિના દ્યોતક છે. જ્યોતિષ અનુસાર, બુદ્ધ ગ્રહ ઉત્તર દિશાના સ્વામી છે. ઉત્તર દિશાને માતૃ સ્થાન પણ કહેવામાં આવે છે. આ દિશામાં સ્થાન ખાલી રાખવું કે ખાલી ભૂમિ છોડવી ધન અને સમૃદ્ધિનું કારક માનવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment