માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઘરમાં મૂકી દો આ પાંચ વસ્તુ, સુખ અને ધનના થઈ જશે ઢગલા.

માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઘરમાં મૂકી દો આ પાંચ વસ્તુ, સુખ અને ધનના થઈ જશે ઢગલા.

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેના પર ધન લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. આ માટે લોકો નવા નવા મંત્રોનો જાપ કરે છે, લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા જાય છે. તેમજ ઘણી માનતાઓ પણ કરે છે. પણ ઘણા લોકોને ઘણા પ્રયાસો કરવા છતાં પણ લક્ષ્મીજીની કૃપા નથી થતી. તેવામાં જો તમારા પર પણ લક્ષ્મીજીની કૃપા નથી થતી તો તમે એક વખત આ પ્રયોગ કરી જુઓ અને જો તમારા ઘરમાં આ 5 વસ્તુઓ નથી તો આજે જ આ વસ્તુઓ લઈ આવો.

જો તમે ધનના અભાવથી પરેશાન છો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ લક્ષ્મીજીનો તમારા ઘરમાં વાસ નથી થઈ રહ્યો. તો તમે આ થોડી ઘણી વાતોનું ધ્યાન રાખો, જેનાથી દેવીની કૃપા તમારા પર બની રહેશે. શાસ્ત્રો અને પુરાણોમાં આ માટે ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે. આમ ઘરમાં કંઈ પ્રકારની વસ્તુઓ રાખવી જોઈએ અને કંઈ વસ્તુઓ ઘરની બહાર કાઢવી જોઈએ તેના વિશે વધુ વિગતે જાણી લઈએ.

માટીનો ઘડો : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટીનો ઘડો અથવા સુરાહી એટલે કે માટીનો જગ જરૂર રાખવો જોઈએ. આ માટીના ઘડાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ક્યારેય પણ ખાલી ઘડો ન રાખવો જોઈએ. ઘરની ઉત્તર દિશામાં ઘડાને પાણીથી ભરેલો રાખવો જોઈએ. જો તમે આવું કરો છો તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ જરૂર થશે અને ધનની કમી ક્યારેય નહિ થાય. પણ જો તમે ખાલી ઘડો રાખો છો તો જરૂર ખરાબ થશે.

પંચમુખી સંકટ મોચન હનુમાનજી પ્રતિમા રાખવી : ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ, ફોટો જરૂર રાખવો જોઈએ. શાસ્ત્રો અનુસાર આ પ્રતિમા ઘરમાં દક્ષિણ- પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. હનુમાનજીને સંકટ મોચન માનવામાં આવે છે. જે આખા પરિવારને દરેક સંકટથી બચાવે છે. તેને શુભ માનવામાં આવે છે.

લક્ષ્મીજી અને કુબેરની પ્રતિમા લગાવો : લક્ષ્મી અને કુબેરને ઘરના ખજાનાના રક્ષક માનવામાં આવે છે. તે સુખ સંપદાના દેવતાના રૂપમાં પૂજાય છે. આથી તેને ઘરમાં જરૂર રાખવા જોઈએ. ઘરના મુખ્ય દરવાજે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પ્રતિમા રાખેલી હોય તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. મુખ્ય દરવાજે સ્વસ્તિક ચિહ્ન પણ જરૂર લગાવો. આમ કરવાથી લક્ષ્મીજીનો વાસ તમારા ઘરમાં જરૂર થાય છે. પૂજા ઘરમાં કુબેર દેવતાનો ફોટો અને પ્રતિમા સ્થાપિત કરો.

ગંગાજળ : સનાતન ધર્મમાં ગંગાજળને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. એવામાં પ્રાણદાયિની ગંગાને ઘરમાં જરૂર રાખવી જોઈએ. પૂર્ણિમા અને એકાદશી જેવા શુભ દિવસોમાં અકસર આખા ઘરમાં ગંગાજળને છાંટવું જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક શક્તિ દુર થાય છે.

મોર પંખ : મોર પંખને ભગવાન કૃષ્ણનો અંશ માનવામાં આવે છે. આથી ઘરમાં મોર પંખ રાખવું એ ખુબ શુભ માનવામાં આવે છે. ઘરમાં મોર પંખ રાખવાથી ઘરમાં સકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment

error: Content is protected !!