આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ

આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ

મિત્રો તમે જાણો છો તેમ હાલ વાહનને લગતા નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. આથી દરેક નાગરિકે આ નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. એવામાં એક રાહતના સમાચાર આવ્યા છે. જેમાં નાગરિકને વાહન વ્યવહારના નિયમોમાં થોડી રાહત થઈ શકે છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

જો તમારી પોતાની ગાડી  છે અને તમે દરરોજ કોઈ એકાદ ટોલ પ્લાજાથી પસાર થાવ છો તો આ સમાચાર તમારા માટે ખુશી વધારી શકે છે. ભારતીય રાષ્ટ્રીય પ્રાધિકરણ ના ટોલ પ્લાજાના નિયમને અપડેટ કરતા એક ખુબ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સરકારે હાઈવે પર યાત્રાને સુગમ બનાવવા માટે ફેબ્રુઆરી 2021 થી ફાસ્ટ ટેગ સીસ્ટમ ને અનિવાર્ય કરી હતી. જેનાથી ટોલ પ્લાજા પર ટોલ ટેક્સ આપવા માટે ગાડીઓ ની ભીડ અને લાંબી લાઈન ન થાય. 

શું છે નવો નિયમ 

હવે સરકારએ ટોલ પ્લાજા પર ટોલ ટેક્સ વસુલવા માટે એક મહત્વપૂર્ણ નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર જો ટોલ પ્લાજા પર તમારા વાહન ને 100 મીટર થી વધુ લાંબી લાઈન મળે છે અથવા તો તમારે ટેક્સ ભરતી વખતે 10 સેકેન્ડ થી વધુ રાહ જોવી પડી તો તમારી પાસે વાહન માટે ટોલ ટેક્સ નહિ લેવામાં આવે. આ બંને સ્થિતિઓમાં તમારા માટે ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવશે. સરકાર આવું એટલા માટે કરી રહી છે કારણ કે ટોલ પ્લાજા પર ગાડીઓની લાંબી લાઈન થી ટ્રાફિક જામ જેવી સ્થિતિ ન થાય અને તમારી યાત્રા સુગમ રૂપે ચાલતી રહે.

આ બદલાવ જોવા મળશે 

આ નવા નિયમને લાગુ કરવા માટે ટોલ કલેક્શન પોઈન્ટ પર પીળી લાઈન કરવામાં આવશે. ટોલના ઠેકેદારને નિર્દેશ આપવામાં આવશે કે જો ગાડીઓ પીળી લાઈનથી આગળ જાય છે તો વાહન ચાલક પાસે ટોલ ટેક્સ ન લેવો. રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અનુસાર ફાસ્ટ ટેગ અનિવાર્ય થઈ ગયા પછી ટોલ પ્લાજામાં વાહનો થી ટોલ ટેક્સ લેવાની પ્રક્રિયા ઘણી ઝડપી થઈ જશે. જેનાથી 100 મીટર ની લાંબી લાઈન નહિ થાય. રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ના આંકડા અનુસાર ટોલ પ્લાજા પર હવે 96% વાહન ફાસ્ટ ટેગ થી જ પોતાના ટોલ ટેક્સ થી ચુકવણી કરે છે. જયારે દેશના ઘણા ટોલ પ્લાજા પર આ આંકડા 99% સુધી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!