જેલથી વાયરલ થઈ રામરહીમ ની ચિઠ્ઠી …કહી આવી વાત જેને વાંચીને તમે પણ પોતાનું માથું પછાડવા લાગશો.

જેલથી વાયરલ થઈ રામરહીમ ની ચિઠ્ઠી …કહી આવી વાત જેને વાંચીને તમે પણ પોતાનું માથું પછાડવા લાગશો.

મિત્રો તમે સાધુ સંતો વિશે ઘણી વખત ઘણું સાંભળતાં હશો, કે આજે આ સંતે લોકોને દગો આપ્યો તો કાલે પેલા સાધુએ દગો આપ્યો. આવા સમાચાર સાંભળીને તમે પણ જે ખરેખર સાચા સાધુ છે તેના પર વિશ્વાસ નથી કરતા. કારણ કે ઘણા સાધુ એવા છે જે ઢોંગ કરીને લોકોની છેતરપીંડી કરે છે. લોકો પાસે પૈસા કઢાવે છે. સ્ત્રી સાથે છેડતી કરે છે. પણ જયારે આ સાધુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે તો પોતાનો પાવરનો ઉપયોગ કરીને જે તે લોકોને દબાવી દેવામાં આવે છે. જો કે અમુક કેસમાં એવું નથી બનતું. આજે અમે તમને રામ રહીમ સાધુ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. 

સોશિયલ મીડિયા પર એક ચિઠ્ઠી વાયરલ થઈ રહી છે. જે ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ દ્વારા સુનારિયા જેલ રોહતક થી પોતાની માતા અને સમર્થકો ના નામે ચિઠ્ઠી લખેલી બતાવવામાં આવી રહી છે. જેના પર જેલરની મોહર લાગેલી છે. જેને વાચ્યા પછી દરેક વ્યક્તિ સવાલ કરશે. જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ સાધ્વી યૌન શોષણ મામલે અને પત્રકાર રામ ચંદ્ર છત્રપતિ હત્યાકાંડ મામલે રોહતક ની સુનારિયા જેલમાં બંધ છે. એક મામલામાં તેને 20 વર્ષની સજા અને બીના મામલે તેને ઉંમર કેદની સજા થઈ છે. તે ત્રણ વર્ષોથી જેલમાં છે. અને તેના વગર ડેરામાં કાર્યક્રમ આયોજીત થાય છે. 

આ સિવાય તમને જણાવી દઈએ કે શાહ સતનામ સિંહ 102 ની જયંતી પર શાહ સતનામ જી ધામ, સિરસા માં નામચર્ચા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હનીપ્રિત ઇન્સાં, રામ રહીમ ની પત્ની, બંને દીકરીઓ, બંને જમાઈ, અબે દીકરો અને વહુ પણ સામેલ થયા હતા. 

આ સિવાય મીડિયા રીપોર્ટ અનુસાર 23 જાન્યુઆરી ગુરમીત એ લખ્યું કે, જેને 25 જાન્યુઆરીએ જેલથી જાહેર કરવામાં આવ્યું. ડેરે ના બીજા ગુરુ શાહ સતનામ સિંહ ની જયંતી પર આયોજિત નામ ચર્ચા દરમિયાન આ ચિઠ્ઠી સંગત એ વાંચીને સંભળાવી હતી. તમને જણાવી દઈએ કે રામ રહીમ તેની પહેલા પણ 13 મે અને 28 જુલાઈ 2020 પણ પોતાની માતા અને સંગત નામે ચિઠ્ઠી લખી હતી. 

રામ રહીમ એ ચિઠ્ઠીમાં લખ્યું છે કે જો ઈશ્વર ઈચ્છે તો હું જલ્દી આવીશ, અને પોતાની માતાનો ઈલાજ કરાવીશ. જયારે હું મારી માતાને હોસ્પિટલ મળવા આવ્યો હતો ત્યારે તેની તબિયત ખુબ ગંભીર હતી. પણ મને મળ્યા પછી તેની તબિયતમાં સુધાર આવ્યો હતો. 

રામ રહીમે જનસંખ્યા ને નિયંત્રણ કરવા માટે એક મુહિમ શરુ કરવા નો નિર્દેશ પોતાના ડેરા ના શ્રદ્ધાળુઓ ને આપ્યો છે. આપણે બે, અને આપણા બે અથવા આપણે બે, આપણો એક જ. આ યોજના શરુ કરવાની તૈયારી શ્રદ્ધાળુઓ એ દેખાડી છે. 

જયારે બીજી બાજુ આ ચીઠ્ઠીને લઈને જુદા જુદા સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે રામ રહીમ ને બીમારી, આશીર્વાદ, જેવા શબ્દો લખતા નથી આવડતા, આને લઈને લોકો જુદી જુદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. 

અવાજ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment

error: Content is protected !!