આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત, કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

આજે અમે એક એવા નિઃસ્વાર્થ અને પ્રેરણરૂપ બનનાર એક એવો પ્રયાસ છે, જેમાં ગરીબ અને લાચાર બાળકોને વિના મૂલ્યે શિક્ષણ અપાઈ રહ્યું છે. જે આજના યુગમાં એક અનોખું અને ઉમદા કાર્ય છે. તો મિત્રો અમે તમને આ લેખમાં એ અનોખ પ્રયાસની ખુબ જ અગત્યની માહિતી જણાવશું. જે દરેક વ્યક્તિએ જણાવી જરૂરી છે. આણંદની એક શિક્ષિકાએ એવો અનોખો શિક્ષણયજ્ઞ શરૂ કર્યો છે કે જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને વિના મૂલ્યે અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. એટલે કે આ બાળકોને સાવ ફ્રી માં શિક્ષણ અપાઈ રહ્યું છે. તો ચાલો જાણીએ એક મહિલા દ્વારા કરવામાં આવેલા આ અનોખા પ્રયાસની વિગત વિશે.

મિત્રો તમે જાણો છો કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા. તેઓ ધારે તો વિનાશ  પણ કરી શકે અને નિર્માણ પણ કરી શકે. આમ જીવનને સાચી દિશા બતાવવા માટે શિક્ષકની એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા આપના જીવનમાં હોય છે. કહેવાય છે કે એક ભણેલ વ્યકિત અનેકને તારે છે. તો આ કહેવતને પણ એક શિક્ષકે સાચી કરી બતાવી છે. મિત્રો આણંદની એક મહિલા પ્રાધ્યાપિકાએ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો અનોખો પ્રયાસ કર્યો છે.  આ મહિલા શિક્ષિકા દરરોજ ગરીબ પરિવારનાં બાળકોને ભણાવે છે અને તે દરરોજ ગરીબ પરિવારના ર૦ બાળકોને  ફુટપાથ ઉપર જ ગણિત અને અંગ્રેજીનાં પાઠ વિના મૂલ્યે ભણાવી તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. આ મહિલા શિક્ષિકા આ ગરીબ બાળકોને ગણિત તથા અંગ્રેજીના પાઠ ભણાવે છે. આમ જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે આ ઉત્તમ કાર્ય કહી શકાય. તેમજ અન્ય શિક્ષિકો માટે પણ આ પ્રયત્ન એક ઉદાહરણ રૂપ છે.

જાણવા મળતી માહિતી અનુસાર ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરનાર આ મહિલાનું નામ છે ડો. ઉમાબેન શર્મા. તેઓ એક સમયે પોતાના શહેર આણંદમાં બહાર જવા માટે નીકળ્યા તારે અચાનક તેમની નજર આણંદના એસએસ રાજમાર્ગ પર રહેતા ગરીબ બાળકો પર પડી અને તેઓને પોતાનો વિતાવેલો કપરો સમય યાદ આવી ગયો. કે પોતે કેટલી મુશ્કેલીઓને વેઠીને શિક્ષણ મેળવ્યું હતું અને તેમની અંદર રહેલો એક શિક્ષકનો આત્મા જાગી ગયો અને તેઓએ નક્કી કર્યું કે તે પોતે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે કંઈક કરશે. આ ગરીબ બાળકોને ભવિષ્યમાં મુશ્કેલીઓ વેઠવી ન પડે તે માટે તેમણે શિક્ષણ દેવાનો નિર્ણય કર્યો. ડો. ઉમબેન શર્માએ આ ઘટનાના ભાગ રૂપે નક્કી કર્યું કે ગરીબ સ્થિતિમાં રહેતા બાળકોને અક્ષરજ્ઞાન આપશે. આજ તેઓ છેલ્લા 3 માસથી સરદાર પટેલ રાજમાર્ગ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારોનાં ર૦ બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પાયાના આ શિક્ષણમાં ઉમાબેન બાળકોને કક્કો-બારાખડીનું જ્ઞાન આપે છે. આ ઉપરાંત અંગ્રેજી મૂળાક્ષરોનું જ્ઞાન પણ આપે છે. ઉમાબેન પોતાના આ મિશનમાં દરરોજ સાંજે પ વાગ્યાથી ફુટપાથ પર જ બાળકોને શિક્ષણ આપે છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે બાળકો પણ સમયસર ભણવા માટે આવીને બેસી જાય છે. આમ બાળકોને શિક્ષિત કરવા માટે ઉમાબેનની આ પહેલ ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી છે. અહીં ગરીબ બાળકોને તેમના સ્થળે જ શિક્ષણ મળી રહે છે.

ડો. ઉમાબેન શર્મા વિશે મળતી વધુ માહિતી અનુસાર તેઓ વિદ્યાનગરની નલીની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ વધુમાં વાત કરીએ તો ડો. ઉમાબેનનો પોતાનો પરિવાર પહેલા અમદાવાદમાં ફુટપાથ પર જ વસતો હતો. આથી તેઓ પણ પોતાનું બાળપણ ફુટપાથ પર જ વિતાવ્યું હતું અને શિક્ષણ  પણ ત્યાં જ મેળવ્યું હતું. તેમના પિતાજી ફુટપાથ પર ગેરેજનું કામ કરતા હતા. આવી વિકટ સ્થિતિ હોવા છતાં તેઓ પૂરી લગનથી શિક્ષિત બનવા માટે આગળ વધતા ગયા. તેમણે બી.એ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે પરંતુ તેઓ સમાજ માટે પણ કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હતા. આથી ડો. ઉમાબેન શર્મા પોતાની શૈક્ષણિક એક્ટીવીટીનો સમાજનાં ગરીબ બાળકોને, પછાત વર્ગના બાળકોને પણ લાભ મળે તે માટે સદા કાર્યરત રહ્યાં છે. ગરીબ બાળકો પણ શિક્ષણ મેળવીને સમાજમાં પોતાનું યોગ્ય સ્થાન મેળવી શકે એ હેતુથી ડો. ઉમાબેને ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું નક્કી કર્યું છે. જેમાં તેઓ આજે ઘણું કામ કરી રહ્યા છે. આ માટે તેઓ પોતાનાથી બનતા એ તમામ પ્રયાસો કરે છે, જે આવા ગરીબ બાળકોનું જીવન સુધારી શકે. ઉપરાંત ડો. ઉમાબેને પોતાની આ પ્રવૃતિને પોતાની રોજીંદી ક્રિયા બનાવી દીધી છે. આ સિવાય તેઓ શિક્ષકદિન નિમિતે કહે છે કે,  “જો શિક્ષક શિક્ષક બની જાય તો આ સમાજ સુધારકોની જરૂર ન રહે, કેમ કે શિક્ષક જ એક એવો છે જે સમાજનો પાયો નાખે છે, સમાજનું ઘડતર કરે છે, એક સારો નાગરીક તૈયાર કરી શકે છે, જે શિક્ષકની સૌથી મોટી જવાબદારી છે.’

આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુત્ર છે કે ‘પઢેગા ઇન્ડીયા તો બઢેગા ઇન્ડીયા’ આ સૂત્ર ત્યારે સાકાર થશે કે જ્યારે દરેક શિક્ષક પોતાની ફરજ સમજી સમાજ માટે કાર્ય કરશે. આમ ઉમાબેનનું આ કાર્ય ખરેખર ઉમદા છે. સાથે સાથે તેમને વંદન કે તેઓ આવું સારું કાર્ય કરે છે. જેના માટે આખા સમાજમાંને આ મહિલા પર ગર્વ થવો જોઈએ. જે આખા સમાજના પાયાનું નિર્માણ કરી રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment