રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા અને કરે છે આવું કામ, જોઈ લો તેના ફોટો ચોંકી જશો .

મિત્રો તમે રામાનંદ સાગર દ્રારા નિર્મિત રામાયણના દરેક પાત્રોને જાણતા જ હશો. પરંતુ તેમાં પણ, સીતાજીનો હૂબહૂ રોલ ભજવનાર દિપીકા ચિખલિયાને તો ઘણા લોકો સીતામાતા જ માનતા હતા. કેમ કે સૌથી પહેલા રામાયણના પાત્રો જો આપણા મગજમાં આવે તો રામાનંદ સાગર દ્વારા જે રામાયણનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ પાત્ર જ દ્રશ્યમાન થાય છે. પરંતુ રામાયણનું જોરદાર પાત્ર કરનાર આ અભિનેત્રી ત્યાર પછી બહુ ઓછી જોવા મળી છે.

પણ મિત્રો તમને એ જાણીને આનંદ થશે કે આ અભિનેત્રી હવે ફરી એક બાયોપીકમાં જોરદાર અને જબરદસ્ત પાત્રમાં જોવા મળશે. તો જો તમે પણ આના વિશે વિસ્તૃત માહિતી મેળવવા આ આર્ટીકલ એકવાર જરૂર વાંચો.

રામાનંદ સાગરની મહાકાવ્ય નાટક શ્રેણી રામાયણથી ખુબ જ પ્રખ્યાત બનેલી દીપિકા ચિખલીયા લાંબા સમયના અંતરાળ પછી ફરી બોલિવુડમાં પાછી ફરી રહી છે. રામાયણમાં તેણે દેવી સીતાનો રોલ કર્યો છે. અહીં દિપીકા એક બાયોપિકના માધ્યમથી દર્શકોની સામે આવી રહી છે. આ બાયોપિક નવેમ્બરમાં બધા જ થિયેટરોમાં રીલીઝ થશે.

1990 ના દાયકામાં ટેલિવિઝન પર પોતાની અલગ છાપ બનાવનાર મહાકાવ્ય નાટક શ્રેણી રામાયણમાં માતા સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલીયા આજકાલ મોટા પડદા પર ખુબ જ ચર્ચામાં છે. તે ભારતીય રાજકીય નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની બાયોપિક ‘દિનદયાળ એક યુગપુરુષ’ માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

રામાયણમાં સીતાની ભૂમિકા હોવાથી દીપિકા ચીખલીયાને ઘર-ઘરમાં માતા સીતાના રૂપમાં જોવામાં આવતી હતી. અહિયાં સુધી કે જાહેરમાં પણ લોકો તેને માતા સીતા કહેતા હતા. રામાનંદ સાગરની રામાયણ ટીવી શ્રેણી 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 દરમિયાન દૂરદર્શન પર બતાવવામાં આવી હતી. આના કુલ 78 એપિસોડ પ્રસારણ માટે બનાવવામાં આવ્યા હતા.

રામાનંદ સાગરના સાગર આર્ટ પ્રોડક્શન હાઉસે 2008 માં રામાયણની અપાર સફળતા અને લોકોની માંગ લીધે આને ટીવી સિરીઝને ફરીથી બનાવવામાં આવી. આ વખતે તે એનડીટીવી પર પ્રસારિત કરવામાં આવી. તમને જણાવી દઈએ કે દીપિકા ચિખલીયાએ 1983 માં આવેલી ફિલ્મ ‘સુન મેરી લૈલા’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.દીપિકાએ 1985 થી 1987 સુધી પાથર, ચીસો, ભગવાન દાદા, ઘર સંસાર અને એક મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું. તે છતાં તેને વધારે સફળતા મળી નહીં. 1987 માં, રામાનંદ સાગર દ્વારા દીપિકાને રામાયણમાં સીતાની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. આ ભૂમિકાએ સીતાને દરેક ઘરમાં પ્રખ્યાત કરી.

વધુમાં અમે તમને જણાવી દઈએ કે દીપિકા ચિખલીયાએ છેલ્લે 2018 માં ગુજરાતી ફિલ્મ નટસમ્રાટમાં કામ કર્યું હતું. હવે તે 2019 માં રાજકીય નેતા જનસંઘના અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન પર કેન્દ્રિત બાયોપિકમાં પદ્મમા સિંહની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 15 નવેમ્બરના રોજ સ્ક્રીનો પર આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment