વગર ખર્ચે કપડા પરના ડાઘ હવે સરળતાથી દુર કરો અપનાવો આ ટીપ્સ ….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👚 કપડાંંમાં જો દાગ લાગ્યા હોય તો આ રીતે તમે હટાવી શકો છો કપડાં પરના દાગને. 👚

👚 વ્યક્તિની સુંદરતામાં કપડાંંનું ઘણું મહત્વ રહેલું છે. સાફ અને ચોખ્ખા કપડાં તમારી પર્સનાલીટીમાં  ચાર ચાંદ લગાવે છે. બીજી બાજુ દાગ વાળા કપડાંં તમારી પર્સનાલીટી પર ખારાબ અસર પાડે છે. તો મિત્રો આ કારણે આપણે તે દાગ લાગેલા કપડાંં ઘણા મોંઘા હોય તેમજ આપણે એક જ વાર પહેર્યા હોય છતાં પણ આપણે તે પહેરવાનું પસંદ કરતા નથી. પછી ભલે તે આપણા મનપસંદ હોય તેમ છતાં પણ આપણે તેને પહેરવાનું અવોઇડ કરવું પડે છે.

👘 દાગ ભલે ચાના હોય કે દાડમના હોય, કોફીના હોય કે પછી લોખંડના કાટના હોય, તે તમારા કપડાંંના લુકને બગાડે છે પછી ભલે તે નાનામાં નાનો દાગ હોય તો પણ. કપડાંં પર ક્યારેક સાહી, કોફી તેલ અને કાટ જેવા ખૂબ જ જીદ્દી દાગ લાગી જતા હોય છે. જે આપણા કપડાંંની શોભા બગાડતા હોય છે. તેથી મજબૂર થઈને તમારે તે કપડાંંનો ત્યાગ કરવો જ પડે છે. એવું નથી કે લોકો દાગને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા તે અલગ અલગ પ્રયત્ન કરે જ છે. પરંતુ દાગ જતા નથી આ ઉપરાંત કપડાંંને વારંવાર ધોવાથી તેના રેશા નબળા પડી જાય છે. તેના કારણે કપડાંંનો રંગ  ઝાંખો પડી જાય છે.

👚 જો તમારા કપડાંં પર કોઈ દાગ લાગ્યા હોય તો તેનાથી પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે એવા ઉપાયો બતાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી કપડાંં પર લાગેલા રંગનો દાગ સરળતાથી દૂર કરી શકો છો. તમને ઘરમાંથી જ સરળતાથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને. તમારા મનપસંદ કપડાંં પરથી દાગને દૂર કરી શકો છો.

💁 દાગને દૂર કરવાના ઉપાયો:-

👘 ટૂથપેસ્ટથી તમે કપડાંં પર લાગેલા દાગને દૂર કરી શકો છો. જો તમારા કપડાંં પર કોઈ રંગનો દાગ બેસી ગયો છે તો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેમજ આ ઉપાય દરેક પ્રકારના દાગ તથા રંગને દૂર કરવા માટેનો સરળ ઉપાય છે.તેના માટે કોઈ પણ જેલ વગરનું ટૂથપેસ્ટ લો અને તેને કપડાંં પર તે જગ્યાએ લગાવો જ્યાં રંગનો દાગ લાગેલો છે. ત્યાર બાદ તેને સૂકાવા દો અને સૂકાયા પછી તેને ડીટરજન્ટ વડે કપડાંંને સાફ કરી લો અને પછી જોવો દાગ દૂર થઇ ગયો હશે.

👚 શું તમે જાણો છો કે નેલ પોલીશ રીમૂવરથી પણ કપડાંં પર લાગેલ રંગ તથા દાગથી છૂટકારો મેળવી શકાય છે. આ ઉપાય પેનની સાહીના દાગને દૂર કરવા માટે વધારે અસરકારક સાબિત થાય છે. તેના માટે રૂમાં થોડું નેલપોલીશ રીમૂવર નાખો અને દાગ હોય તે જગ્યાએ ઘસો. હવે તે કપડાંંને સર્ફ અને પાણીની મદદથી સાફ કરી લો.પછી દાગ જતો રહેશે.

🥣 મિત્રો ખાવામાં વપરાતા દહીંથી પણ તમે દાગ દૂર કરી શકો છો પછી તે દાગ પાનના હોય કે પછી હોળીના કલરના. સામાન્ય રીતે તેને દૂર કરવા જ આ પ્રયોગનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે કપડાંંને ખાવાના દહીંમાં બોળી દો. ત્યાર બાદ થોડી વાર પછી દાગની જગ્યાએ કપડાંંને હળવા હાથે ઘસો અને જુઓ કે દાગ આછો થયો ક નહિ અને જો આછો થઇ ગયો હોય તો કપડાંંને પાણીથી સાફ કરી લો. આ પ્રયોગને બે વખત કરવાથી દાગ દૂર થઇ જશે.

 🥛 મિત્રો ક્યારેય તમારા કપડાંં પર ઇન્ક લાગી ગઈ છે તો બિલકુલ ગભરાવું નહિ. કારણ કે મીઠા ના ઉપયોગથી તમે તે દાગને દૂર કરી શકો છો.પરંતુ મિત્રો આ મીઠાનો પ્રયોગ ઇન્ક લાગતાની સાથે જ કરવો જરૂરી બની જાય છે. કારણ કે ઇન્ક સુકાય જાય ત્યાર બાદ આ પ્રયોગની કોઈ અસર થતી નથી. તેના માટે જ્યાં ઇન્ક લાગેલી છે ત્યાં મીઠું નાખો અને પછી તે જગ્યાને ટીસ્યુ પેપરથી ઘસીને  સાફ કરી લો.ત્યાં સુધી ઘસવું જ્યાં સુધી કપડાંં પર લાગેલો દાગ દૂર ના થઇ જાય.

🥛 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે ક દૂધથી પણ કપડાંં પર લાગેલા દાગને હટાવી શકાય છે. તેના માટે જે કપડાંં પર દાગ લાગેલો છે તેને રાત્રે દૂધમાં પલાળી દો અને આખી રાત તેને પલળવા  દો. બીજા દિવસે સવારે કપડાંંને ડીટરજન્ટ વડે ધોઈ લો. આ પ્રયોગ કરવાથી ધીમે ધીમે દાગ આછો થઇ જાય છે અને અંતે બિલકુલ દૂર થઇ જાય છે.

👕 કોર્ન સ્ટાર્ચ ની મદદથી પણ છૂટકારો મેળવી શકાય છે.પરંતુ મિત્રો તમને એવું થાશે કે કોર્ન્સ્તાર્ચ વળી ક્યાંથી લાવવું તો મિત્રો તમને સરળતાથી કોઈ પણ પરચૂરણની દૂકાન પરથી મળી રહેશે.કપડાંં પરથી દાગને દૂર કરવા માટે કોર્ન સ્તર્ચને દૂધમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો પછી તે પેસ્ટને કપડાંં પર લગાવો.થોડી વાર તે પેસ્ટને કપડાંં પરજ રહેવા દો અને થોડી વાર પછી બ્રસથી કપડાંંને ઘસો.આવું કરવાથી દાગ સાફ થઇ જાય છે.

👕 કપડાંં પર લાગેલા રંગના દાગને દૂર કરવા તમે સેન્ડપેપરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે કપડાંં પર લાગેલા દાગને સેન્ડપપેરથી ઘસો ત્યાર બાદ કપડાંંને ધોઈ લો. અને હવે તમારા કપડાંં પરનો દાગ સંપૂર્ણ રીતે દૂર થઇ ગયો હશે.

🧥 કપડાંં પર લાગેલ હોળીના કલરને દૂર કરવા માટે વાસણ ઉટકવાના સાબુની મદદથી ધોવો. તેના માટે રંગ લાગેલા કપડાંંને ડીશવોશ બારથી ધોવો અને થોડી વાર તેને તેમનું તેમ રાખી મૂકો. થોડી વાર પછી પાણી વડે કપડાંંને સાફ કરી લો. અને બધો રંગ દૂર થઇ જાશે.

🧥 આ ઉપરાંત તમે સામાન્ય દાગને ગરમ પાણી વડે પણ હટાવી શકો છો તેના માટે રાત્રે એક વાસણમાં ગરમ પાણી કરો ત્યાર બાદ તે કપડાંંને તેમાં પલાળી દો અને ધ્યાન રહે કે જે જગ્યાએ દાગ લાગેલો હોય તે જગ્યા બરાબર રીતે પાણીની અંદર જ આવે છે કે નહી. સવારે બરાબર મુલાયમ બ્રશ વડે ઘસીને ધોઈ નાખો. આવું કરવાથી ધીમે ધીમે દાગ એકદમ દૂર થઇ જશે.

👖 તમે બેકિંગ સોડાની મદદથી પણ દાગને દૂર કરી શકો છો. અને ખાસ કરીને તેલ કે ઓઇલના દાગ માટે  આ પ્રયોગ વધારે અસરકારક નીવડે છે. થોડું પાણી અને બેકિંગ સોડા લઇ બંનેને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે તે પેસ્ટને દાગ વાળી જગ્યા પર લગાવો. હવે આ પેસ્ટને કપડાંં પર ત્યાં સુધી રહેવા દો જ્યાં સુધી તે બરાબર રીતે સૂકાઈ નહિ. હવે કપડાંં પરથી પેસ્ટને દૂર કરવા માટે એક મુલાયમ બ્રશનો ઉપયોગ કરો અને પેસ્ટને દૂર કરો. અને કપડાંંને પાણીથી ધોઈ લો અને પછી જૂઓ દાગ ગાયબ થઇ ગયો હશે.

👖 આ ઉપરાંત પાવડર જેવા કે બેબી પાવડર તથા ટેલ્કમ પાવડરની મદદથી પણ તમેં તેલના દાગને દૂર કરી શકો છો. જ્યાં તેલ લાગી ગયું છે તે જગ્યા પર પાવડર લગાવવામાં કંજૂસી ન કરતા પાવડર લગાવો. અને દાગને પાવડરથી બરાબર રીતે કવર કરી દો હવે તેલ પાવડરને શોષવાનું શરૂ કરી દેશે.

👔 તેને ત્રીસ મિનીટ સૂધી સૂકાવા દો હવે સૂકાયા બાદ તમે ટૂથ બ્રશ લઇ તે પાવડરને દૂર કરો હવે દાગવાળી જગ્યાને પાણીથી ધોઈ લો અને નિરીક્ષણ કરો કે દાગ બરાબર રીતે ગાયબ થઇ ગયો. અને જો દાગ ગાયબ ન થયો હોય તો આ પ્રક્રિયાને ફરી પાછી રીપીટ કરો. અને દાગ ગાયબ થઇ જશે.

👔 તો મિત્રો આ રીતે સરળતાથી તમે તમારા કપડાંં પર લાગેલા દાગને દૂર કરી શકો છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment