સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ… જેને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં.. જાણો આ વસ્તુ શું છે.?

સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ……. જેને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં…..

મિત્રો આજે અમે એવી વસ્તુ વિશે જણાવશું જે સોના કરતા પણ મોંઘી છે અને તે પણ એક સામાન્ય વસ્તુ છે. એ વસ્તુ છે સંતરાની છાલ. હા મિત્રો, સંતરાની છાલ આપણા માટે સોના કરતા પણ ખુબ જ કિંમતી સાબિત થઇ શકે છે. સંતરાની છાલના ઘણા બધા ફાયદાઓ અને ઉપાયો પણ છે. તો ચાલો જાણીએ તેના વિશે કે કંઈ રીતે તે આપણા માટે ઉપયોગી થાય સંતરાની છાલ છે.
મિત્રો સંતરાની છાલને લગભગ બધા જ લોકો કચરામાં જ નાખી દેતા હોય છે. પરંતુ જેટલા ફાયદાઓ સંતરામાં હોય છે એટલા જ ફાયદાઓ સંતરાની છાલના છે. સંતરાની છાલમાં વિટામીન C ભરપુર માત્રામાં હોય છે. જે આપણી સ્કીન, આંખો અને આપણા વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

સંતરાની છાલમાં કેલ્શિયમ પણ ખુબ જ માત્રામાં હોય છે અને કેલ્શિયમ આપણા હાડકાઓ માટે જે જરૂરી હોય હોય છે તે આપણને સંતરાની છાલમાંથી મળી રહે  છે.
સંતરાની છાલમાં ફાયબર પણ ભરપુર માત્રામાં હોય છે. જે આપણી પાચનક્રિયા સારી રાખે છે. વજન ઘટાડવામાં પણ તે ખુબ અસરકારક સાબિત થાય છે. સંતરાની છાલમાં એન્ટી ડિપ્રેશન એજન્ટ પણ ભરપુર માત્રામાં હોય છે એ આપણી નર્વસ સીસ્ટમને સારી કરે છે અને ઉર્જાવાન બનાવે છે.

ઘણી બધી એવી બીમારીઓ છે જેમ કે ડીપ્રેશન, માઈગ્રેન અને ચિંતાને પણ દુર કરે છે. સંતરાની છાલમાં ભરપુર માત્રામાં ફાયબર હોવાના કારણે આપણું કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે અને આપણા શરીરના બ્લડપ્રેશરને પણ ઓછુ કરે છે.હવે જાણીએ કે સંતરાની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો. મિત્રો સંતરાના ફોતરાને એક વાસણમાં લઇ તેજ તડકામાં 4 થી 5 દિવસ સુધી સુકાવી રાખવા. સુકાઈ જાય ત્યાં સુધી રેવા દેવા ત્યાર બાદ મીક્ષ્યરમાં નાખી પાવડર બનાવી લેવો. અને તેનો ઉપયોગ ફાકીની જેમ કરવો જોઈએ પાણી સાથે.

આપણે બધા જોઈએ છીએ કે માર્કેટમાં ઘણા પ્રકારના ફેસિયલ કીટ મળે છે અને તે ઘણા મોંઘા પણ હોય છે. તે આપણી સ્કીનને નુકશાન પણ ખુબ જ કરે છે. વિદેશી કંપનીઓ આવી પ્રોડક્ટ વહેંચીને આપણા દેશનો ફાયદો ઉઠાવે છે. પરંતુ જો સંતરાની છાલનો પાવડર બનાવીને તેને ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાની રોનક ખુબ જ વધી જાય છે અને કોઈ પણ પ્રકારનું નુકશાન પણ નથી થતું. આપણી સ્કીનને પણ ખુબ સોફ્ટ બનાવે છે.

ઘણા લોકો કહેતા હોય છે કે સ્કીન માટે હળદર પણ મદદગાર સાબિત થાય છે. દહીં પણ આપણી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એટલા માટે આપણે તેનો પણ સંતરાના પાવડર સાથે ફેસપેક તરીકે ઉપયોગ કરવાના આવે તો ખુબ ફાયદો કરે છે. દહીં અને સંતરાની છાલના પાવડરને એક એક ચમચી લઈને મિક્સ કરીને ચહેરા પર લાગવી દેવાનું.  15 થી 20 મિનીટ સુધી લગાવી રાખવું અને ત્યાર બાદ પાણીથી ચહેરાને સાફ કરી લેવાનો. ચહેરો એકદમ ખીલેલો લાગશે.બીજી પણ એક રીત છે. બે ચમચી સંતરાનો પાવડર લો, બે ચમચી દહીં અને એક ચમચી ચણાનો લોટ લેવો. પછી સારી રીતે મિક્સ કરી લેવાનું.  ત્યાર બાદ તેને ચહેરા પર લગાવીને 15 થી 20 મિનીટ સુકાવા દેવાનું છે. તેનાથી પણ તમારી સુંદરતામાં વધારો થઇ શકે છે. અને આ ફેસપેક તમને નુકશાન પણ નથી કરતું. આ પેકને એક જ વાર લગાવશો એટલે તે ખુબ જ ચમકવા લાગશે અને ચહેરાને નરમ પણ બનાવશે.

તાજા સંતરાની છાલ લો અને પછી પાણીથી તેને ધોઈ નાખો. સાફ થઇ ગયા બાદ સંતરાની છાલને એક ગ્લાસ પાણી તપેલીમાં નાખીએ અને ગેસ પર મુકો અને તે પાણીને ખુબ જ ઉકાળો. ત્યાર બાદ તેમાં તમને સ્વાદ માટે ખાંડ પણ નાખી શકો છો. પાણી ઉકળી જાય ત્યાર બાદ તેને થોડું ઠંડુ પાડવા દેવાનું. વધારે ગરમ પણ ન હોય અને ઠંડું પણ ન હોય એવું લાગે એટલે પીય જવાનું. આ પાણી પીવાથી નર્વસ સીસ્ટમ સારી થાય છે અને માઈગ્રેન માટે પણ મદદગાર સાબિત થાય છે.

સંતરાની છલના પાવડરને પણ તમે સેવન કરી શકો છો અને તે પાણી સાથે જ કરવનો છે પરંતુ તેનાથી આપણા હાડકા દાંત ખુબ જ મજબુત થાય છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

10 thoughts on “સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ… જેને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં.. જાણો આ વસ્તુ શું છે.?”

Leave a Comment