કેમિકલ વાળા સાબુ બંધ કરીને હવે ઘરે જ બનાવો શુદ્ધ લીમડાનો સાબુ આસન રીતે… જાણો તે બનાવવાની પધ્ધતિ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🎏 ઘરે જ બનાવો લીમડાનો સાબુ અને બચો ત્વચાની દરેક સમસ્યાથી…🎏

🛁 મિત્રો આજે અમે તમને જણાવશું ખૂબ જ અગત્યની અને અલગ જ રેસેપી. રેસેપીનું નામ સાંભળતાની સાથે જ ખાવાની વાનગીઓ યાદ આવે. કોઈકને ચટપટી વાનગી તો કોઈને મીઠાઈઓ. પરંતુ મિત્રો માફ કરશો અમે આજે કોઈ એવી રેસેપી નથી લાવ્યા કે જે તમારા મોઢામાં પાણી લાવે. પરંતુ આજે અમે એક અગત્યની એવી રેસેપી લાવ્યા છી કે જેના ફાયદા ખૂબ જ અદ્દ્ભુદ છે. મિત્રો આજે અમે તમને એક એવો સાબુ બનાવવાની રીત બતાવવા જઇ રહ્યા છીએ જે તમારી ઘણી બધી સમસ્યાને દૂર કરશે.

🛁 મિત્રો જ્યારે તમને કોઈ પણ ત્વચાને લગતી સમસ્યા થાય એટલે લોકો તમને લીમડાનો સાબુ વાપરવાની સલાહ આપે છે કારણ કે તે ખૂબ જ અક્સીર ઈલાજ સાબિત થાય છે. કારણ કે લીમડો કોઈ પણ સ્કીન ઇફેક્શન અને સમસ્યા માટેનો રામબાણ ઈલાજ છે. તમે બહારથી લીમડાનો સાબુ લો તો તેમાં લીમડાનું પ્રમાણ કેટલું છે તે કોને ખબર. પરંતુ જો આ સાબુ ઘરે જ  બનાવેલો હશે તો તમે તેને એકદમ નિશ્ચિંત થઈને વાપરી શકો છો.

🛁 આ સાબુને તમે ખૂબ જ સરળતાથી ઓછી મહેનતે અને માત્ર ત્રણ જ સામગ્રીનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીમડાનો સાબુ ઘરે બનાવી શકો છો. તમને જાણીને આનંદ થશે કે લીમડો આપણી ત્વચાને ચામડીના રોગથી તો બચાવે છે પરંતુ તેની સાથે તમારા ચહેરાને પણ સૂંદર બનાવે છે. ખીલ જેવી સમસ્યા દૂર થાય છે. કારક કે લીમડામાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટી રહેલી છે.

🛁 લીમડાનો સાબુ બનાવવાની રીત:-  🛁

🛁 સૌપ્રથમ તમે તાજો કડવો લીમડો તોડી લો અને ત્યાર બાદ લીમડાને ધોઈને સ્વચ્છ કરી લો.

🛁 હવે તેમાંથી પાંદડા કાઢી લો. એક મૂઠી જેટલા પાંદડા લો.

🛁 પાંદડાને મીક્ષ્યરમાં નાખી દો અને તેમાં એક ચમચી પાણી નાખો અને પાંદડાને મીક્ષ્યરમાં પીસી લો.

🛁 હવે તેની પેસ્ટ બની ગઈ હશે. તે પેસ્ટને એક કપમાં કાઢી લો તેમાં એક વિટામીન ઈ ની  ઓઈલ કેપ્સુલ તોડીને લીમડાની પેસ્ટમાં નાખો.

🛁 બંનેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દો.

🛁 હવે તમારે જરૂર પડશે એક ગ્લીસરીન સાબુની. ગ્લીસરીન સાબુ જેવો કે પેઅર્સ આવે છે તે. (તમે ગ્લીસરીન સાબુની જગ્યાએ સોપ બેઝ પણ લઇ શકો છો જે તમને મોટી દૂકાનથી મળી રહેશે.)

🛁 હવે તે સાબુનું તમારે જીણું છીણ કરી લેવાનું છે. આપણે ગાજરનો હલવો બનાવવા માટે જે રીતે છીણ બનાવીએ છીએ તે જ પ્રકારે આ સાબુનું પણ છીણ બનાવી લેવાનું છે.

🛁 હવે તે છીણને મેલ્ટ કરવાનું છે એટલે કે ઓગાળવાનું છે. પરંતુ તે પ્રક્રિયા પેહલા આપણે તે મિશ્રણને નાખવા માટે પાત્ર તૈયાર કરી લેવાનું છે.

🛁 તમે કોઈ પણ પ્લાસ્ટીકની નાની ગોળાકાર ડબી અથવા તો આઈસ્ક્રીમની ડીસનો ઉપયોગ કરી શકો છો. તે ડબીમાં અંદરની સાઈડ બરાબર રીતે વેસેલીન લગાવી લો જેથી સાબુ સરળતાથી બહાર નીકળી શકે.

🛁 હવે તેને સાઈડમાં મૂકી દો હવે તમારે સાબુના છીણને ડબલ હિટ આપીને મેલ્ટ કરવાનું છે. મતલબ કે સીધું ગેસ પર મૂકીને મેલ્ટ નથી કરવાનું પણ થોડું અલગ રીતે મેલ્ટ કરવાનું છે.

🛁 તેના માટે એક તપેલીમાં અડધુંથી થોડું વધારે પાણી ભરી લો અને તે પાણીને ઉકળવા દો. ઉકલી જાય ત્યાર બાદ ગેસની આંચ માધ્યમ કરી દો અને સાંસીની મદદથી જે પાત્રમાં સાબુનું છીણ છે. તેને પાણીથી ભરેલી તપેલી ઉપર રાખો અને તેમાંથી નીકળતી વરાળ અને હીટથી મેલ્ટ કરવાનું છે.

🛁 હવે પછીની પ્રક્રિયા ઝડપથી કરવી કારણ કે ગ્લીસરીન સાબુ ઝડપથી જામવા લાગે છે માટે જ્યારે સાબુ થોડો મેલ્ટ થાય કે તરત જ લીમડાની પેસ્ટ તેની અંદર નાખી દો.

🛁 હવે તેને હલાવતા રહો અને તે મેલ્ટ થતું જશે અને લીમડાની પેસ્ટ પણ તેમાં સારી રીતે મિક્સ થઇ જશે.

🛁 મિશ્રણ બરાબર મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી તરત જ તે મિશ્રણ વેસેલીન લગાવેલી ડબીઓમાં ભરી દો.

🛁 હવે તેને ફ્રીઝરમાં પાંત્રીસ થી ચાલીસ મિનીટ જમાવવા માટે મૂકી દો.

🛁 ચાલીશ મિનીટ બાદ સાબુ બહાર કાઢી લો ફ્રીઝરમાંથી. હવે તમારો સાબુ એકદમ તૈયાર છે. તમે તેને સામાન્ય સાબુની જેમ ઉપયોગ કરી શકો છો.

🛁 મિત્રો તમે આ સાબુ જરૂર ઘરે બનાવો અને મેળવો અનેક ફાયદાઓ. મિત્રો આ સાબુમાં આપણને સૌથી ઓછા કેમિકલનો ઉપયોગ કર્યો છે. માત્ર ગ્લીસરીન સાબુનો ઉપયોગ કર્યો છે પણ અમે તમને ૧૦૦ % ગેરેંટી આપીએ છીએ કે બજારમાં જે લીમડાનો સાબુ મળે છે. તેના કરતા આ સાબુનું પરિણામ ખૂબ જ સારું મળશે. અને ગ્લીસરીન સાબુનો ઉપયોગ એટલે કરેલો છે કે જો તેનો ઉપયોગ ન કરીએ તો તમારી સાબુ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જાય છે.

🛁 પરંતુ તમે ગ્લીસરીન સાબુનો ઉપયોગ કરીને પણ જો લીમડાનો આ રીતે સાબુ બનાવશો તો પણ તે ખૂબ જ લાભદાયી રહેશે તમારી ત્વચા માટે. એકવાર ઉપયોગ કરશો તો હંમેશને માટે આજ સાબુનો ઉપયોગ કરવાનું મન થશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment