ગમે તેવા પીળા દાંત માત્ર બે જ મિનીટમાં બની જશે મોતી જેવા સફેદ | બ્રશ કરતા પહેલા પેસ્ટમાં મેળવો આ વસ્તુ

ગમે તેવા પીળા દાંત માત્ર બે જ મિનીટમાં બની જશે મોતી જેવા સફેદ | બ્રશ કરતા પહેલા પેસ્ટમાં મેળવો આ વસ્તુ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

બે જ મિનીટમાં તમારા દાંત બની જશે મોતી જેવા સફેદ….. કરો આ ઉપાય…..

આજે અમે તમને જણાવશું કે કેવી રીતે તમારા દાંતને બે મિનીટમાં જ કરી શકો છો એકદમ સાફ અને સફેદ મોતી જેવા. જેવી રીતે આપણા શરીરના બધા જ અંગ મહત્વપૂર્ણ છે તેમાં આપણા દાંત પણ  આપણી પર્સનાલીટીને નિખારવા માટે ખુબ જ મહત્વનું અંગ છે એવું મનાય. ઘણી વાળ લોકો વ્યક્તિત્વ બાહ્ય દેખાવથી જ મપાય જતું હોય છે. એટલા માટે આપણે આપણા દાંતને ચોખ્ખા અને સફેદ રાખવા ખુબ જ જરૂરી છે. તેના માટે આજે અમે એક ઘરેલું નુસ્ખો લઈને આવ્યા છીએ. તેનાથી તમારા દાંત એકદમ સફેદ દૂધ જેવા થઇ જશે.

જો આપણા દાંત પીળા હોય, ખરાબ થઇ ગયા હોય, દુર્ગંધ આવતી હોય, કોઈ લોકો બીડી કે સિગારેટનું સેવન કરતા હોય તેના દાંત ધીરે ધીરે ખરાબ થતા જાય છે. તો આજે પીળા દાંતને મોતી જેવા સફેદ કરવા માટે અમે એક નુસ્ખો જણાવશું. તેનાથી તમને કોઈ પણ પ્રકારનું સાઈડઈફેક્ટ પણ નહી થાય, કોઈ પણ પ્રકારની એલર્જી પણ નહિ થાય અને આરામથી ઘરે જ આ ઉપાયને બનાવી શકશો. આ નુસ્ખો કર્યા બાદ તમારા દાંતમાં થોડાક જ દિવસોમાં સફેદ થઇ જશે અને ચમકવા લાગશે.

તો આ વિધિને બનાવવા માટે સૌપ્રથમ શું શું જોઇશે તે જાણીએ. તેના માટે સામગ્રીમાં બે જ વસ્તુ જોઇશે. જે તમને માર્કેટમાં કોઈ પણ જગ્યાએ મળી પણ જશે અને ઘરે પણ એ વસ્તુને આપણે અવારનવાર ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. તે સામગ્રી છે બેકિંગ સોડા અને લીંબુનો રસ.

એક ગ્લાસમાં એક ચમચી બેકિંગ સોડા લઇ તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરવાનું છે. તેને ચમચીથી મિક્સ કરશો એટલે તેમાં ફીણ ઉત્તપન્ન થશે. એ ફીણ ઉત્તપન્ન થયા બાદ પણ તે મિશ્રણને હલાવવાનું છે.

તેને ખુબ જ હલાવવામાં આવશે એટલે પેસ્ટ બની જશે. એ પેસ્ટને થોડા દિવસો સુધી સ્ટોર પણ કરી શકાય છે. આ પેસ્ટ બરાબર મિક્સ કર્યા બાદ એક વાટકીમાં કાઢી લેવાની અને જ્યારે તમે સવારે ઉઠ્યા બાદ ટુથપેસ્ટથી બ્રશ કરો તેની જગ્યાએ બનાવેલી આ પેસ્ટથી બ્રશ કરવાનું છે. પહેલા તો પેસ્ટને બ્રશ પર લગાવી દેવાની છે અને તેને બે મિનીટ સુધી ખુલ્લા દાંત રાખીને મૂકી રેહેવા દેવાનું. પછી તેના પર બ્રશ ઘસવાનું. પરંતુ માત્ર બે જ મિનીટ ઘસવાનું તેનાથી વધારે નહિ.

કારણ કે તે તમારા દાંતના ઉપરના ભાગમાં નુકશાન પહોંચાડી શકે છે. એટલે કે વધારે સમય સુધી પેસ્ટને દાંત પર રાખવી નહી. પછી ઠંડા પાણીથી કોગળા કરી નાખવાના. ત્યાર બાદ તમે તમારા દાંતને કાચમાં જોશો એટલે તરત જ તમને ફર્ક જોવા મળશે. પીળાશ એકદમ ઓછી થઇ જશે અને દાંતમાં ચમક આવી જશે.

જો તમે આવું દસથી બાર વાર કરશો તો તમારા દાંત એકદમ મોતી જેવા સફેદ થઇ જશે. આનો  ઉપયોગ બહુ નથી કરવાનો. એક વાર તમારા દાંત બિલકુલ સાફ થઇ જાય પછી તેને બંધ કરી દેવાનો છે. આ ઉપાય એકદમ સામાન્ય અને ઘરેલું છે. અમે ઉપર જણાવ્યું એ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો તમારા દાંત પણ ચમકશે અને નુકશાન પણ નહી થાય.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment