પીવા લાગો આ 5 માંથી કોઈ 1 ચા, સ્કીન અને શરીરની ગંદકી થઈ જશે સાફ. વાળ અને ત્વચાને ઘર બેઠા સુંદર અને ચમકદાર બનાવવા ચમત્કારિક ઉપાય..

તમે હર્બલ ચા વિશે તો સંભાળ્યું જ હશે, જે તમને સ્વસ્થ રાખે છે. પણ જ્યારે સુંદરતાની વાત આવે ત્યારે, આપણે ઘણી વખત ઓનલાઇન ટેન્ડ તથા નવા બ્યુટી પ્રોડકટસ તરફ આકર્ષાઈએ છીએ. આપણે ભૂલી જઇએ છીએ કે આ બધી વસ્તુઓના બદલે પ્રાચીન ઉપાયો સુંદરતા વધારવામાં વધુ ઉપયોગી બની શકે છે. સુંદર વાળ અને સ્કીન મેળવવા માટે સૌથી સહેલી અને મુખ્ય રીત તો એ છે કે, તેને અંદરથી પોષણ મળવું જોઈએ, જેના માટે આ ખાસ ચા તમારી મદદ કરી શકે છે.

પહેલી ચા : સુંદરતાને વધારવા માટે ડેંડિલિયન ચાને ખુબ જ સારી માનવામાં આવે છે. સ્વાદમાં આ ચા થોડી કડવી હોય છે, પરંતુ તે પીત પ્રવાહને પ્રોત્સાહિત કરે છે. એસ્ટ્રોજન ડિટોક્સ અને લીવરને સપોર્ટ કરવામાં આ ચા ઉપયોગી છે. આનાથી બોડી ડિટોક્સ થાય છે, તેથી શરીરમાં રહેલ ગંદકી પૂરી રીતે વોશ આઉટ થઈ જાય છે અને સ્કીન ક્લિયર થાય છે.

બીજી ચા : જ્યારે હોર્મોન એકનેની વાત હોય ત્યારે, તેનાથી છુટકારો મેળવવા માટે ફુદીનાની ચા ને ઉત્તમ માનવામાં આવે છે. નિષ્ણાંતો કહે છે કે, ફુદીનાની ચા નિયમિત રૂપથી પીવાથી હાર્મોન ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ નિયંત્રિત થાય છે. આનાથી ખીલમાં પણ ઘણી રાહત થાય છે. આવું એટલા માટે થાય છે કે, આનાથી સ્ત્રીમાં એંડોક્રાઇન સિસ્ટમ ઉપર એન્ટિ-એંડ્રોજેનિક પર પ્રભાવ પડે છે.

ત્રીજી ચા : એન્ટિઓક્સિડેન્થીટ ભરપૂર ગ્રીન ટીના ફાયદાઓ વિશે તો લગભગ દરેક લોકો જાણતા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે, તે ત્વચા માટે પણ ખુબ જ લાભકારી છે. ગ્રીન ટી ત્વચાને નુકશાન પહોંચાડતા ફ્રીરેડિકલ્સની સામે લડે છે. આ સિવાય તેને ક્રીમ અથવા સિરમના રૂપમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો આ ચા નું સેવનથી ત્વચા સાફ અને કોમળ બને છે. તેથી નિષ્ણાંતો પણ ત્વચા માટે ગ્રીન ટી પીવાની સલાહ આપે છે.

ચોથીચા : કદાચ તમને થોડું અજીબ લાગશે, પરંતુ ગુલાબની ચા તમને એંજિગથી બચાવે છે. તમને જણાવી દઈએ કે ગુલાબને કુદરતી રેટિનોલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. વૃદ્ધત્વ વિરોધી પ્રોડકટમાં રેટિનોલનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. તે સૂર્યના UV કિરણો સામે લડવાની સારી ક્ષમતા આપે છે. ચહેરા પરથી નિરસતા અને કરચલીઓ છુપાવવા માટે તમે ગુલાબની ચાનું સેવન કરી શકો છો. આ સાથે આ ચા શરીરને વિટામિન-એ પણ આપે છે.

પાંચમી ચા: જાસુદ ચા ને ગુડહલની ચા પણ કહેવામાં આવે છે. આ ચામાં વિટામિન-એ, બી1, બી2, સી, ઝીંક અને આયરન ખુબ જ માત્રામાં હોય છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે, જે તમારી સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે જરૂરી છે. જો તમે દરરોજ ગુડહલની ચા પીવો છો, તો તે વાળને સિલ્કી અને શાઈની બનાવે છે. આ ચા ત્વચામાં સુંદરતા અને સ્થિતિ સ્થાપકતા લાવવા માટે પણ ખૂબ અસરકારક છે. આમ તમે વિવિધ પ્રકારની ચા નું સેવન કરીને તમારી સ્કીન અને વાળ માટે એક રક્ષા કવચ બનાવી શકો છો.

આ સિવાય આ ચા નું સેવન કરવાથી તમારા વાળ અને સ્કીનને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. જે વાળ અને સ્કીનને ડેમેજ થતા અટકાવે છે. આ સિવાય તેનાથી તમને શારીરિક રીતે અનેક ફાયદાઓ પણ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment