આ રીતે ઘરે બનાવો તમારું પોતાનું કંડીશ્નર જે આપશે તમારા વાળને ખુબજ પોષણ.

જો તમે ઘરે બનાવેલ આ કન્ડીશનર નો ઉપયોગ કરશો તો વાળ વધુ સિલ્કી અને ચમકદાર બનશે 

મિત્રો તમે ખબર હશે કે લોકો પટના વાળને મજબુત કરવા, ગ્લોથ વધારવા, સિલ્કી બનાવવા, લાંબા કરવા માટે અનેક શેમ્પુનો ઉપયોગ કરતા હશો. પણ વાળમાં જોઈએ એટલો બદલાવ જોવા નથી મળતો. જેના કારણે વાળ મજબુત થવાની જગ્યાએ તુટવા લાગે છે. પાતળા થતા જાય છે. તેમજ ઘણા લોકો વાળને સિલ્કી બનાવવા માટે વાળમાં કન્ડીશનર કરે છે. પણ તેનાથી પણ કોઈ ફેર પડતો નથી. પણ જો તમે ઘરે બનાવેલ આ કન્ડીશનર નો ઉપયોગ કરશો તો તમારા વાળ વધુ મજબુત, સિલ્કી અને ચમકદાર બનશે. 

શિયાળામાં વાળની કેર કરવા માટે તમે અનેક શેમ્પુ, કન્ડીશનર કરો છો, તે છતાં પણ વાળ જોઈએ એટલા સારા નથી થતા. વાળમાં તમે ઓઈલ, શેમ્પુ તેમજ કન્ડીશનર કરો છો. કન્ડીશનર એ વાળને નરમ અને સિલ્કી બનાવે છે. જયારે માર્કેટ ની અંદર અનેક કન્ડીશનર મળે છે. પણ આ કન્ડીશનર નો ઉપયોગ કરવાથી વાળને નુકસાન થાય છે. એવા આતમે ઘરેલું કન્ડીશનર નો ઉપયોગ કરી શકો છો. 

પપૈયા : પહેલા પાકેલા પપૈયા નો ગર્ભ કાઢીને તેને સારી રીતે ક્રશ કરી નાખો. હવે તેમાં થોડું દહીં, અને 2 ચમચી ગ્લીસરીન નાખીને માથામાં 30 થી 40 મિનીટ માટે લગાવી રાખો. આ પેક દ્રારા તમારા વાળ ચમકદાર અને નરમ અને સિલ્કી થશે. તેમજ બે મોવાળા વાળથી પણ છુટકારો મળશે. 

ખરતા વાળની સંભાળ : થોડા મેથીના દાણા ને એક રાત સુધી પલાળી રાખો. પછી બીજા દિવસે આ દાણા ની પેસ્ટ તૈયાર કરી નાખો. આ પેસ્ટને તમારા માથાના અંદરના ભાગ સુધી લગાવો. દોઢ, બે કલાક પછી માથાને સાદા પાણીથી ધોઈ નાખો. આ રીતે વાળની જો સંભાળ રાખવામાં આવે તો વાળ મજબુત, કાળા અને ચમકદાર બનશે. 

આંબળાનું હર્બલ તેલ : સુકા અથવા લીલા આંબલા માં થોડા મહેંદીના પાન નાખી તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટ ને એક રાત સુધી સુકાવા દો. ત્યાર પછી 150 મિલી કોપરેલ તેલમાં આં પેસ્ટ નાખીને તેને ધીમા તાપે ગરમ થવા દો. જેના કારણે તેમાં રહેલો ભેજ દુર થઇ જાય. તેને થોડી ઠંડું થયા બાદ તેને વાળમાં લગાવો. આ પેસ્ટથી માથામાં રહેલ ખોડાની તકલીફ દુર થાય છે. અને વાળ પણ મજબુત બને છે. 

કેળા : જો તમારા વાળ સુકા અને રફ થઇ ગયા હોય તો તેના માટે તમે આ કન્ડીશનર બનાવી શકો છો. પહેલા કેળાને ક્રશ કરી લો. તેમાં દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો. 30 મિનીટ પછી વાળને ધોઈ નાખો. આનાથી તમારા વાળ એકદમ સિલ્કી થઇ જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment