માત્ર ૩ રૂપિયામાં મળતી આ વસ્તુ થી દુર થાય છે વાળ ખરવાની સમસ્યા….. અપનાવો આ ઘરેલું ઉપચાર..

💁 જો તમારે વાળ ખરવાની સમસ્યા છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર.. 💁

💁 મિત્રો અત્યારે ખાસ કરીને ઘણા બધા લોકોને વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. જ્યારે શરીરમાં હોર્મોન્સ બદલતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારા વાળની ખરવાની સમસ્યા ઉભી થાય છે. લગભગ દરેક લોકોને વાળ ખરવાની આ સમસ્યા થતી હોય છે. વાળ ખરવા લાગે છે તેમજ વાળ પાતળા થઇ જાય છે અને તેનો ગ્રોથ અટકી જતો હોય છે. તો તેના માટે તમારે અઠવાડિયામાં માત્ર બે જ વખત એક તેલ લગાવવાનું છે. જે તમારા વાળને સંપૂર્ણ પોષણ આપશે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા તો દૂર થશે જ પરંતુ સાથે સાથે તેનો ગ્રોથ પણ વધશે અને વાળ કાળા પણ રહેશે. કારણ કે આપણે અહીં સમસ્યાને ધ્યાનમાં રાખીને બધી વસ્તુનો ઉપયોગ કરેલો છે.👩 આ તેલ તમે એક મહિના સુધી કાચની બોટલમાં સ્ટોર કરી શકો છો પરંતુ તમે એક અઠવાડિયા માટે બનાવો તે વધારે ફ્રેશ અને અસરકારક રહેશે માટે જો તમને અનુકૂળ હોય તો તમારે એક અઠવાડિયા માટે આ તેલ બનાવવું.

💁 તેલ બનાવવા માટે જોઈતી સામગ્રી: 💁

🥦 પાલકના પાંદડા, (વાળના ગ્રોથ અને લંબાઈ મુજબ લેવાના છે જો તમારે નોર્મલ લંબાઈ હોય તો ત્રણથી ચાર પાંદડા અને વધારે હોય તો એકથી બે પાંદડા વધારે લેવા.)

🥦 એક ચમચી મેથી દાણા,  🥦 એક ચમચી કળોંજી બીજ,  🥦 એક વિટામીન ઈ કેપ્શુલ, (જો વાળ વધારે લાંબા હોય તો બે વિટામીન એ ની કેપ્સુલ લેવાની રહેશે.)

🥥 નારિયેળ તેલ, (વાળની લંબાઈ અને ગ્રોથ પ્રમાણે લેવાનું છે.)

💁 હવે તમને એવું થાય કે પાલક અને મેથીને આ બધું વાળ માટે કંઈ રીતે ઉપયોગી બની શકે. તો મિત્રો એ પણ જાણી લઈએ કે શા માટે આપણે આ વસ્તુઓ લીધી છે. સૌપ્રથમ વાત કરીએ પાલકની તો પાલક વાળ માટે ખુબ જ લાભદાયી નીવડે છે. કારણ કે પાલકમાં વિટામીન બી, સી અને ઈ રહેલા છે આ ઉપરાંત તેમાં પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન રહેલા છે જે વાળ માટે ખુબ જ ફાયદાકારી છે. પાલકમાં રહેલા તત્વો વાળના મૂળને ઓક્સીજન પહોંચાડે છે જેથી વાળ વધારે હેલ્ધી અને મજબૂત બની જાય છે. તેમજ પાલકમાં રહેલ આયર્નથી વાળ કાળા રહે છે. મેથી દાણા વાળ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. કારણ કે તેમાં ન્યુટ્રન્સ તેમજ મેગ્નેશિયમ હોય છે.💁 આ ઉપરાંત તેમાં તાંબા જેવું તત્વ પણ રહેલું છે. મેથી આપણા વાળને ન્યુટ્રન્સ પૂરા પાડે છે તેમજ વાળનું ph મેઈનટેઇન કરે છે. તેમજ તેમાં એન્ટીઓક્સીડન્ટના ગુણો પણ રહેલા છે જેના કારણે વાળમાં ખોળો થવો તેમજ ફ્ન્ગશ થવી વગેરે સમસ્યાને દૂર કરે છે તેમજ બીજી વાર તે સમસ્યા થવા દેતા નથી. અને કળોંજી વાળ માટે રામબાણ ઔષધી ગણાય છે. કારણ કે તે વાળમાં ટાલ પડી ગઈ હોય તો પણ વાળ ફરીથી ઉગાડવામાં મદદ કરે છે. તેમજ વાળના મૂળનો વિકાસ કરી વાળનો પણ વિકાસ વધારે છે. વિટામીન ઈ કેપ્શુલ વગર આપણું તેલ વધારે અસરકારક નહિ બને. કારણ કે તે વાળને સ્મૂથ, સિલ્કી અને સાઈની તેમજ મજબૂત બનાવવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ આ તેલ બનાવવાની રીત.

💁 તેલ બનાવવાની રીત :- 💁

☘ સૌપ્રથમ પાલકને જીણી સમારી લો. ☘ હવે પાલકમાં એક ચમચી મેથી દાણા અને એક ચમચી કળોંજીના બી ઉમેરી દો. ☘ હવે એક વાસણમાં ધીમા તાપે નાળીયેર તેલ ગરમ કરવા મૂકો અને તેમાં ત્રણેય વસ્તુ ઉમેરીને ભેગી કરેલી છે તે તેલમાં નાખી દો.

☘ હવે તમારે તેલને ઉકાળવાનું છે જેથી સામગ્રીના તત્વો તેલમાં સારી રીતે ભળી જાય. ☘ હવે તેલને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી ઉકાળો ન આવી જાય. ગેસનો તાપ ધીમો જ રાખવાનો છે.

☘ પાંચ મીનીટમાં ઉકાળો આવવા લાગશે ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ થવા દો. ☘ હવે વિટામીન ઈ ની કેપ્સુલ આપણે ઠંડુ થયા બાદ ઉમેરવાની છે. ☘ તેલ ઠંડુ થયા બાદ વિટામીન ઈ ની કેપ્સુલ તોડી તેની અંદરનો પદાર્થ તેમાં નાખી દો. ☘ હવે તેલને મિક્સ કરી લો અને કોઈ બોટલમાં ભરી લો.

🥥 તૈયાર છે તમારું તેલ ઉપયોગમાં લેવા માટે.

🥥 તમારે આ તેલથી અઠવાડિયામાં બે વખત તમારા વાળમાં હળવા હાથે મસાજ કરવાની છે જેથી તેલ વાળના મૂળ સુધી જાય અને તમને તેનો પૂરે પૂરો લાભ મળી શકે. જો તમે સુતા પહેલા મસાજ કરો તો આખી રાત તેને રહેવા દો અને જો દિવસના તમે આ તેલની મસાજ કરો તો ઓછામાં ઓછી બે કલાક તો તમારે રહેવા દેવાનું છે. આ રીતે ઉપચાર કરવાથી વાળ ખરતા અટકશે અને મજબૂત બનશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment