શિયાળામાં બેજાન સ્કિન પણ બની જશે એકદમ સોફ્ટ, ચમકદાર અને મુલાયમ… અઠવાડિયામાં ફક્ત 2 વાર ઘરે બનાવી લગાવીલો આ વસ્તુ.

ખજૂર જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેટલું જ ફાયદાકારક ત્વવા માટે પણ હોય છે. શિયાળામાં પોતાની ત્વચાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. શિયાળામાં ત્વચા ખૂબ જ સુકી થઈ જાય છે અને તેની માટે તમે ખજૂર ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. ખરેખર શિયાળામાં સામાન્ય દિવસોની તુલનામાં ત્વચા વધુ રૂક્ષ અને બેજાન થઈ જાય છે, જે ખૂબ જ સ્કીન કેર પ્રોડક્ટ ના ઉપયોગ કર્યા પછી પણ સોફ્ટ અને ગ્લોઇંગ થતી નથી. ખજૂર તમારી ત્વચાને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવવાની સાથેજ તમારી ત્વચાને ખૂબ જ ભરપૂર પોષણ પણ આપશે.

ખજૂર જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલું જ ફાયદાકારક ત્વચા માટે પણ છે. તે એટલા માટે કારણ કે તેમાં ઘણી બધી માત્રામાં કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, પોટેશિયમ આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો જોવા મળે છે. ખજૂરનું ફેસપેક તમારી ત્વચાને સોફ્ટ અને નિખારવાનું બનાવવાની સાથે જ ત્વચાને ભરપૂર પોષણ પણ આવશે. જેનાથી ત્વચાને ડલનેસ અને ડ્રાયનેસ સમાપ્ત થઈ જશે અને ત્વચાને ઘણા બધા ફાયદા પણ આપશે તો આવો જાણીએ ખજૂર ફેસપેક કેવી રીતે બનાવવામાં આવે, અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તેની સાથે જ આ ફેસપેક ના ફાયદા શું હોય છે.

ખજૂર ફેસપેક બનાવવા માટે તમે ત્રણ ચાર ખજૂર લો, અને તેના બીજ બહાર કાઢો. ત્યારબાદ તેને આખી રાત માટે ¼ કપ દૂધમાં પલાળીને રાખો. ત્યારબાદ સવારે આ ખજૂર અને દૂધ સહીત મિક્સરમાં બારીક પીસીને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં એક ચમચી મલાઈ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીને દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરો, ખજૂરનો ફેસપેક તૈયાર છે.

આ રીતે કરો ઉપયોગ

ફેસ પેકને લગાવતા પહેલા તમારા સંપૂર્ણ ચહેરાને ગુલાબ જળથી અથવા દૂધ થી સાફ કરો. ત્યારબાદ ખજૂર ફેસપેકને તમારા ચહેરા અને ગરદન ઉપર સારી રીતે લગાવો. ત્યારબાદ તેને 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો. અને પાંચ મિનિટ ચહેરાની મસાજ કરીને સાદા પાણીથી તેને ધુવો.

ખજૂર ફેસપેક ના ફાયદા

ખજૂરનો ફેસપેકને અઠવાડિયામાં બે વખત ઉપયોગમાં લઈ શકો છો તેને લગાવવાથી તમારી ત્વચા સોફ્ટ અને ગ્લોઇંગ તો બનશે જ તેની સાથે પિમ્પલ્સ, એકને અને ટેનિંગની સમસ્યા પણ ઘણા હદ સુધી ઓછી થઈ જશે, તેની સાથે જ ત્વચામાં કસાવ આવશે. અને રીંકલ્સ પણ ઓછા થઇ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment