કેમિકલ વાળા બ્રાન્ડેડ મોંઘા જેલ લેવાની જરૂર નથી હવે ઘરે જ બનાવો પ્રાકૃતિક એલોવેરા જેલ આ રીતે

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌵 હવે ઘરેલું ઉપચાર માટે  બ્રાન્ડેડ મોંઘા એલોવેરા જેલ લેવાની જરૂર નથી ઘરે જ બનાવો પ્રાકૃતિક એલોવેરા જેલ… 🌵

🌵 હા મિત્રો, આપણે ઘણા એવા આર્ટીકલ જોઈ ગયા જેમાં આપણે ઘરેલું ઉપચાર અપનાવીએ આપણી ત્વચા તથા વાળ માટે તો તેમાં એલોવેરા જેલ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેનો ઉપયોગ સૂંદર વાળ અને ત્વચા માટે કરવામાં આવે છે. તમે જ્યારે ઉપચાર અપનાવો ત્યારે દરેક વખતે કુદરતી એલોવેરાનો છોડ તોડીને તેના તાજા જેલનો પણ ઉપયોગ કરી શકો છો.Image Source :

🌵 પરંતુ દરેક વખતે તેનો ઉપયોગ થોડો કંટાળા જનક લાગે છે. તો અમે એક ઉપાય લાવ્યા છીએ જેમાં તમે પ્રાકૃતિક રીતે જેલ બનાવી તેને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવું હોય તો કંઈ પણ ઝંઝટ વગર ડાયરેક્ટ તેનો યુઝ કરી શકો છો.

🌵 મિત્રો બજારમાં તૈયાર એલોવેરા જેલની બોટલો મળે જ છે. પરંતુ તેમાં કેમીકલની માત્રા કેટલી છે તેનો આપણને કોઈ અંદાજો નથી. આપણે તેની પ્રક્રિયા જોવા નથી જતા ત્યાં એટલે આપણને ખ્યાલ નથી આવતો કે તેમાં કેટલું જેલ છે અને કેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હા મિત્રો, તેમાં એલોવેરાની માત્ર ખૂબ જ ઓછી હોય છે અને પાણી અને કૃત્રિમ કલરની માત્ર વધારે હોય શકે છે. માટે જો તમારે એકદમ સારું પરિણામ મેળવવું હોય તો ઘરે જ પ્રાકૃતિક એલોવેરા બનાવવું જોઈએ. અને ખાસ વાત એ છે કે તમે માત્ર દસ મિનીટમાં જ આ જેલ બનાવી શકો છો. તો પછી હવે બજારમાં પૈસા ખર્ચવાની શું જરૂર છે. તો ચાલો જાણીએ કે કંઈ રીતે તમે બનાવી શકો છો ઘરે જ એલોવેરા જેલ. આ એલોવેરા જેલમાં આપણે એવી સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ જેના કારણે તમારા જેલની ગુણવત્તા ખૂબ જ વધી જશે. મિત્રો અમારું માનો તો બજારમાં મળતા એલોવેરા જેલ કરતા 100% સારું બનશે જેલ.Image Source :

🌵 એલોવેરા જેલ બનાવવા માટે જરૂરી સામગ્રી:- 🌵

🌵 એલોવેરાના પાંદડા,

🥥 નારિયેળનું તેલ,

🥃 બદામનું તેલ,

💊 વિટામીન ઈ ઓઈલ કેપ્સુલ,

🥃 ચંદનનું તેલ,

 અગર પાવડર, (મિત્રો અગર તમને મોટી કરીયાણાની દૂકાનેથી અથવા તો સુપર માર્કેટ માંથી મળી રહેશે.)

🌵  એલોવેરા જેલ  બનાવવાની રીત:- 🌵Image Source :

🌵 એલોવેરા  જેલ બનાવવા માટે સૌપ્રથમ એલોવેરાનાં પાંદડા ધોઈ તેને થોડી વાર સૂકવી દો. ત્યાર બાદ પાંદડાની અંદરનું જેલ કાઢી લો.

🌵 હવે તે જેલમાં થોડું પાણી નાખી દો અને તેને મીક્ષ્યરમાં નાખી તેને જ્યુસ જેવું બનાવી લો.

🌵 જો તમે એલોવેરા જેલને ઠંડે ઠંડુ બનાવશો તો તે લાંબો સમય સુધી જળવાશે નહિ માટે તેને ગરમ કરીને બનાવવું પડશે.

🌵 તો તેના માટે તે જ્યુસને એક તપેલીમાં નાખી દો અને તેને ગેસ પર ધીમી આંચે બે થી ત્રણ મિનીટ માટે તેને ગરમ થવા દો.

🌵 ત્યાર બાદ ગેસની આંચ વધારી દો અને તે ઉકળશે એટલે દૂધમાં કેમ ઉપર તર આવે એવો સફેદ પદાર્થ આવશે તેને ચમચીની મદદથી બહાર કાઢી લો.Image Source :

🌵 હવે તેમાં અડધી ચમચી અગર અગર (અગર અગર ના બદલે તમે અથવા જેનેટીલ નો પણ ઉપયોગ કરી શકો છો) ઉમેરી દો અને તેને બરાબર મિક્સ થવા દો .તે બરાબર જ્યુસમાં મિક્સ થઇ જાય ત્યાર બાદ તેને ઠંડું થવા દો.ઠંડુ થઇ ગયા બાદ તેમાં ત્રણ ચમચી બદામનું તેલ અને ત્રણ ચમચી નારિયેળનું તેલ નાખી દો.

🌵 ત્યાર બાદ તેમાં સાતથી આઠ ટીપા ચંદનના તેલના નાખી દો.

🌵અને ત્યાર બાદ ચારથી પાંચ કેપ્સુલ વિટામીન ઈ ઓઈલની નાખી દો.

🌵 બધું ઉમેર્યા બાદ તેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દો.

🌵 હવે તેને ઠંડુ થવા દો. જેમ જેમ આ મિશ્રણ ઠંડુ થતું જશે તેમ તેમ તે જેલ જેવું બનતું જશે.Image Source :

 🌵 મિત્રો અહીં અમે જેટલી માત્રામાં સામગ્રી જણાવી છે તે 250ml એલોવેરા જ્યુસ માટે ઉપયોગમાં લેવાની છે. ખાસ વાત મિત્રો એ છે કે તમારે અગરની માત્ર ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે જો તેની માત્રા વધી જશે તો જેલ બનવાને બદલે જેલી બની જશે. માટે તમારે તેનું ખાસ ધ્યાન રાખવું.

🌵 અને મિત્રો જો કદાચ ક્યારેક માત્રા વધી જાય તો ગભરાવાની જરૂર નથી તે જેલીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો ક્યારેય જેલની બદલે જેલી બની જાય તો તમારે તે જેલીમાં એક ચમચી જેટલું ગુલાબ જળ નાખી તેને મીક્ષ્યરમાં ક્રશ કરી લેવી અને તે પાતળું જેલી જેવું બની જશે અને તેનો તમે ઉપયોગ કરી શકો છો.

🌵 મિત્રો તમે તમારા ચહેરામાં માત્ર આ એલોવેરા જેલનો ઉપયોગ કરશો નિયમિત રીતે તો પણ તમને ઘણા બધા ફાયદા થશે. તેમજ તમે અન્ય ઘરેલું ઉપચારમાં પણ કરી શકો છો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

1 thought on “કેમિકલ વાળા બ્રાન્ડેડ મોંઘા જેલ લેવાની જરૂર નથી હવે ઘરે જ બનાવો પ્રાકૃતિક એલોવેરા જેલ આ રીતે”

Leave a Comment