ઘરમાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ગણતરીના દિવસોમાં જ વાળ થઈ જશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર… ગમે તેવા ખરાબ વાળ બની જશે એકદમ આકર્ષક…

મિત્રો દરેક લોકોને પોતાના વાળ અતિશય પ્રિય હોય છે તેમાં આપણા શરીરમાં વાળએ આકર્ષણનું મૂળ માનવામાં આવે છે. આપણે કોઈને કોઈ રીતે વાળની સંભાળ રાખતા હોઈએ છીએ. તે છતાં ઘણી વખત કોઈ કારણોસર વાળ નબળા પડી જતા હોય છે. આથી વાળ ખરવા, ખોડો થાવો, ટાલ પડવી, વાળ પાતળા થવા, વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમારા વાળ વધુ પડતા પાતળા છે, તો અમે તમને કેટલાક ઉપાયો જણાવીશું જેની મદદથી તમે તમારા વાળને જાડા અને મજબુત બનાવી શકશો.

લાંબા, જાડા અને મજબુત વાળ દરેક લોકોને પસંદ હોય છે. પણ વાળની વિશેષ કાળજી રાખવા છતાં ઘણા લોકોના વાળ તૂટતા અને ખરતા હોય છે. અને ધીમે ધીમે વાળ પાતળા થઈ જાય છે. જો તમે વાળને તૂટતા રોકવા માંગતા હો, તો ડુંગળી તમારી આ પરેશાનીને દુર કરી શકે છે. કેટલીક રીતે ડુંગળીનો ઉપયોગ કરીને તમે થોડા જ દિવસોમાં પોતાના પાતળા વાળને જાડા કરી શકો છો. ચાલો તો જાણી લઈએ હેર કેરના કેટલાક ફાયદાઓ વિશે.

ડુંગળીનો રસ લગાવો : તમને જણાવી દઈએ કે ડુંગળીના રસમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. જેનાથી વાળ લાંબા અને જાડા બને છે. આથી પહેલા તો ડુંગળીને ઘસીને તેનો રસ કાઢી લો અને હળવા હાથે સ્કેલ્પ પર ગોળ ગોળ મસાજ કરો. હવે 1 કલાક પછી માઈલ્ડ શેમ્પુથી હેર વોશ કરી લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ પ્રયોગ કરી શકાય છે.

ડુંગળીનું તેલ : ડુંગળીનું તેલ વાળને લાંબા કરવાથી સાથે સાથે જડથી પણ મજબુત બનાવવાનું કામ કરે છે. જેનાથી તમારા ખરતા વાળ ઓછા થઈ જાય છે. આથી પહેલા નાળિયેરના તેલમાં ડુંગળીના નાના નાના ટુકડા નાખીને તેને ઉકાળી લો. હવે તેલનો રંગ બદલે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. ઠંડુ થઈ ગયાં પછી તેનાથી માથામાં હળવા હાથે મસાજ કરો.

ડુંગળીથી બનાવો હેર માસ્ક : વાળને લાંબા અને  જાડા બનાવવા માટે તમે ડુંગળીનું હેર માસ્ક પણ ટ્રાઈ કરી શકો છો. આ માટે ડુંગળીના રસમાં લીંબુનો રસ અને આંબળાનો પાવડર નાખીને મિક્સ કરો. હવે આ પેસ્ટને વાળ પર લગાવો. અડધી કલાક પછી તાજા પાણીથી હેર વોશ કરી લો. તેનાથી તમારા પાતળા વાળ જાડા થવામાં મદદ મળે છે.

ડુંગળીના જ્યુસનું સેવન કરો : વાળને લાંબા અને જાડા બનાવવા માટે તમે અઠવાડિયામાં 2 વખત ડુંગળીના જ્યુસનું સેવન કરી શકો છો. આ માટે ડુંગળીને પહેલા તો મિક્સરમાં પીસી નાખો. હવે તેને ગાળીને જ્યુસને અલગ કરી લો. હવે આ જ્યુસમાં લીંબુનો રસ નાખીને તેનું સેવન  કરો. તેનાથી તમારા શરીરની ઈમ્યુન સીસ્ટમ મજબુત બનશે અને તમારા વાળ પણ હેલ્દી બની રહે છે. આમ ડુંગળીનું સેવન સમગ્ર રૂપે તમારા વાળને મજબુત અને જાડા થવામાં તમારી મદદ કરે છે.

ડુંગળીની પેસ્ટ લગાવો : પાતળા વાળને જાડા બનાવવા માટે તમે વાળમાં ડુંગળીનું હેર પેક પણ લગાવી શકો છો. આ માટે ડુંગળીની પેસ્ટમાં એલોવેરા જેલ અને 3 થી 4 ટીપા ટી ટ્રી ઓઈલ મિક્સ કરી લો. હવે આ તૈયાર કરેલ પેસ્ટને વાળ પર સારી રીતે લગાવો. અને અડધી કલાક પછી સાફ પાણીથી વાળને ધોઈ નાખો.

આમ ડુંગળીની પેસ્ટ માથામાં લગાવવાથી તમારા વાળ જાડા અને મજબુત બને છે. તેનાથી કમજોર થયેલ વાળમાં એક નવી જાન લાવે છે. ડુંગળીનું સેવન પણ તમારા વાળને આંતરિક રીતે પોષણ પૂરું પાડે છે. આમ બાહ્ય અને અંદરથી વાળને પોષણ મળતા વાળ લાંબા, જાડા અને મજબુત બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment