આ છે 5 વર્ષમાં સૌથી વધારે રિટર્ન આપવા વાળા 5 મ્યુચ્યુઅલ ફંડ, જાણો તેના નામ.. બીજે રોકાણ કરતા પહેલા એક વાર અવશ્ય જાણો

મિત્રો મ્યુચુઅલ ફંડ એ એક રીટર્ન આપતી કંપની છે જેમાં તમે પોતાના પૈસા રોકીને પોતાના ભવિષ્ય ને સુરક્ષિત કરી શકો છો. તેમજ તેમાં તમને સારું એવું અમુક વર્ષે રીટર્ન પણ મળે છે. આથી જ આજે મોટાભાગના લોકો મ્યુચુઅલ ફંડમાં પોતાના પૈસાનું રોકાણ કરે છે. 

જો તમે પોતના પૈસાનું અથવા તો એમ કહીએ કે પોતાની પુંજી માટે થોડું પણ જોખમ લેવામાં માટે સક્ષમ છો તો તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. વાસ્તવમાં જે લોકોને શેર બજારમાં રૂચી હોય છે તેમજ તેની સારી એવી જાણકારી હોય છે તેમને મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ એક ખાસ વાત એ છે કે તમારે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા યોગ્ય મ્યુચુઅલ ફંડનું ચયન કરવું જરૂરી છે. 

આજે અનેક મ્યુચુઅલ ફંડ બજારમાં રહેલ છે આથી તમે ક્યાં મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ એ માટે કોઈ વિત્તીય સલાહકાર પાસેથી માહિતી મેળવી શકો છો. જો કે એવા ઘણા મ્યુચુઅલ ફંડ છે જેણે છેલ્લા વર્ષોમાં સારું એવું રીટર્ન આપ્યું છે. મ્યુચુઅલ ફંડને લાર્જ-કેપ ફંડ્સ, મીડ-કેપ ફંડ્સ, સ્મોલ-કેપ ફંડ્સ, ફલેકસી-કેપ ફંડ્સ, અને ELSS ની કેટેગરી માં મૂકી શકાય છે. છેલ્લા 5 વર્ષમાં સારું એવું રીટર્ન આપનાર 5 મ્યુચુઅલ ફંડ નીચે મુજબ છે. 

એક્સીસ બ્લુચીપ ફંડ (લાર્જ-કેપ): એક્સીસ મ્યુચુઅલ ફંડ નું રોકાણ બ્લુ ચીપ સ્ટોક્સ અથવા તો મોટી કંપનીઓ ના સ્ટોક્સ માં જાય છે. આ મ્યુચુઅલ ફંડે છેલ્લા 5 વર્ષમાં 23.45% વાર્ષિક દરે રીટર્ન આપ્યું છે. આ ફંડમાં તમે રૂપિયા 1000 થી SIP ની શરૂઆત કરી શકો છો. 

કેનરા રોબેકો બ્લુચીપ ઇક્વિટી ફંડ (લાર્જ-કેપ): કેનરા રોબેકો મ્યુચુઅલ ફંડ લગભગ 8 વર્ષ પહેલા શરુ થઇ હતી. તમને જણાવી દઈએ કે થોડા વર્ષોમાં જ આ કંપનીએ પણ છેલ્લા 5 વર્ષમાં સારું એવું રીટર્ન આપ્યું છે. તેણે SIP પર છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક દરના હિસાબે 22.14% રીટર્ન આપ્યું છે. તેનું AUM 3,691.25 કરોડ રૂપિયા છે. 

PGIM India Mid-Cap Opportunities Fund : PGIM ઇન્ડિયા મીડ-કેપ ઓપ્ચ્યુંનીટીજ ફંડે છેલ્લા 5 વર્ષોમાં SIP પર 33.21% ના હિસાબે રીટર્ન આપ્યું છે. તેનું AUM 2,383.38 કરોડ રૂપિયા નું છે. 

એક્સીસ મીડ-ક્કેપ ફંડ : આ મ્યુચુઅલ ફંડ વધુ ગ્રોથની સંભાવના ધરાવતી કંપનીઓમાં જ રોકાણ કરે છે. તેનું AUM 13,834.27 કરોડ રૂપિયા નું છે. છેલ્લા 5 વર્ષમાં SIP પર આ ફંડ 26.27% ના હિસાબે રીટર્ન આપે છે. 

નીપ્પોન ઇન્ડિયા સ્મોલ-કેપ ફંડ : આ સ્મોલ-કેપ કંપનીઓમાં જ રોકાણ કરે છે. જો તમે થોડું વધુ જોખમ લેવા માટે તૈયાર હો તો તમે તમે આ ફંડમાં રોકાણ કરી શકો છો. છેલ્લા 5 વર્ષોમાં આ ફંડે SIP પર 28.22% સુધીનું રીટર્ન આપ્યું છે. 

આમ તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરીને પોતાના પૈસા પર સારું એવું રીટર્ન મેળવી શકો છો. (  મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવું એ જોખમી છે, એ માટે બજાર નું ડીપ એનાલિસિસ જરૂરી છે. રિસ્ક લેતા પહેલા તમે કોઈ એક્સપર્ટ ની સલાહ લઈ શકો છો . )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment