મ્યુચ્યુઅલ ફંડમાં આડેધડ રોકાણ કરતા પહેલા જાણો આ માહિતી, ક્યારેય નહિ ડૂબે તમારા રૂપિયા… અને રિટર્ન પણ મળશે તગડું… વાંચો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી….

મ્યુચ્યુઅલ ફંડમાં આડેધડ રોકાણ કરતા પહેલા જાણો આ માહિતી, ક્યારેય નહિ ડૂબે તમારા રૂપિયા… અને રિટર્ન પણ મળશે તગડું… વાંચો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી….

મિત્રો દરેક લોકો પોતાની આવકમાંથી ઘણા અંશે રોકાણ કરતા હોય છે, જેથી તેનું ભવિષ્ય સલામત રહી શકે અને સમય રહેતા તેનો સારો એવો નફો મળે. આ માટે લગભગ દરેક લોકો એવી કોઈ યોજનાની તલાશમાં રહેતા હોય છે જેમાં રોકાણ કરવાથી તેને સારું એવું રીટર્ન મળી શકે છે. જો તમે પણ રોકાણ કરવા માંગો છો અને તેમાંથી સારું એવું રીટર્ન મેળવવા માંગતા હો, તો તમારે એક્સપર્ટ પાસેથી જરૂરથી એક વખત સલાહ લેવી જોઈએ.

મિત્રો આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ હંમેશા રોકાણકારો માટે એક પસંદગીનું ઓપ્શન રહ્યું છે. ઘણા રોકાણકારો પોતાના ફાઇનાન્સિયલ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરે છે. વિતેલા ઘણા મહિનાઓમાં માર્કેટમાં ઉતાર ચડાવ બની રહ્યો છે. બજારમાં અસ્થિરતા અને ઉતાર-ચડાવ છતાં રોકાણકારોનો વિશ્વાસ મયૂચ્યુયલ ફંડમાં જળવાઈ રહ્યો છે. વધતી મોંઘવારી અને વધતાં વ્યાજ દરો વચ્ચે એકધારા 17 માં મહિને જુલાઈ 2022 માં એક્ટિવિટી સ્કીમ્સમાં ઇન્ફલો જોવા મળ્યું.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને હંમેશા લાંબી અવધિમાં રોકાણ તરીકે જોવામાં આવે છે. જો તમે લાંબા સમય સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જાળવી રાખો છો, તો તમને કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત ફાયદો મળે છે. પરંતુ ઘણી વખત તમને ખરાબ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી શકે છે. તેને નેગેટિવ કમ્પાઉન્ડિંગ કહેવામાં આવે છે. પરંતુ જો તમે થોડી સાવધાની જાળવી રાખો તો, તમે આવા જોખમોથી બચી શકો છો. આજે અમે તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે એક્સપર્ટ્સની રાય જણાવશું. આ મ્યુચ્યુઅલ ફંડ તમને સારું એવું રીટર્ન આપીને તમારી આર્થિક સ્થિતિ મજબુત કરવામાં મદદ કરે છે.

ગભરાવાની જરૂર નથી : BPN ફિનકેપના ડાયરેક્ટર એ.કે. નિગમનું કહેવું છે કે, અત્યારે એક્ટિવિટી બજારોમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં હજુ એક દેશના બજારની ઇમ્પેક્ટ બીજા દેશના બજારો પર પડી રહી છે. ઘણા ગ્લોબલ  શેરમાં પછડાટને કારણે ઇન્ટરનેશનલ ફંડના હાલના રિટર્ન ખરાબ થયા છે. પરંતુ આ બજાર હંમેશા આવું જ નહીં રહે. બજારમાં પહેલાથી જ મોટું કરેક્શન આવી ગયું છે અને હવે ધીરે ધીરે વેલ્યુએશન વ્યાજબી થઈ રહ્યું છે. માટે જે રોકાણકારોના પૈસા ઇન્ટરનેશનલ ફંડમાં લાગેલા છે, તેમણે ગભરાઈને નિર્ણય લેવાની જરૂર નથી. પરંતુ બજારમાં જ્યારે પણ મંદી આવે તો SIP ટોપ અપ કરાવવાની જરૂર છે.

આ ભૂલ ન કરવી : નિગમનું કહેવું છે કે, રોકાણકારો સામાન્ય રીતે એક મોટી સામાન્ય ભૂલ કરતાં હોય છે. સારું પરફોર્મ કરનારી સ્કીમમાં પ્રોફિટ બુક કરે છે, પરંતુ જે સ્કીમનું રિટર્ન એકધારું ઓછું કે નેગેટિવ હોય, તેમાં તેઓ આશામાં રહે છે કે આગળ જતાં તેમાં તેજી જોવા મળશે. જ્યારે રોકાણકારોએ આવું કરવું જોઈએ નહિ. તેમનું કહેવું છે કે, આવી સ્કીમથી દૂર રહેવું, જેનું પર્ફોર્મન્સ એકધારું ખરાબ કે સારું ન હોય. આ સલાહ એક્સપર્ટ પાસે લેવાથી તમને સાચી સ્કીમ વિશે માહિતી મળી રહે છે.

નવા રોકાણકારોએ શું કરવું : જો તમે નવા રોકાણકાર છો તો તમારે કોઈ એક્સપર્ટ પાસેથી અવશ્ય સલાહ લેવી જોઈએ. એ.કે. નિગમનું કહેવું છે કે, નવા રોકાણકારોને પોતાના રિસ્ક પ્રોફાઇલ પર ફંડ પસંદ કરવાની સલાહ છે. કારણ કે અત્યારે બધા જ પ્રમુખ બજારોની હાલત એક જેવી જ છે. અલગ-અલગ મોટી અર્થવ્યવસ્થાઓના સેન્ટીમેન્ટ એકબીજાને અસર કરી રહ્યા છે. મોટાભાગે બધી જ મોટી અર્થવ્યવસ્થાઓને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

પરંતુ અહીં એક સલાહ છે કે, નવા રોકાણકારો SIP અથવા STP દ્વારા જ બજારમાં થોડા થોડા પૈસા લગાવે. તેમનું કહેવું છે કે, રોકાણમાં પૈસા લગાવીને ફસવાની જરૂર નથી. બજારમાં જ્યારે સ્થિરતા આવે ત્યારે જ રોકાણ વિશે વિચારવું. આમ સાચી જગ્યા રોકાણ કરવાથી તમને સારો એવો નફો મળી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!