ક્રેડિટ કાર્ડ પર લાગે છે આવા 5 મોંઘા ચાર્જ જે બેન્ક કે એજન્ટ તમને ક્યારેય નથી જણાવતા. જાણો એ ચાર્જ વિશે નહીં તો

જો તમે પણ ક્રેડિટ કાર્ડ લેવા પર વિચારી રહ્યા છો, કારણ કે તમને તેના ફાયદાઓ વિશે કોઈએ જણાવ્યુ છે અને કહેવામાં આવ્યું છે કે તે ફ્રી માં ઉપલબ્ધ છે, તેથી ધ્યાનમાં રાખો કે કઈ પણ મફત નથી. બધા જ ચાર્જ ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવે છે. ચાલો આપણે 5 મહત્વપૂર્ણ ચાર્જ વિશે જાણીએ, જેના વિશે તમને ન તો કાર્ડ આપનાર એજન્ટ કહેશે, અને ન તો બેન્ક પૂછ્યા વિના માહિતી આપશે. ક્રેડિટ કાર્ડ પર 5 શુલ્ક, બેન્કો, એજન્ટો તમને તેના વિશે કહેશે નહીં.

જો તમને કોઈ કહે કે ક્રેડિટ કાર્ડ મફત મળે છે અને તેના પર કોઈ ચાર્જ લાગતો નથી, તો તે ખોટું છે. ક્રેડિટ કાર્ડ પર તમામ છૂટ અને રિવોર્ડ પ્વાઇટ્સ વિશે જણાવવા વાળા તમને કેટલાક મળી જશે, પરંતુ તે કોઈ જણાવે છે કે ખુબજ ફાયદો આપવા વાળું ક્રેડિટ કાર્ડ નુકશાન પણ ખુબજ આપે છે. તમને સસ્તી વસ્તુને અપાવવા વાળું, આ ક્રેડિટ કાર્ડ મોંઘું પણ પડી શકે છે, જો તમને તેના પર લાગવા વાળા ચાર્જ વિશે ખબર હોય તો. થોડા ચાર્જ તો દરેક કાર્ડમાં લાગતા જ હોય છે અને કેટલાક તમારી ગેર સમજના લીધે પણ લાગતા હોય છે. કેટલાક ચાર્જ વિશે તો બેન્ક કે એજન્ટ પણ આપણને જણાવતા નથી. આવો જાણીએ આ 5 જરૂરી ચાર્જ વિશે.

ઘણી બેન્કો વાર્ષિક ફી લે છે

આ એવો ચાર્જ છે જે દરેક બેન્ક અલગ-અલગ ચાર્જ લે છે. કેટલીક એવી પણ બેન્ક છે જે આનો ચાર્જ લેતી નથી. પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમય મર્યાદા કરતાં વધારે કરો છો તો, તે ફી પાછી આપી દે છે. તેથી તમે જ્યારે પણ ક્રેડિટ કાર્ડ લો, તો તે પહેલા જોઈ લો કે બેન્ક તેની પાસેથી વાર્ષિક ચાર્જ તો નથી લઈ રહી ને. અને જો લગાવી રહી છે તો તેની પોલિસી હોવી જોઇએ કે એક સમય મર્યાદા સુધી ખર્ચ કર્યા પછી તે પાછી આપે. જો બેન્ક દરેક સંજોગોમાં વાર્ષિક ચાર્જ લે છે તો તમારે ક્રેડિટ કાર્ડ ત્યારે જ લેવું જોઇએ  કે જ્યારે તમારે તેની જરૂર હોય.

ક્રેડિટ કાર્ડ માં બાકી લેણા પર ચાર્જ

આમ, તો આ ચાર્જ દરેક બેન્કમાં લાગે છે, પરતું આ ચાર્જ તેના પર જ લાગે છે, જે લોકો સમયસર બીલ ચૂકવતા નથી. એટ્લે કે જો તમે તમારી નિયત તારીખ સુધીમાં ચુકવણી કરો છો, તો બરાબર છે, નહીં તો ક્રેડિટ કાર્ડ કંપની તમારી પાસેથી એક વિશાળ વ્યાજ લેશે. ધ્યાનમાં રાખજો કે ન્યુનતમ બાકી ચુકવણી પણ તમને વિશાળ વ્યાજથી બચાવી શકશે નહીં. એટલા માટે નિયત તારીખ સુધીમાં ક્રેડિટ કાર્ડનું બીલ ભરી દેવું જોઇએ, પછી ભલેને તમારે અન્ય જગ્યા પરથી પૈસાની વ્યવસ્થા કરવી પડે, નહીં તો, તમને 40 ટકા જેટલું વ્યાજ  પણ લાગી શકે છે.

રોકડા ઉપાડવા માટે ભારે ચાર્જ ચૂકવવા પડશે

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં પહેલા સમજી લો કે, ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવામાં આવતો દરેક રૂપિયો એક રીતે લોન હોય છે. આવામાં જો તમે ક્રેડિટ કાર્ડથી લોન ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે તમે જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા કેશ ઉપાડો છો ત્યારથી જ વ્યાજ શરૂ થઈ જાય છે. એટ્લે કે તમે કાર્ડથી શોપિંગ કરો છો તો તમે સમય મર્યાદા સુધીમાં વિના કોઈ વ્યાજે પૈસા ચૂકવી શકો છો, પરંતુ રોકડા ઉપાડો છો તો તેમાં પૈસા નીકાળવાના દિવસથી  લઈને પૈસા ચૂકવવાના દિવસ સુધીનું વ્યાજ ચૂકવવું પડશે. તેથી જ ધ્યાનમાં રાખો, કે જ્યાં સુધી બધા દરવાજા બંધ ન થાય ત્યાં સુધી ક્રેડિટ કાર્ડથી પૈસા ન નીકાળવા, નહીં તો વધારે નુકશાન થઈ શકે છે.

સરચાર્જને પણ ધ્યાનમાં રાખો

લગભગ તો દરેક બેન્કમાં ક્રેડિટ કાર્ડ પર પેટ્રોલ ભરવા પર સરચાર્જ વસૂલવામાં આવે છે. જોકે, મોટાભાગની બેન્કો ક્રેડિટ કાર્ડ આપતી વખતે સ્પષ્ટ કહે છે કે, સરચાર્જ પરત મળશે, પરંતુ જો બેન્ક આવી માહિતી નહીં આપે તો તમે ચોક્કસપણે તેનાથી સ્પષ્ટ કરો. મોટાભાગની બેન્ક એક નિશ્ચિત સીમા સુધી સરચાર્જ રિફંડ કરે છે. જેમકે, તમને ઓછામાં ઓછી 500 અને વધારેમાં વધારે 5000 રૂપિયાની ટ્રાજેંકશન પર સરચાર્જ રિફંડ મળી શકે છે. આવામાં ક્રેડિટ કાર્ડ લેવાના પહેલા આ ચાર્જ વિશે જરૂરથી જાણી લેવું જોઇયે.

વિદેશી ટ્રાજેંકશન ચાર્જ

ક્રેડિટ કાર્ડને દેતા પહેલા કેટલીક બેન્ક પોતાના ફીચર્સમાં આ વાતને પણ શામિલ કરે છે કે તમે એના ક્રેડિટ કાર્ડને વિદેશોમાં પણ યુજ કરી શકો છો. જો કે, આ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે વિદેશોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમારા પર વધારે ચાર્જ લાગી શકે છે, જેના વિષે બેન્ક તમને જણાવતી નથી. જો તમે વિદેશ જવા પર વિચારી રહ્યા છો અને ત્યાં જઈને શોપિંગ કરવા માંગો છો, તો તમે બેન્કથી આ વાત પર ખુલાસો કરી લો, કે તમારા પર કેટલો ચાર્જ લગાવવાના છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment