જરૂર પડે તો ઘરે બેઠા માત્ર ચાર સ્ટેપમાં જ મળી જશે SBI ઈમરજન્સી લોન.

મહામારીના કારણે આખા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ખુબ જ ભારે નુકશાન થઇ રહ્યું છે. તો આ હાલાતમાં લોકોની પાસે પૈસાની તંગી ન થાય, અને તમને ઘરે બેઠા લોન લેવી હોય તો તમારા માટે SBI એક વિશેષ પ્રકારની સુવિધા આપી રહી છે. 

SBI એ નાના નાના કારોબારીઓ માટે ઈમરજન્સી લોન ઓફર કરી છે. આ લોન એવી છે જેમાં 6 મહિના સુધી કોઈ પણ હપ્તો ભરવો લેવામાં નહિ આવે. તેમજ આગમી 6 મહિના બાદ 7.25% ના રાહતદરે લોન ચુકવવાની રહેશે. SBI દ્વારા પોતાની YONO એપ દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આ લોન માટેની આખી પ્રોસેસ વિશે. 

લોન સાથે જોડાયેલી ખાસ વાતો :  1) આ લોન માટે અઠવાડિયામાં સાત દિવસ અને 24 કલાકમાં ગમે ત્યારે તમે આવેદન કરી શકો છો.  2 ) તેની સાથે સાથે આ લોન લેવામાં પ્રોસેસિંગ ફિસ પણ ખુબ જ ઓછી લાગે છે.  3 ) લોન માટે એપ્લાય કરતા પહેલા તમે યોગ્યતા પણ ચેક કરી શકો છો.  4 ) તેનાથી તમે એ તપાસ કરી શકો છો કે તમને આ લોન મળશે કે નહિ. 

કેવી રીતે મળશે SBI ઈમરજન્સી લોન : 

> તમારે “PAPL <એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંકો>” લખીને 567676 નંબર પર SMS મોલવાનો છે. 

> ત્યાર બાદ તમને મેસેજમાં જણાવી દેવામાં આવશે કે તમે લોન લેવા માટે યોગ્ય છો કે નહી. જો યોગ્ય ગ્રાહક હો તો માત્ર 4 સ્ટેપ માં લોન મળી જશે. 

પહેલો સ્ટેપ : SBI YONO એપ ડાઉનલોડ કરીને લોગઈન કરો.  બીજો સ્ટેપ : એપ માં Avail Now પર ક્લિક કરો. ત્રીજો સ્ટેપ :  ત્યાર બાદ ટેન્યોર અને અમાઊંટ સિલેક્ટ કરવાની. ચોથો સ્ટેપ : ત્યાર બાદ રજીસ્ટર્ડ નંબર પર OTP આવશે. OTP સબમિટ કરતાની સાથે તમારા મોબાઈલમાં લોન જવા થઇ જશે.  

> લોન માટે એપ્લાય કરતા પહેલા વ્યાજદર સહીત અન્ય જરૂરી શરતો વિશે SBI ની ઓફિશિયલ વેબસાઈટ https://bank.sbi/web/personal-banking/loans/personal-loans/pre-approved-personal-loans પૂરી જાણકારી મળી રહેશે. 

Leave a Comment