SBI બેંકમાં લાગુ પડ્યો છે આ નવો નિયમ | બધાજ ગ્રાહકોને મળશે દર મહીને આટલા ટકા % વ્યાજ.

મિત્રો ભારતની એક બેંક જે વિશ્વની સૌથી મોટી બેંકમાંથી એક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આ બેંક દ્વારા ભારતના ગ્રાહકો માટે એક ખુબ જ શુભ સમાચાર લાવી રહી છે. જેના કારણે તેના ગ્રાહકોને ખુબ જ ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે SBI માં જે લોકો પોતાનું બચત ખાતું ધરાવતા હશે તેને 2.75 % વધારે વ્યાજ મળશે. કેમ કે એક નિર્ણય દ્વારા SBI એ બચત ખાતા અને નાની રકમની લોનના વ્યાજના દરને રેપો રેટથી લીંક કરવાનું નક્કી કર્યું છે અને તેના આધારે દરેક બચત ખાતા પર 2.75 % વધુ વ્યાજ મળશે. આ નિયમને SBI દ્વારા 1 મેં, 2019 થી શરૂ કરવામાં આવ્યોછે.

SBI ના બચત ખાતા પર વાર્ષિક 3.50 % વ્યાજના દરે વ્યાજ મળે છે. જ્યારે રીઝર્વ બેંક તરફથી રેપો રેટ 6.25 % નક્કી કર્યો છે અને SBI એ આ નવા નિર્ણય બાદ દર બચત ખાતા પર 2.75 % વ્યાજ દર વધારી દેવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે વ્યાજદર વધીને 6.25 % થઇ જશે. જે ખાતા ધારકો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

આ લાભ મેળવવા માટે દરેક ખાતા ધારકના ખાતામાં એક લાખ રૂપિયા હોવા ખુબ જ આવશ્યક છે. જો બચત ખાતામાં એક લાખ રૂપિયા ન હોય તો આ લાભ મળવાને પાત્ર નથી. બેંક દ્વારા એક નક્કી કરવામાં આવ્યું છે કે જેના ખાતામાં 1 લાખ કરતા રકમ વધારે હશે તે ખાતા ધારકને રેપો રેટ થયેલા પરિવર્તનનો લાભ મળશે.

તમને જણાવી દઈએ કે ભારતની મધ્યસ્થ બેંક રીઝર્વ બેંક સમય સમય પર રેપો રેટમાં પરિવર્તન કરતી હોય છે. રેપો રેટ એ રેટ છે જેના પરથી RBI અન્ય બેંકને લોન આપે છે. રેપો રેટ ઘટવાથી ગ્રાહકો માટે બેંક તરફથી મળતી લોન સસ્તી થઈ જાય છે. રેપો રેટમાં ઘટાડો થવાથી હોમ લોન, વ્હીકલ લોન વગેરે લોન સસ્તી થઇ જાય છે.

મિત્રો જે રીતે રેપો રેટ હોય, તેવી જ રીતે રીવર્સ રેપો રેટ પણ હોય છે. રીવર્સ રેપો રેટ એટલે જે બેંકને RBI માં જમા પૈસા પર વ્યાજ મળે છે. બજારમાં જ્યારે વધારે નગદ રકમ જોવા મળે છે ત્યારે RBI રીવર્સ રેપો રેટ વધારી દેતી હોય છે. જેથી બેંકો વધારે વ્યાજ કમાવવાના હેતુથી RBI પાસે પૈસા જમા કરાવે.

આમ જોઈએ તો રેપો રેટમાં ઘટાડો થવાથી બેંકોને ફાયદો થાય છે. પરંતુ વ્યાજ દરમાં થતા વધારાને કારણે નુકશાન પણ થતું હોય છે. પરંતુ ઘણી વાર રેપો રેટમાં થતા ઘટાડાનો લાભ બેંક ગ્રાહોકોને નથી આપતી. જેનાથી ગ્રાહકોને નુકશાન થતું હોય છે અને ગ્રાહકો તેના લાભથી વંચિત રહી જતા હોય છે.

પરંતુ આ વખતે SBI એ એવું વિચાર્યું છે કે RBI દ્વારા થતા રેપો રેટના ઘટાડાનો લાભ ગ્રાહકોને પણ આપવામાં આવશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા SBI એ પોતાના બચત ખાતા અને નાની રકમની લોન બંનેને રેપો રેટથી લીંક કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી ગ્રાહોકોને પણ તેનો લાભ મળશે.

તેનાથી ગ્રાહકોને આમ જોઈએ તો બે લાભ થઇ શકે છે. એક તો ગ્રાહકોને લોન સસ્તી મળશે અને બીજો સૌથી મહત્વનો ફાયદો એ થશે કે બચત ખાતા ધારકોને પોતાની જમા રકમ પર વધારે વ્યાજ પણ મળશે. આપણે આગળ જોયું તે પ્રમાણે બચત ખાતામાં જમા રકમ પર 3.50% વ્યાજ મળતું હતું તેના બદલે 6.25% વ્યાજ મળશે જે ગ્રાહકો માટે ખુબ જ ફાયદાની વાત છે.

તો મિત્રો આ લેખને વધુમાં વધુ શેર કરો જેના કારણે લોકોને આ લાભનો ફાયદો થાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment