પાછળના વર્ષમાં સરકારે 2000 ની એક પણ નોટ નથી છાપી આ છે પ્લાન

નાણાકીય વર્ષ 2019-20 માં નથી થયું 2000 ની નોટનું પ્રિન્ટિંગ : ઘણા લોકો વચ્ચે એવી પરેશાનીમાં હતા કે 2000 ની નોટ બંધ થઇ જવાની છે. એવું સાંભળવા મળતું હતું કે સરકાર દ્વારા 2000 રૂપિયાની નોટને બંધ કરી દેવાની છે. પરંતુ આ બાબતને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે સોમવારના રોજ સરકાર દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો છે. 31 માર્ચના રોજ પૂરું થનાર ચાલુ નાણાકીય વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નોટનું છાપકામ નથી થયું. પરંતુ 2000 રૂપિયાની નોટોને છાપવાનું બંધ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. માટે નોટ બંધ થઇ જશે એ વાતથી પરેશાન થવાની જરૂર નથી. કેમ કે સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. 

નાણાકીય રાજ્ય મંત્રીએ લોકસભામાં જવાબ આપ્યો : સોમવારે નાણાકીય રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ જાણકારી જણાવી હતી. અનુરાગ સિંહ ઠાકુરે એ વાતને પણ ક્લિયર કરી હતી કે, 2000 રૂપિયાને પરિભ્રમણમાંથી પરત લેવા માટે કોઈ પણ યોજના નથી બનાવેલ. હાલ તેના માટેની કોઈ યોજના નથી.

2019 માં શા માટે ન થયું 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ : 2000 રૂપિયાની નોટના પ્રિન્ટિંગના વિષયમાં પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા નાણાકીય રાજ્ય મંત્રીએ જવાબ આપ્યો હતો કે, કોઈ પણ વિશેષ બેંક દ્વારા નોટના પ્રિન્ટિંગનો ફેસલો RBI ની સાથે વાતચીત કર્યા પછી જ લેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2019 – 20 માં 2000 રૂપિયાની નોટની કોઈ જરૂર પડી ન હતી. એટલા માટે તેનું પ્રિન્ટિંગ નથી થયું. પરંતુ તેમણે સાથે સાથે એ પણ જણાવ્યું કે 2000 ની નોટને બજારમાંથી પરત લેવા માટે કોઈ યોજના નથી. 

અત્યાર સુધીમાં 2000 રૂપિયાની કેટલી નોટોનું પ્રિન્ટિંગ ? તો તેના જવાબ અનુસાર, અત્યાર સુધીમાં 7.4 લાખ કરોડ રૂપિયાના કિંમતની નોટોનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે, અને આ આંકડો 5 માર્ચ, 2020 સુધીનો છે. 2000 કરોડ રૂપિયા ફેસવેલ્યુના વાળા 2000 રૂપિયાની નોટના પરિભ્રમણમાં છે. .93 લાખ કરોડ રૂપિયાની ફેસવેલ્યુ વાળા 2000 રૂપિયાની નોટ કરન્સી ચેસ્ટ્સમાં છે. 

ATM માં શા માટે ઘટાડવામાં આવી રહી છે 2000 ની નોટ : નાણાકીય રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું લે બજારમાં 500 અને 200 રૂપિયાની નોટનું પરિભ્રમણ વધારે છે અને ગ્રાહકોને 2000 રૂપિયાની નોટને લઈને જે સમસ્યા થાય છે તેને જોતા અમુક બેંકોe તેના ATM માં બદલાવ કરવાનો ફેસલો કર્યો છે. તો આ બેંકોમાં ભારતીય સ્ટેટ બેંક અને ઇન્ડિયન બેંક છે. આ બંને બેંકોના ATM માં 500 અને 200 રૂપિયાની નોટની સંખ્યાને વધારી છે. 

આ આધાર પર થાય છે નોટનું પ્રિન્ટિંગ : તેમણે જણાવ્યું કે કોઈ પણ નોટને છાપવાના ફેસલાને ઘણી બાબતોનું ધ્યાન રાખી કરવામાં આવે છે. નોટના પ્રિન્ટિંગ સમયે ત્યારનો મોંઘવારી દર, GDP ગ્રોથ, ફાટેલી-તૂટેલી નોટોને રિપ્લેસ કરવા માટે અને જરૂરી રિઝર્વ સ્ટોક જેવી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એટલે જ્યારે પણ નોટનું પ્રિન્ટિંગ થાય તો દેશની ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.  

Leave a Comment