ખેડૂતના નામે તમારા પૈસા પણ થશે ડબલ, લગાવો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા… કોઈ પણ રિસ્ક વગર જ થઈ જશે ડબલ…

આજના યુગમાં દરેક લોકો નાની મોટી બચત કરતા હોય છે. કારણ કે તેનાથી તેનું ભવિષ્ય સચવાઈ રહે છે. આથી જ લોકો પોતાની બચત બેંક, પોસ્ટ ઓફીસ તેમજ બીજી અનેક નાની મોટી સંસ્થામાં કરે છે. આજે તમને એક એવા રોકાણ વિશે જણાવીશું જેનાથી તમે તમારા પૈસા ડબલ કરી શકો છો. 

નાની બચત કરતા લોકોને પોસ્ટ ઓફીસ થી પણ ઘણા સારા વિકલ્પ છે. આ જ વિકલ્પો માંથી એક છે ખેડૂત વિકાસ પત્ર. આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે તેના પર ચક્રવૃતી વ્યાજ એટલે કે કમ્પાઉડીંગ નો ફાયદો મળે છે. કમ્પાઉડીંગ નો ફાયદો મળવાથી આ સ્કીમ શાનદાર રીટર્ન આપે અને અને તેમાં 124 મહિનામાં ડબલ થઇ જાય છે.

ભારતીય ડાક ની વેબ્સાઈટ અનુસાર દેશના 1.5 લાખ થી વધુ પોસ્ટ ઓફીસ માં ખેડૂત વિકાસ પત્ર ની સુવિધા નો લાભ લઇ શકાય છે. તમે તેમાં કોઈપણ પોસ્ટ ઓફીસ માં જઈને ખેડૂત વિકાસ પત્ર ખરીદી શકો છો. પોસ્ટ ઓફીસ ની આ સ્કીમમાં એકાઉન્ટ ને એક બ્રાંચ થી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવાની પણ સુવિધા છે. એટલે કે જો કોઈપણ કારણસર તમારું શહેર બદલી જાય છે તો તમે નવા શહેરની નજીકની પોસ્ટ ઓફીસ માં તેને ટ્રાન્સફર કરી શકો છો. 

આ સ્કીમ કોઈપણ એફડી ની તુલનામાં વધુ રીટર્ન આપે છે. આ માટે મેચ્યોરીટી નો સમય આમ તો 124 મહિનાનો છે. પણ તમે જરૂરત અનુસાર તેના પહેલા પણ પોતાના રોકાણ ને ઇન્ફેશ કરી શકો છો. આ સ્કીમમાં બસ એક શરત છે કે આ 30 મહિના ના લોક-ઇન સમય ની સાથે આવે છે, એટલે કે તમે રોકાણ કર્યા પછી અઢી વર્ષ પછી ગમે ત્યારે ખેડૂત વિકાસ પત્ર ને કેશ કરી શકો છો.

ખેડૂત વિકાસ પત્ર માં પૈસા લગાવવા નો હજુ વધુ એક ફાયદો છે. આ સ્કીમમાં ટેક્સમાં પણ છૂટ મળે છે. ઇન્કમ ટેક્સ ના સેક્શન 80 સી અનુસાર ખેડૂત વિકાસ પત્ર માં કરવામાં આવેલ રોકાણ પર ટેક્સ થી છૂટ નું પ્રાવધાન કરવામાં આવ્યું છે.જો તમારી ઉંમર તમારી ઉંમર 18 વર્ષ અથવા તેનાથી વધુ છે તો તમે ખેડૂત વિકાસ પત્રનો લાભ લઇ શકો છો. તેમાં સિંગલ સિવાય જોઈન્ટ એકાઉન્ટ ખોલવાનો પણ વિકલ્પ છે.

આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. એટલે કે તેમાં દર મહીને અથવા દર વર્ષે પૈસા રોકવાની જરૂર નથી પડતી. તમે તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકી શકો છો.તેમાં રોકાણ કોઈ વધુ સીમા નથી. તેનો અર્થ છે કે તમે એક વખત માં ગમે એટલી રકમ ખેડૂત વિકાસ પત્રમાં રોકી શકો છો. આમ તમે આ યોજનામાં પોતાનું રોકાણ કરીને પૈસા ડબલ કરી શકો છો. તેમજ તમારું નાનું અમથું રોકાણ આગળ જતા મોટી રકમમાં મળી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment