બોગસ માર્કશીટ બનાવી 20 વર્ષથી સરકારી નોકરી કરતા હતા સાસુમાં | વહુ એ આ રીતે ભાંડો ફોડ્યો

મિત્રો આજના સમયમાં સાસુ અને વહુ વચ્ચે ઝગડો કે બોલાચાલી થવી તે એક સમાન્ય બાબત બની ગઈ છે. લગભગ ખુબ જ ઓછા એવા ઘર હશે જેમાં સાસુ અને વહુ વચ્ચે મનમેળ હોય. બાકી લગભગ જગ્યાઓ પર આ સમસ્યા જોવા મળતી હોય છે. તો આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવશું જેને જાણીને કોઈ પણ વ્યક્તિને આશ્વર્ય થાય. કેમ કે એક સાસુના 20 વર્ષના કોભાંડ પર વહુએ પાણી ફેરવી નાખ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ સાસુની આખી પોલ ખુલી ગઈ હતી. તો ચાલો જાણીએ શું બન્યું હતું તેની આખી માહિતી. 

મિત્રો આ ઘટના મધ્યપ્રદેશમાં બનેલી છે. એક મહિલાએ પોતાની બોગસ માર્કશીટથી આજથી 20 વર્ષ પહેલા શિક્ષકની નોકરી મળેવી હતી. પરંતુ હાલમાં જ તે મહિલાની વહુએ ફરિયાદ કરી હતી અને નોકરી મેળવનાર મહિલાને બરતરફ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મહિલાની ફરિયાદ વહુએ પારિવારિક બાબતને કારણે તંત્રને કરી હતી. જેમાં વહુએ તંત્રને જણાવ્યું હતું કે, નોકરી સમયે બતાવવામાં આવેલી માર્કશીટમાં ખોટી ઉંમર અને નામ સાથે ગરબડ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. 

જે મહિલા 20 વર્ષથી ખોટી માર્કશીટના આધારે શિક્ષકની નોકરી કરી રહી હતી તેનું નામ છે પ્રેમલતા ગોયલ. જેને કલેક્ટર દ્વારા દ્વારા 4 ઓગસ્ટના રોજ નોકરી પરથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમને જણાવી દઈએ કે પ્રેમલતા જરેરુઆ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. પ્રેમલતા મુરૈનાની રહેવાસી છે અને એક શિક્ષક તરીકે તેની નિમણુક 1998 માં કરવામાં આવી હતી. તેમાં એવો આરોપ હતો કે, શિક્ષક તરીકે નોકરી કરતી પ્રેમલતાએ પોતાની માર્ક્સની માર્કશીટ સાથે અને છેડા કર્યા હતા. જેમાં તેની ઉમર સાથે તફાવત કરવામાં આવ્યો હતો. 

એવું જાણવા મળ્યું છે કે, પ્રેમલતાના પુત્રનું નામ યોગેશ હતું. જેનું થોડા વર્ષ પહેલા રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. પરંતુ યોગેશના મૃત્યુ બાદ સાસુ સસરા અને વહુ વચ્ચે ઝગડો થવા લાગ્યો હતો. એ ઝગડો એટલી હદ સુધી વધી ગયો હતો કે, આખો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યા પ્રમાણે, તે મહિલાની વહુ દ્વારા જનસુનાવણીમાં પણ ફરિયાદો નોંધાવી હતી. જેમાં તપાસ કરવામાં આવી અને છેતરપિંડીનો કરવામાં આવી હતી તેવો કેસ સામે આવ્યો હતો. 

મળતી જાણકારી અનુસાર પ્રેમલતા દ્વારા સરકારી નોકરીની આશમાં બે માર્કશીટ બનાવવામાં આવી હતી. જેમાં પહેલી યુપીની હતી અને બીજી મધ્યપ્રદેશની હતી. જેમાં યુપી એટલે કે આગ્રાની જે માર્કશીટ હતી તેમાં 3 ઓગસ્ટ, 1964 લખવામાં આવી છે. પરંતુ તેમની જ દીકરીનું નામ છે આરતી. જેના જન્મના પ્રમાણપત્રમાં 15 જુન, 1976 છે. આ બંને તારીખને સરખાવીએ તો દીકરી અને માતા વચ્ચે માત્ર 12 વર્ષનો જ તફાવત દેખાય છે. જે સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે કે પ્રેમલતાએ પોતાની માર્કશીટમાં છેડા કર્યા હતા, તેથી તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી.  

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment