બાપરે… કબાટ અને લોકરમાં ઠૂંસી ઠૂંસી ને ભર્યા હતા 142 કરોડ રૂપિયા, જોઈને ઇન્કમટેક્સ અધિકારીઓની પણ આંખો ફાટી ગઈ

બાપરે… કબાટ અને લોકરમાં ઠૂંસી ઠૂંસી ને ભર્યા હતા 142 કરોડ રૂપિયા, જોઈને ઇન્કમટેક્સ અધિકારીઓની પણ આંખો ફાટી ગઈ

કબાટ અને લોકરમાં આ રીતે ઠસાઠસ ભરેલી હતી નોટો, દશ્ય જોઇને બધાના હોશ ઉડી ગયા 

મિત્રો આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ચોરી કરીને પૈસા એવી રીતે સંતાડતા હોય છે કે કોઈને પણ તેની જાણ ન થાય છે, વિભાગે હાલ હંમણા જ હૈદરાબાદના એક ફાર્માસ્યુટીકલ ગ્રુપ પર રેડ પાડી હતી. ચાલો તો આ સમગ્ર કિસ્સા અંગે જાણી લઈએ. 

તમને જણાવી દઈએ કે આ તપાસ કરતી વખતે આયકર વિભાગના અધિકારીઓને લગભગ 142 કરોડ રૂપિયા કેશ રૂપમાં ઝડપાયા છે. જયારે આ પૈસાને કબાટ અને લોકરમાં રાખવામાં આવ્યા હતા. એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ફાર્માસ્યુટીકલ ગ્રુપની લગભગ 550 કરોડની બેનામી આવક ની જાણ થઇ છે. જયારે આયકર વિભાગના જણાવ્યા અનુસાર આ કેશ સીઝ આ નાણાંકીય વર્ષની સૌથી મોટી કેશ સીઝ છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે 6 ઓક્ટોબરે આયકરે વિભાગે 6 રાજ્યોના ખુબ જ પ્રખ્યાત ગ્રુપ્સ પર રેડ પાડી હતી. તેલંગણાના હૈદરાબાદમાં આયકર વિભાગને ખુબ જ મોટા ફાર્માસ્યુટીકલ ગ્રુપ પાસે થી 142 કરોડ રૂપિયા કેશ રૂપમાં મળ્યા છે. આ સિવાય  તમને જણાવી દઈએ કે આ ફાર્માસ્યુટીકલ ગ્રુપ ઇન્ટરમીડીએટસ, એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઇનગ્રેડીએન્ટસ અને ફોર્મુલેશન ના વ્યાપાર સાથે જોડાયેલ છે. 

આયકર વિભાગે 6  રાજ્યોની લગભગ 50 જગ્યાઓ પર રેડ પાડી છે. તેમજ આ રેડ દરમિયાન તે બધા જ ગુપ્ત સ્થાનની તપાસ કરવામાં આવી હતી જ્યાં અન્ય કેશ અને કાગળ રાખેલા હતા. ડીઝીટલ મીડિયા, પેન ડ્રાઈવ અને દસ્તાવેજના રૂપમાં પણ  આયકર વિભાગને પુરાવા મળ્યા છે. તેમજ તેને ઝપ્ત કરી લેવામાં આવ્યા છે. 

આ સિવાય તમે એ પણ જાણી લો કે ફાર્માસ્યુટીકલ ગ્રુપ કોરોના વેક્સીન સ્પૂતનીક-V ના નિર્માણ માટે રૂસી કંપની સાથે કરાર કરી ચુકી છે. તેના મોટાભાગના પ્રોડક્ટ વિદેશ એટલે કે અમેરિકા, યુરોપ, દુબઈ અને આફ્રિકી દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન ઘણા બેંક લોકર મળ્યા છે. આ રેડ દરમિયાન પ્રાપ્ત થયેલ કેશ અને બેનામી આય ની તપાસ કરવામાં આવી રહી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!