કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય, તો કેટલા રૂપિયા પાછા મળે..? 99% લોકો નથી જાણતા તેના આ નિયમો અને કાનુન… જાણો સંપૂર્ણ માહિતી બચી જશે તમારા પૈસા…

મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ તેમ આપણે આપણી બચત બેંકમાં કરતા હોઈએ છીએ. કારણ કે બેંકમાં રહેલ પૈસા બધી રીત સુરક્ષિત હોય છે. તેમજ તમારી પાસે કોઈ જોખમ રહેતું નથી. પણ જયારે કોઈ બેંક ઊઠી જાય છે ત્યારે પૈસા કેવી રીતે પાછા મળી શકે? કદાચ તમે આ વિશે નહિ વિચાર્યું હોય પણ જયારે બેંક ડૂબી જાય ત્યારે કેટલાક એવા નિયમો હોય છે જેના આધારે તમે પોતાના પૈસા મેળવી શકો છો. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

છેલ્લા કેટલાય દિવસથી ઘણી બેન્કોના ખરાબ દિવસોની ખબર આવી રહી છે. એવામાં ઘણા ગ્રાહકો પરેશાન થઇ જાય છે અને પોતાના પૈસાની ચિંતા કરવા લાગે છે. માની લો કે તમે જે બેંકમાં પૈસા જમા કર્યા છે અને તે બેંક ડૂબી જાય છે તો તમને તમારા કેટલા પૈસા પાછા મળે છે. એક વર્ષ પેલા જે નિયમ હતો તે મુજબ જયારે કોઈ બેંક ડૂબી જાય તો તમને વધુમાં 1 લાખ રૂપિયા પાછા મળતા હતા.આ નિયમને બદલવા માટે સામાન્ય બજેટ 2021 માં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ એ ડીપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડીટ ગેરેંટી કોર્પોરેશન એક્ટમાં સંશોધન નો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યાર પછી આ કાનુન બદલી ગયો અને વિમા રકમની લીમીટ 1 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. લગભગ 28 વર્ષ પછી આ વિમા રકમ વધારવામાં આવી છે. વાસ્તવમાં ડીપોઝીટ ઇન્શ્યોરન્સ એક પ્રકારની સ્કીમ છે જે મુંજબ કોઈપણ બેંક ફેઈલ થવા પર ગ્રાહકો ના વધુમાં 5 લાખ રૂપિયા સુરક્ષિત રહે છે. 

શું બદલાવ આવ્યો?:- આ બદલાવ પછી ડીપોઝીટર્સ એ એ વાતની રાહ નહિ જોવી પડે કે બેંક લીક્કીદડેશન પ્રક્રિયામાં જાય, ત્યારે પોતાની ડીપોઝીટ રકમને ક્લેમ કરી શકે. જો કોઈ બેંક મોરેટોરીયમ માં પણ હોય છે તો ડીપોઝીટર સીઆઈસીજીસી એક્ટ મુજબ પોતાની રકમ ક્લેમ કરી શકે છે. બીજી ભાષામાં કહીએ તો તેનો અર્થ છે કે નવા સંશોધન થી તે બેન્કના હજારો ડીપોઝીટર્સ ને રાહત મળી શકે કે જે બેંક લાંબા સમય સુધી મોરેટોરીયમ માં રહે છે.કેટલા જમા કરવા પર કેટલા મળે છે:- DICGC એક્ટ 1961 ની ધરા 16 (1) પ્રવાધાનો મુંજબ જો કોઈ બેંક ડૂબી જાય છે તો DICGC પ્રત્યેક જમા કર્તા ને ભુગતાન કરવા માટે ઉત્તરદાયી હોય છે. તેની જમા રાશિ  પર 5 લાખ રૂપિયા સુધી બીમો રહેશે. તમારું એક જ બેન્કની ઘણી શાખામાં ખાતું છે તો બધા ખાતામાં જમા રાશિ અને વ્યાજ જોડવામાં આવશે.અને માત્ર 5 લાખ સુધી જ તેને સુરક્ષિત માનવામાં આવશે. તેમાં મૂળ ધન અને વ્યાજ બંનેને સામેલ કરવામાં આવે છે. તેનો અર્થ કે જો બંનેને જોડીને 5 લાખ થી વધુ છે તો માત્ર 5 લાખ જ સુરક્ષિત માનવામાં આવે છે.

પૈસા જમા કરાવતા પહેલા જાણકારી જરૂરી છે:- કોઈપણ બેન્કને રજીસ્ટર કરતી વખતે DICGC તેને પ્રિન્ટેડ પહોંચ આપે છે. જેમાં ડીપોઝીટર્સ ને મળતો ઇન્શ્યોરન્સ વિશે જાણકારી હોય છે. જો કોઈ ડીપોઝીટર ને આ વિશે જાણકારી જોવે છે તો તે બેંક બ્રાંચ ના અધિકારી થી આ વિશે પુછતાછ કરી શકે છે.

બે ખાતા હોય તો શું થશે:- DICGC દ્વારા બીમાની રકમ કેલ્કયુલેટ કરતી વખતે એક જ બેંક એક જ વ્યક્તિ દ્વારા બધા એકાઉન્ટ ને ધ્યાનમાં રાખે છે. જો આ ફંડ્સ ના માલિક અલગ છે  અથવા અલગ અલગ બેંકમાં ડીપોઝીટ છે તો બીમાની રકમ અલગ અલગ જ રહેશે. માની લો કે તમે બે બેંકમાં એકાઉન્ટ ખોલ્યું છે તો આ બંને એકાઉન્ટમાં વધુમાં 5-5 લાખ જ બીમિત થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment