જાણો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના 4 ઓપ્શન, શું છે UPI, NEFT, IMPS અને RTGS પેમેન્ટનો અર્થ અને ઉપયોગ… જાણો ઓનલાઈન ટ્રાન્સફર વિશેની સંપૂર્ણ માહિતી..

મિત્રો તમે કદાચ પોતાના રોજીંદા જીવનમાં ઘણી વખત ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરતા હશો. તેમજ આજનો યુગ જ એવો છે કે દરેક ફિલ્ડમાં હવે ઓનલાઇન કામ થતું હોય છે. સાથે પૈસાની લેણદેણ પણ ઓનલાઇન થાય છે. ત્યારે તમે નેટ બેન્કિંગ, ગુગલ પે, પેટીએમ, ફોન પે વગેરે ઓપ્શન અપનાવો છે. આ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાની રીતને તમારે પુરેપુરી સમજી લેવી જોઈએ. તેમાં આવતા 4 ઓપ્શનને પણ સમજવા ખુબ જ જરૂરી છે.

ઓનલાઇન ટ્રાન્જેક્શનની ચલણ ખુબ જ વધી ગયું છે. વર્તમાન સમયમાં ફંડ ટ્રાન્સફર માટે મુખ્ય રૂપે ચાર વિકલ્પ હાજર છે. પહેલું વિકલ્પ UPI છે. જે ખુબ જ મશહુર માધ્યમ બની ગયું છે. દર મહીને UPI ની મદદથી 10 લાખ કરોડથી વધુ ટ્રાન્જેક્શન થાય છે. આ સિવાય NEFT, IMPS અને RTGS ની મદદથી પણ ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. તમારા મનમાં કદાચ એવો સવાલ થતો હશે કે ફંડ ટ્રાન્સફર માટે ચાર ચાર વિકલ્પ શા માટે છે અને તેના ફાયદાઓ શું છે.RTGS ના ફાયદાઓ અને અન્ય માહિતી:- માહિતી અનુસાર ફંડ ટ્રાન્સફરના ચાર વિકલ્પની પોતાની અલગ અલગ વિશેષતાઓ છે. આ જ કારણ છે કે આ ચાર વિકલ્પ પ્રચલિત છે. ઇન્ડિયન પેમેન્ટ ઇકોસીસ્ટમમાં ચારનું પોતાનું સ્થાન છે. સૌથી પહેલા RTGS એટલે કે રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ વિશે જાણીએ છીએ. તેને વર્ષ 2004 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પહેલા બેંક તરફથી ઈન્ડીવિજુઅલ રૂપે ફંડ ટ્રાન્સફર કરવામાં આવતું હતું. તેમાં રીયલ ટાઈમ આધારિત ટ્રાન્જેક્શન સેટલ થાય છે. તેનું સંચાનલ ખુદ રિજર્વ બેંક કરે છે.

RTGS ની કોઈ અપર લીમીટ નથી હોતી. જો કે મીનીમમ ટ્રાન્જેક્શન વેલ્યુ 2 લાખ રૂપિયા હોવી જોઈએ. 14 ડીસેમ્બર 2020 થી તેની સુવિધા 24 કલાક ઉપલબ્ધ છે. 2-5 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન પર 25 રૂપિયા અને 5 લાખથી વધુ ના ટ્રાન્જેક્શન કરવા પર 50 રૂપિયાની પ્રોસેસિંગ ફીસ થાય છે. NEFT ના ફાયદાઓ અને અન્ય માહિતી:- ઓનલાઇન પેમેન્ટ નો બીજો વિકલ્પ છે NEFT. જેને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર પણ કહેવામાં આવે છે. NEFT ની શરૂઆત 2005 માં કરવામાં આવી હતી. આજની તારીખમાં આ ખુબ જ પ્રચલિત ફંડ ટ્રાન્સફર વિકલ્પ છે. હાલ UPI અને IMPS નું ચલણ વધુ છે. પણ વર્ષ 2017 સુધી NEFT માં વાર્ષિક આધાર પર 40% ઊછળ જોવા મળ્યો હતો.

પહેલા નેફ્ટ ટ્રાન્સફર અલગ અલગ બેંચમાં સેટલ કરવામાં આવતો હતો. જે એકદિવસમાં એક વખત થતો હતો. ત્યાર પછી 2-2 કલાક કરવામાં આવ્યો. હવે બધી જ બેંચ અડધી અડધી કલાકે થાય છે. નેફ્ટ માટે મીનીમમ ટ્રાન્જેક્શન ની કોઈ લીમીટ નથી. 1 રૂપિયો પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેનું સંચાલન પણ રિજર્વ બેંક કરે છે. આરબીઆઈ એ તેનો ચાર્જ ન લેવાનો નિર્દેશ કર્યો છે. પણ બેંક 2.25 રૂપિયાથી 24.75 રૂપિયા સુધી ચાર્જ વસુલે છે.IMPS ના ફાયદાઓ અને અન્ય માહિતી:- IMPS એટલે કે ઈમીડીએટ પેમેન્ટ સીસ્ટમ ને વર્ષ 2010 માં લોન્ચ કરવામાં આવ્યું. તે સમય સુધી RTGS, NEFT ની મદદથી લીમીટેડ ટાઈમમાં ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવામાં આવતું હતું. ત્યાર પછી NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ઘણી બેંક સાથે મળીને આઇએમપીએસ ને શરુ કરવામાં આવી. આ 24*7 કામ કરે છે. આધિકારિક રૂપે તેને નવેમ્બર 2010 એ લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેની લીમીટ 2 લાખ હતી જેને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. તેની મદદથી 24 કલાક રીયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘણી બેંક માટે આ ફ્રી છે. તો ઘણી બેંક 2,5  રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી ચાર્જ લે છે. 

મંથલી ટ્રાન્જેક્શન 10 લાખ કરોડ થી ઉપર:- હવે ક્રમમાં આવે છે UPI ની. જેને યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ કહેવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષો થી તેની લોકપ્રિયતા ઘણી વધી છે. દર મહીને 10 લાખ કરોડ નું ટ્રાન્જેક્શન UPIની મદદથી થાય છે. ટ્રાન્જેક્શન ની સંખ્યા 600 કરોડ થી વધુ હોય છે. UPI ને વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સુવિધા 24*7 ઉપલબ્ધ છે. અત્યાર સુધી તે પૂરી રીતે મુક્ત છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment