SBI : sms માં આવતી કોઈ પણ લિંક પર ન કરતા ક્લિક | ખાતું થઇ જશે ખાલી

હાલ મહામારીના કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળે છે. તેવામાં લોકો રૂપિયા સાથે જોડાયેલી લેણદેણ ઓનલાઈન કરી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઓનલાઈન ફ્રોડ થવાની પણ સંભાવના વધી ગઈ છે. તો ફ્રોડ થતા આવા કિસ્સાઓને જોતા ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને એક ખાસ ઈમેલ મોકલીને અને ટ્વિટર દ્વારા સતર્ક કર્યા હતા. બેંકે ઓનલાઈન લેણદેણના સમયે સાઈબર ક્રાઈમથી બચવા માટે અમુક જરૂરી અને મહત્વની વાતોનું ધ્યાન રાખવા કહ્યું છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી કે કંઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

> SBI એ ગ્રાહકોને અજાણી લિંક પર ક્લિક ન કરવા કહ્યું છે. એવી લિંક દ્વારા OTP અને બેંક એકાઉન્ટ સંબંધી જરૂરી જાણકારી માંગવાની કોશિશ કરવામાં આવે છે. આજકાલ ગ્રાહકોમાં EMI, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અને પીએમ કેયર્સ ફંડમાં ડોનેશનના નામ પર ફર્જી લિંક પર ક્લિક કરાવે છે. ત્યાર બાદ તે તમારા બેંક એકાઉન્ટ સંબંધી જરૂરી જાણકારી એકઠી કરીને ખાતું ખાલી કરવાની કોશિશ કરી શકે છે. માટે SMS દ્વારા આવેલ કોઈ પણ લિંક પર ક્લિક ન કરો.  

> SBI એ તેના ગ્રાહકોને નોકરી અથવા કેશ પ્રાઈઝ જીતવા વાળી સ્કીમ્સથી પણ સાવધાન રહેવા માટે કહ્યું છે. તેમાં SMS, ઈમેઈલ અથવા ફોન કોલ દ્વારા જાણકારી મેળવે છે. 

> તમે તમારું ઓનલાઈન બેન્કિગનું લોગઈન, ટ્રાન્ઝેક્શન પાસવર્ડ વગેરેને સમય-સમય પર બદલતા રહો. તેમજ આવી અંગત માહિતી કોઈ સાથે શેર ન કરો.  

> કોઈ પણ બેંક તેના ગ્રાહકોને કોલ, SMS અથવા ઈમેલ દ્વારા OTP અને પાસવર્ડ જેવી જાણકારી નથી માંગતી. પરંતુ જો તમારી પાસે કોઈ આવી જાણકારી માંગે તો સાવધાન થઇ જાવ અને કોઈ પણ પ્રકારની જાણકારી ન આપો. 

> બેંકનો ફોન નંબર, સરનામું અથવા અન્ય કોઈ જાણકારી ગુગલ પર સર્ચ ન કરો. એવું જરૂરી નથી કે ઈન્ટરનેટ પર રહેલી બધી જ જાણકારી સાચી જ હોય, એ ખોટી પણ હોઈ શકે. બેંક સંબંધી કોઈ પણ જાણકારી SBI ની આધિકારિક વેબસાઈટ પર તમને આસાનીથી મળી જશે. 

> જો તમારી સાથે કોઈ પણ પ્રકારનું બેન્કિંગ ફ્રોડ થાય છે તો તેને છુપાવવાની કોશિશ ન કરવી. તમારા બેંક એકાઉન્ટ સંબંધિત કોઈ પણ ફ્રોડ વિશે જાણ થયા બાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને પૂરી જાણકારી આપો. સાથે સાથે નજીકના SBI બ્રાન્ચને પણ આ જાણકારી આપો. 

RBI ના એક રીપોર્ટ અનુસાર ડિઝીટલ લેણદેણના ચાલતા, વર્ષ 2018-19 માં 71,543 કરોડ રૂપિયાનું બેન્કિંગ ફ્રોડ થયું છે. આ અવધિમાં બેંક ફ્રોડના 6800 કરતા પણ વધારે કેસો સામે આવ્યા છે. વર્ષ 2017-18 માં બેંક ફ્રોડના 5916 કેસો સામે આવ્યા હતા. તેમાં 41,167 કરોડ કરતા પણ વધારે ફ્રોડના કેસો સામે આવ્યા હતા. તો છેલ્લા 11 આર્થિક વર્ષોમાં બેંક ફ્રોડના કુલ 53,334 જેટલા કેસો સામે આવ્યા છે. જો કે તેના દ્વારા 2.05 લાખ કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે. 

Leave a Comment