અજય દેવગને એટલી મોંઘી કાર ખરીદી જે ભારતમાં 3 લોકો પાસે જ છે.. જુઓ તેના ફોટો

આજના સમયમાં લોકો કારના ખુબ જ શોખીન હોય છે. તેની સાથે સાથે દરેક લોકો પોતાનું એક સપનું પણ રાખતા હોય છે કે જીવનમાં એક પોતાની કાર ખરીદે. પરંતુ આ મોંઘવારીના સમયમાં કાર ખરીદવી તે કોઈ સામાન્ય બાબત નથી. કેમ કે આજના સમયમાં સામાન્ય રીતે ઘરનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે. પરંતુ તેમ છતાં પણ લોકો આજે પોતાનું ઘર અને જીવનમાં એક કાર ખરીદવાનું સપનું જોતા હોય છે. તો આજે અમે તમને એક અભિનેત વિશે જણાવશું જેને ખુબ જ મોંઘી કાર ખરીદી છે. મિત્રો સામાન્ય લોકો માટે કાર ખરીદવી મુશ્કેલ હોય છે. પરંતુ અમે જેના વિશે જણાવશું તે ખુબ જ આસાનીથી એ કારને ખરીદવાની હેસિયત ધરાવે છે.

જે અભિનેતાએ કાર ખરીદી છે તે કોઈ સામાન્ય કાર નથી. તે કાર ભારતમાં દેશના મોટા ઉદ્યોગપતિ પાસે છે. પરંતુ હાલમાં જ એક બોલીવુડના અભિનેતા દ્વારા આ કાર ખરીદવામાં આવી છે. જેની કિંમત સામાન્ય વ્યક્તિ ક્યારેય વિચારી પણ ન શકે. તો ચાલો જાણીએ કોણ છે અભિનેતા અને તેણે કંઈ કાર ખરીદી છે. જેની કિંમત પણ અમે આ લેખમાં જણાવશું.

મિત્રો આજે બોલીવુડમાં ઘણા બધા એકટરો છે. પરંતુ તેમ છતાં આજે ઘણા એવા એકટરો છે જે વર્ષોથી તેના ચાહકોને ખુશ કરતા આવ્યા છે. તેમાંથી એક છે અજય દેવગન. અજય દેવગનને લક્ઝરી કારનો ખુબ જ છે. આ વાત તેમણે ઘણી વાર અલગ અલગ શો માં અને ઈન્ટરવ્યું દરમિયાન જણાવી છે. પરંતુ અજય દેવગન પોતાના આ શોખબે લઈને કોઈ પણ કસર છોડતા નથી.

આજે સુધીમાં તેની પાસે લેન્ડ રોવર, રેંજ રોવર, BMW 5 સીરીઝ, મર્સીડીઝ બેંજ અને તેના સિવાયની ઘણી બધી એવી કાર છે જે ખુબ જ લકઝરીયસ હોય. પરંતુ અજય દેવગન દ્વારા તેના કાર કલેકશનમાં હજુ એક કારનો વધારો થયો છે. કેમ હાલમાં જ અજય દેવગન દ્વારા એક નવી લકઝરીયસ ખરીદવામાં આવી છે. અજય દેવગન દ્વારા રોલ્સ રોયસ કલીકન કાર ખરીદવાના આવી છે આ ગાડી એટલી શાનદાર છે કે તેને જોઇને હરકોઈ વ્યક્તિ તેના સપના જોવા લાગે. પરંતુ આ ગાડીની કિંમત પણ એટલી જ વધારે છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો.

અજય દેવગનની નવી લક્ઝરી કાર રોલ્સ રોયસ કલીકનની કિંમત 6.90 કરોડ રૂપિયા છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી ખાસ વાત આ બાબતમાં એ છે કે, અજય દેવગન આ દેશના ત્રીજા વ્યક્તિ છે જેણે આ કાર ખરીદી છે. કેમ કે સૌથી પહેલા આ કારને ખરીદનાર વ્યક્તિ આપણા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે. ત્યાર આ કારને ખરીદનાર ટી- સીરીઝના માલિક ભૂષણ કુમાર છે. જેની પાસે આ કાર છે. મિત્રો મીડિયા રીપોર્ટ અનુસાર એવું જાણવામાં આવી રહ્યું છે કે અજય દેવગને બ્લુ કલરની રોલ્સ રોયસ ખરીદી છે. જે દેખાવે ખુબ જ આકર્ષક લાગે છે.

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ અજય દેવગનની ફિલ્મ “તાનાજી : ધ અનસંગ વોરિયર” આવી રહી છે. જેમાં અજય દેવગન નજર આવશે. અજય દેવગનની આ ફિલ્મનું કુલ બજેટ 150 કરોડ રૂપિયા છે. જે જાય દેવગનની ખાસ ફિલ્મોમાંથી આ એક ફિલ્મ હશે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે સાથે કાજોલ અને સૈફ અલી ખાન પણ અહેમ ભૂમિકામાં નજર આવશે. એવું જાણવામાં આવી રહ્યું છે અજય દેવગનની આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020 માં રીલીઝ થશે.

Leave a Comment