અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા રહસ્યો….. આજ સુધી ક્યારેય પણ સામે નથી આવ્યા…..

અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા રહસ્યો….. આજ સુધી ક્યારેય પણ સામે નથી આવ્યા…..

મિત્રો આજે દરેક મહાન વ્યક્તિ પાછળ કોઈને કોઈ રહસ્ય અને સંઘર્ષ છુપાયેલો હોય જ છે. જે કોઈ પણ વ્યક્તિ મહાન બન્યો હોય તેમણે ઘણી બધી મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો હોય છે. અને તેના ફળ સ્વરૂપ તે સફળ અને સક્ષમ બની શક્યો હોય છે. પરંતુ તેવા લોકોના ઘણા બધા એવા પણ રહસ્યો છુપાયેલા હોય છે જે ખુબ જ ઓછા લોકો સામે આવતા હોય છે. જેની જાણ ખુબ જ ઓછા લોકોને હોય છે.

તો મિત્રો આજે અમે એક એવા જ ભારતના મહાન વ્યક્તિ વિશે તમને જણાવશું. જેને આજે નાના બાળકથી લઈને બધા લોકો ખુબ જ સારી રીતે ઓળખે છે. જેમણે પોતાની જિંદગીમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. જેની પાછળના છુપાયેલા રહસ્યો આજે પણ લોકો નથી જાણતા. તો ચાલો જાણીએ કે કોણ છે એ મહાન વ્યક્તિ અને શું છે તેના જીવનનો સંઘર્ષ અને રહસ્યો.

મિત્રો તે મહાન વ્યક્તિ છે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન વિશેના આ રહસ્યો આજે જાણીને તમને પણ ઘણો આશ્વર્ય થશે. તેમણે પોતાના જીવનને સફળ તો બનાવ્યું પણ તેના જીવનમાં વિક્ષેપો આવ્યા પણ તેની મજબુત વિચાર દ્રષ્ટિના કારણે તે આજે સફળ છે. પરંતુ આજે અમે જે તેના વિશેના રહસ્યો જણાવશું તે ખુબ જ રોચક છે. તો ચાલો જાણીએ અમિતાભ બચ્ચનના રહસ્યો વિશે.

કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે પૈસા કમાવવા જાય તો તેને પહેલા પગારની ખુબ જ જીજ્ઞાસા હોય છે. આજકાલ કોઈ પણ વ્યક્તિ હોય તેના પહેલા પગાર આવે એટલે બધા ખુબ જ ખુશ હોય છે. તો મિત્રો અમિતાભ બચ્ચનનો પહેલો પગાર જાણીને તમે આશ્વર્ય વ્યક્ત કરશો. અમિતાભ બચ્ચનનો પહેલો 500 રૂપિયા હતો.

આપણે બધા અમિતાભ બચ્ચનને જ્યારથી ઓળખીએ છીએ ત્યારથી તેની સરનેમ પણ બચ્ચન તરીકે જ ઓળખીએ છીએ. પરંતુ તેમની સાચી સરનેમ ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. અમિતાભ બચ્ચનની સાચી સરનેમ છે શ્રીવાસ્તવ. પરંતુ તેના પિતાનું ઉપનામ હતું બચ્ચન. અને એટલા માટે જ અમિતાભ બચ્ચને તેમની પાછળ પણ બચ્ચન રાખવા લાગ્યા.

આજકાલ લોકોને કાર ખરીદવી ખુબ જ આસાન લાગે છે. પરંતુ એક સમય હતો ત્યારે કાર ખરીદવી ખુબ જ કઠીન અને મુશ્કેલી વાળું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને પોતાની પહેલી કાર ખરીદી એ સેકેન્ડ હેન્ડ એટલે કે જૂની કાર ખરીદી હતી. અને તે કાર ફિયાટ કંપનીની હતી. એ સમયે એમ્બેસેડર અને ફિયાટ કંપનીની કારોનો એક સારો એવો સમય ભારતમાં ચાલી રહ્યો હતો.

આ વાતનો આપણે બધા  જ જાણીએ છીએ કે બોલીવુડ સૌથી સારી જો કોઈ હાઈટ ધરાવતું હોય તો એ છે અમિતાભ બચ્ચન. પરંતુ તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને પોતાની વધારે હાઈટ માટે ઘણી વાર કામ પણ મળ્યું ન હતું.

દરેક સફળ લોકોએ પોતાના જીવનમાં ઘણી વાર અપમાનનો સામનો કરવો પડતો હોય છે. તો તમને જણાવી દઈએ કે એક વાર અમિતાભ બચ્ચનને પણ એક જગ્યા પરથી કાઢી મુકવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનને તેના અવાજના કારણે ઓલ ઇન્ડિયા રેડીઓ માંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ આજે એ જ અવાજને રોકોર્ડ કરવાના કરોડો રૂપિયા લાગે છે.

અમિતાભ બચ્ચનની સૌથી સારી અને બે મોટી આદત છે. અમિતાભ બચ્ચન ક્યારેય પણ ચા કે દારૂનું સેવન નથી કરતા. તેમણે ઘણા ફિલ્મોમાં શરાબીનો રોલ અવશ્ય કર્યો છે પરંતુ આજે સુધી તેમણે પોતાના જીવનમાં ક્યારે પણ શરાબને હાથ નથી લગાવ્યો. તેની પાછળ તેમનું કહેવું છે કે આજે જે કંઈ પણ હું છું તેનું કારણ છે કે મને કોઈ વ્યસન નથી.

અમિતાભ બચ્ચન લગ્ન બાદ એકવાર પણ અફેરના મામલામાં સામે નથી આવ્યા. તો તમને જણાવી દઈએ કે તે પરિવાર બાબતે ખુબ જ સીરીયસ રહે છે. આખો પરિવાર સાથે બેસીને જમે છે. જયા ભાદુરી અને અમિતાભ બંને સૌથી પહેલા ફિલ્મ સંસ્થાનમાં મળ્યા હતા. ત્યારે જયા ભાદુરી અભ્યાસ કરી રહી હતી.

અમિતાભ બચ્ચન પાસે ઘણા બધા આર્ટ છે. તેમાંથી એક કળા ખુબ જ સારી છે કે અમિતાભ બચ્ચન બંને હાથો વડે લખી શકે છે. પરંતુ અમિતાભ બચ્ચનને એક બીમારી પણ છે. જેના વિશે લગભગ લોકો નહી જાણતા હોય. અમિતાભને હેપેટાઈટીસ-B નામની લીવરની બીમારી છે.

લોકો આજે ખુબ જ હરવાફરવા માનવા લાગ્યા છે. તો અમિતાભ બચ્ચન પણ ફરવાના ખુબ જ શોખીન છે. અમિતાભ બચ્ચન સૌથી વધારે લંડન અને સ્વિઝરલેન્ડમાં ફરવા જવાનું પસંદ કરે છે.

મિત્રો અમિતાભ બચ્ચનમાં ઘણી બધી કળાઓ છે. પરંતુ તેને વિકસાવવા માટે તેને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. સૌથી પહેલા જ્યારે એ ફિલ્મોમાં કામ માટે ગયા ત્યારે તેને ખુબ જ મોટા અપમાનને સહન કરવું પડ્યું હતું. ત્યારે તેને કહી દેવામાં આવ્યું હતું કે તમે ફિલ્મમાં નહિ ચાલો, કારણ કે તમારો ચહેરો ખુબ જ કદરૂપો છે. પરંતુ ત્યારે અમિતાભ બચ્ચને નક્કી કરી લીધું હતું કે જીવનમાં એક વાર જરૂર સફળ થઇને બતાવીશ. અને આજે તેનું પરિણામ આપણી સામે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment