દિવાળી માટે ફર્નીચર રેપોલીશિંગ કરો વગર પૈસે… કરો આ વસ્તુનો ઉપયોગ ચમકી જશે ફર્નીચર

0
1803
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 તમારા ઘરના બેરંગ દરવાજા બારીઓ અને ફર્નીચર ચમકાવો પૈસા વગર.. 💁

મિત્રો લગભગ બધા લોકોના ઘરમાં વૂડન ફર્નીચર તેમજ બારી બારણા હોય છે. પરંતુ સમય જતા તમે જોશો તો તેની ચમક ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો મિત્રો થોડા સમયાંતરે તે ફર્નિચરને રીપોલિશની જરૂર હોય છે. પરંતુ જો તમે બહાર રીપોલિશ કરાવો તો તેનો ખર્ચો ખુબ જ વધારે આવે છે. પરંતુ આજે અમે તમને ચાર એવી ટ્રીક્સ જણાવશું કે જેમાં તમારે સરળતાથી ફર્નીચર ફરી પાછું નવા જેવું ચમકવા લાગશે.Image Source :

પહેલી ટ્રીક્સ છે વૂડપોલિશ ખરીદીને તેનો ઉપયોગ કરીને ફર્નીચર ચમકાવવાની. મિત્રો વૂડપોલિશ તમને બજારમાંથી મળી રહેશે.અને તે વૂડ પોલિશ પર જ ઇન્સટ્રકસન આપેલું હોય છે કે તેનો કંઈ રીતે ઉપયોગ કરવો. અને આ ઇન્સટ્રકશન મુજબ જ કારીગર પોલિશ કરતા હોય છે. પરંતુ મિત્રો જો તમે કારીગરને બોલાવો તો તે આ કામના ઘણા બધા પૈસા ચુકવવા છે. જે તમે પોતે ખુબ જ સરળતાથી કરી શકો છો.

મિત્રો ૧૦૦ રૂપિયાની અંદર જ આ વૂડપોલિશ મળી રહેશે. ખુબ જ સરળ રીત છે તમારે આ પોલિશ એક કપડા વડે ફર્નીચર પર લગાવી દેવાનું છે. ત્યારબાદ બીજા કપડાથી ઘસવાનું છે અને આવું કરવાથી તમારું ફર્નીચર એકદમ નવા જેવું ચમકવા લાગશે.Image Source :

મિત્રો બીજી રીત છે તેમાં કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી તમારા ઘરમાં રહેલ વસ્તુનો ઉપયોગ કરીને તમે ફર્નીચર ચમકાવી શકો છો. આ રીતે ફર્નીચર ચમકાવવા માટે તમારે બે વસ્તુ જોઇશે એક તો નાળીયેર તેલ જે આપણે વાળમાં લગાવવામાં ઉપયોગ કરીએ છીએ અને બીજું છે સફેદ વિનેગર કે જે ચાઇનીઝ ડીશમાં ઉમેરવામાં આવે છે. આ પ્રયોગ માટે જો તમે ત્રણ ચમચી તેલ લો તેમાં એક ચમચી વિનેગર ઉમેરવાનું છે. આ પ્રમાણે બંને વસ્તુ લઇને બંનેને બરાબર મિક્સ કરી લેવાનું છે.

આ પ્રયોગને કરતા પહેલા તમારે એક સ્વચ્છ અને સૂકું કપડું લઈને પહેલા ફર્નિચરને સાફ કરી લેવાનું છે. ત્યારબાદ એક કોટનનું કપડું લઇ તેને આ મિશ્રણમાં બોળીને ત્યારબાદ ફર્નીચર પર લગાવવાનું છે. લગાવશો ત્યારે થોડું ચીકણું લાગશે પરંતુ પંદરથી વીસ મિનીટ પછી એક સૂકા કપડાથી તેને ઘસીને લૂછી લેવાનું છે. ત્યારબાદ તમે જોશો તો તે એકદમ ચમકી ગયું હશેImage Source :

ત્રીજી રીતમાં વેસેલીનનો ઉપયોગ કરવાનો છે, જે બધા લોકોના ઘરમાં સરળતાથી મળી રહે છે. મિત્રો ખુબ જ સરળ અને સસ્તી રીત છે આ. તમારે જ્યાં ફર્નીચર પોલિશ કરવું છે ત્યાં તમારે આંગળીની મદદથી વેસેલીન લગાવી દેવાનું છે ત્યારબાદ કપડા વડે તેને ફેલાવી દેવાનું છે અને હળવા હાથે ઘસવાનું છે. ત્યારબાદ થોડીવાર પછી ત્યાં પાણીના થોડા ટીપા છાંટવાના છે અને ત્યારબાદ તમારે ત્યાં એક કોરા કપડા વડે જે રીતે બૂટ પોલિશ કરતા હોઈએ તે રીતે કપડાથી બેથી ત્રણ વાર ઘસવાનું છે. ત્યારબાદ તમારું ફર્નીચર એકદમ ચમકવા લાગશે.

આ ઉપરાંત તમે ત્રણેય વસ્તુની મદદથી પણ ખુબ જ અસરકારક રીતે ફર્નિચરને ચમકાવી શકો છો. આ મેથડનો ફાયદો એ છે કે ખુબ જ લાંબા સમય સુધી ફર્નિચરની ચમક ટકી રહેશે, જો તમે આ મેથડથી ફર્નિચરને પોલિશ કરશો તો. આ મેથડમાં તામારે ત્રણ ચમચી નાળીયેર તેલ લેવાનું છે અને તેમાં એક ચમચી સફેદ વિનેગર અને એક ચમચી જેટલું વેસેલીન ઉમેરવાનું છે.Image Source :

ત્યારબાદ તેને ખુબ સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ એક કપડાથી પહેલા ફર્નીચર સાફ કરી લેવું ત્યારબાદ  તમારે કોટનના કપડાની મદદથી તે મિશ્રણ ફર્નીચર પર લગાવી દેવાનું છે ત્યારબાદ પંદરથી વીસ મિનીટ પછી એક કપડા વડે ફર્નીચર ઘસીને લૂછી લેવાનું છે.

તો મિત્રો આ ચાર મેથડનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં રહેલ બેજાન ફર્નિચરને મિનિટોમાં ચમકાવી શકો છો અને ખાસ વાત એ છે કે આ મેથડમાં તમારે ૧૦૦ રૂપિયાથી પણ ઓછા ખર્જામાં ફર્નીચર ચમકી જશે અને નવા જેવા બની જશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ   (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here