મચ્છરની અગરબત્તી જગાવતા પહેલા પરિવાર વિશે વિચારજો… સિગારેટ કરતા પણ વધુ નુકશાનકારક છે આ…

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

મચ્છરની અગરબત્તી અને મચ્છરના આયુર્વેદિક ઉપાય.

 Image Source :

🐝 મિત્રો વરસાદની ઋતુ ચાલુ થઇ ગઈ છે.આપણે જાણીએ જ છીએ ક વરસાદની ઋતુમાં સૌથી વધારે  ત્રાસ હોય છે માખી અને મચ્છરનો. તેના માટે બજારમાં પણ સ્પ્રે તેમજ અન્ય સાધનો મળતા હોય છે પરંતુ મિત્રો તેની આડઅસર હોય છે.તેથી બને તો તેનો ઉપયોગ છોડવો જોઈએ.તો સવાલ એ થાય કે એ નહિ તો બીજું એવું શું કરવું જેના દ્વારા મચ્છર અને માખીઓથી છુટકારો મેળવી શકાય છે.

 Image Source :

🐝 તો મિત્રો આજે અમે લાવ્યા છીએ એવી ઘરેલું ટીપ્સ કે જેના દ્વારા તમે ઘરની વસ્તુઓના પ્રયોગાથી જ છૂટકારો મેળવી શકશો માખી અને મચ્છરોથી.મિત્રો મચ્છરને આ પ્રયોગોથી ઘર્નીજ વસ્તુઓથી ભગાવો અને મચ્છરની સાથે સાથે મચ્છરના કરડવાથી થતા ગંભીર રોગોથી પણ .

 Image Source :

🐝 મચ્છરનો ઉપચાર કરવો ખૂબજ જરૂરી બની જાય છે કારણકે મચ્છર અને માખીઓ દ્વારા જ ડેન્ગ્યું,મેલેરિયા અને ચીકનગુનિયા જેવા ગંભીર રોગો ફેલાય છે માટે તેનો નિકાલ અવશ્ય કરવો જોઈએ.

🐝 મચ્છરના કરડવાથી બચવા તેમજ મચ્છરોને ભગાવવા માટે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો તમે.:- 🐝 

 Image Source :

🌱 લીમડાના તેલ અને કપૂરના ઉપયોગથી પણ તમે મચ્છરને ભગાવી શકો છો.લીમડાનું તેલ ખૂબજ ઉપયોગી હોય છે.તેનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓને જીવજંતુ થી બચાવવા માટે થાય છે તેમજ આપણા સારા સ્વાસ્થ્ય માટે પણ સારો હોય છે.પરંતુ મિત્રો આજે અમે તેનો એક અલગ ઉપયોગ લાવ્યા છીએ તેનાથી મચ્છરથી પણ છૂટકારો મેળવી શકાય છે.

 Image Source :

🌱 તો જાણો આરીતે કરશો લીમડાનો પ્રયોગ તો મચ્છરથી મળશે છૂટકારો.લીમ્બ્દાના તેલમાં એન્તીવાયરલ ,એન્ટી બેક્ટેરીયલ તેમજ એન્ટી ફંગલ ગુણ રહેલો છે.જેની સૂગન્ધથી મચ્છર કોશો દૂર રેહવાનું પસંદ કરે છે.તેને સ્કીન પર લગાવી મચ્છરના કરડવાથી બચી સકાય છે.લીમડાનું તેલ  અને કપૂરનું મિશ્રણ મચ્છરને દૂર રાખવા માટેનો સૌથી પ્રભાવશાળી ઉપાય છે.

 Image Source :

🌱 તેનો પ્રયોગ આ રીતે કરવો:-મચ્છર ભાગાવનાર મશીનની રીફીલ કે જે બોટલની વછે જે કાળી બત્તી હોય તે ખાલી થઇ જાય ત્યારે તેને ફેંકી દેવામાં આવે છે અથવા તો નવી રીફીલ લગાવવામાં આવે છે.તો ખાલી રીફીલ ફેંકવી નહિ પરંતુ તેમાં લીમડાનું તેલ ભરી દેવું આને થોડું કપૂર ઉમેરી દેવું.

 Image Source :

🌱 પરંતુ આ પ્રયોગ કરતી વખતે સાવધાની રાખવી તેમજ બાળકોની સામે આ રીફીલ નાં ભરવી .હવે લીમડાના તેલ અને કપૂરના મિશ્રણથી ભરેલી રીફીલને ફરી પાછી મશીનમાં લગાવી દો અને તેને ઓન કરી દો.મિત્રો આ રીફીલ બજારમાં મળતી રીફીલથી ખૂબજ સસ્તી પડશે તેમજ વધારે પ્રભાવશાળી પણ રહેશે.

 Image Source :

🌿 મિત્રો પૂદીનાની સુગંધ જેટલી આપણને ગમે છે તેટલીજ નફરત મચ્છર પૂદીનાની સૂગંધને કરે છે.મિત્રો ખૂબજ સરળ રસ્તો છે જે મચ્છરને ઘરમાં પ્રવેશતા અટકાવશે .તેના માટે તમારે માત્ર કૂંડા માં પૂદીનો લગાવી તે કૂંડાને બારી તથા દરવાજા પાસે રાખી દેવું અને પછી જુઓ મચ્છર પૂદીનાની સૂગંધને કારણે ઘરમાં પ્રવેશવાનું તાળશે.આ ઉપરાંત પૂદીનાના તેલનો સ્પ્રે રૂમમાં લગાવી દેશો તો પણ મચ્છર ઘરમાં નહિ આવે.અને શરીર પર પૂદીનાનું તેલ લગાવામાં આવે તો મચ્છર કરડવાની હિંમત નથી કરતુ.

 Image Source :

🍂 સરસવનું તેલ પણ મચ્છરના ઉપચાર માટે ખૂબજ ફાયદાકારક નીવડે છે .સામાન્ય રીતે સરસવનું તેલ ઘરેજ મળી જતું હોય છે અને ઘરે નાં હોય તો કોઈ પણ સ્ટોરમાં સરળતાથી મળી જાય છે.સામાન્ય રીતે સરસવના તેલનો ઉપયોગ ખાવામાં તેમજ માલીશ કરવામાં થાય છે.તે ત્વચાનો રંગ સૂધાર્વામાં મદદ કરે છે આ સાથે તેને જો શરીર પર લગાવવામાં આવે તો મચ્છર કરડતા નથી.આ ઉપરાંત સસવની સૂગધથી પણ મચ્છર દૂર રેહવાનું પસંદ કરે છે.

 Image Source :

🌱 તુલસીનો પ્રયોગ કરીને પણ મચ્છરોથી બચી શકાય છે.મિત્રો તમને જાણીને નવાઈ લાગશે ક તુલસીથી તો મચ્છર દૂર જ રહે છે.જો પાણીમાં મચ્છરના લાર્વા તરતા નજર આવે તો તુલસીના પાંદડા તેમાં નાખવામાં આવે તો તે લાર્વા નષ્ટ પામે છે આ ઉપરાંત તુલસીનો છોડ જો બારી કે દરવાજાની આસપાસ હશે તો મચ્છર ઘરમાં નહિ આવે .તો મિત્રો આ વાત જાણીને એવું લાગે કે આપના શાસ્ત્રોમાં શા માટે ઘરના આંગળે તુલસી વાવવાની સલાહ અપાઈ છે.મિત્રો એવું લાગે તેની પાછળનું એક કારણ મચ્છરને દૂર ભાગાવાનું હશે તેવું કહીએ તો પણ તે ખોટું નાં સાબિત થાય.

 Image Source :

🌱 કપૂરથી પણ મચ્છરને દૂર ભગાવી શકાય છે.જો કોઈ રૂમમાં તમે મ્છારથી પરેશાન છો તો રૂમ ના બારી બારણા બંધ કરી દો અને અંદર કપૂરનો ધૂપ કરી દો અને પછી જુઓ અડધા કલાક પછી રૂમ માં જાશો તો એક પણ મચ્છર જોવા નહિ મળે.

 Image Source :

🌱 લસણનો ઉપયોગ તમે ખાવામાં કરતા હશો પરંતુ તમને જાણીને થોડું આશ્ચર્ય થશે ક લસણની સુગંધ મચ્છરને બિલકુલ પસંદ નથી હોતી.તો મચ્છરને દૂર રાખવા માટે લસણની આઠ થી દસ કળીઓ ફોલી લો અને પીસી લો ત્યાર બાદ એક ગ્લાસ પાણીમાં તેને ઉકાળી લો ત્યાર બાદ તે પાણીને ઠંડુ થવા દો .ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેને ગાળીને સ્પ્રેની બોટલમાં ભરી દો અને તે સ્પ્રેનો ઉપયોગ ઘરમાં કરવો અને પછી જોઉં મચ્છર ઘરમાં ફરકશે પણ નહિ.

 Image Source :

🌱 આ પ્રયોગ કરવાથી ઘરમાં રહેલ મચ્છર મારી જાય છે ને અન્ય મચ્છરો ઘરમાં આવતા નથી.આ પાણી શરીર પર લગાવવામાં આવે તો મચ્છર કરડતા નથી તેમજ જો તમે રોજ લસણનું સેવન કરો છો તો પણ તમને મચ્છર ઓછા કરડશે.

 Image Source :

🍋 સીનટ્રોનેલા  ઓઈલ કે જે લીંબુના ઘાસમાંથી બનાવવામાં આવે છે.આ ઓઈલનો ઉપયોગ સામાન્ય રીતે સાબુ, મીણબતી ,અગરબતી તેમજ અન્ય કોસ્મેટીક માટે થાય છે. તેમાં એક સક્ષમ એન્ટી ફંગલ ગુણ રહેલો છે.તેની સુગંધથી મચ્છર તેમજ કીડી મકોડા દૂર ભાગે છે.આ તેલ થોડું શરીરમાં લગાવવામાં આવે તો મચ્છર નહિ કરડે.આ તેલને સ્પ્રે ની જેમ રૂમમાં લગાવવામાં આવે તો મચ્છર રૂમમાં આવશે નહિ.

🐝 મિત્રો મચ્છરથી બચવા આટલી સાવધાની રાખવી ખૂબજ જરૂરી છે:- 🐝

 Image Source :

એક વાર ઘરમાંથી મચ્છર ભાગી જાય છે ત્યાર બાદ તે પાછા આવી શકે છે.વધારે પાતળા સાંજના સમયે ઝડપથી મચ્છર આવે છે અને રાત્રે ઘરમાં ઘૂસી તમને પરેશાન કરી શકે છે..તેથી રાતના સમયે બારી બારણા બંધ રાખવા આ ઉપરાંત તમે બારી બારણાના દરવાજા આગળ એકદમ જીણી જાળી વાળો દરવાજો લગાવી દેવો અને તે બંધ રાખવો .

 Image Source :

ચોમાસામાં મચ્છર થવાનું મુખ્ય કારણ છે જમા રહેતું પાણી.તેથી ઘરમાં તથા ઘરની આસપાસ પાણી જમા નાં થવા દેવું.જો પાણી જમા થાય તો માંચારને પોતાનું પરિવાર વધારવા માટે યોગ્ય સ્થાન મળી જાય છે.તેથી જો ક્યાંય પાણી ભરેલું હોય તો તેને ખાલી કરો તેમજ કૂલરનો પાણી અઠવાડિયે અઠવાડિયે બદલતા રેહવું ખૂબજ જરૂરી છે.

 Image Source :

ઘરની આસપાસ ,આંગળમાં , બાળકની તથા ચાત પર ટાયર ,વાસણ,ખાલી કૂંડા ,બોટલ જેવી વસ્તુ કે જેમાં પાણી એકઠું થવાણી સંભાવના હોય તેને ત્યાંથી હટાવી દેવી .

 Image Source :

જો તમે પાણીને હટાવી નાં શકો તો અઠવાડિયામાં બે વાર તેમાં કેરોસીન નાખવું.નાનકડું તળાવ જેવું હોય ક મોટો તકો હોય તો તેમાં મચ્છરના લાર્વા ખાવાવળી માછલી લાવી તેમાં નાખી દો તે મચ્છરને પાણીમાં આવતા અટકાવશે.

તો મિત્રો આ રીતે તમે તમારા ઘરમાંથી મચ્છરને દૂર ભગાવીને તેનાથી છૂટકારો મેળવી શકો છો તેમજ ત્તેને કરડતા અટકાવી શકો છો .

 Image Source :

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment