લીંબુ ઘરે લાવતાની સાથેજ મેળવો એમાં આ વસ્તુ પછી ક્યારેય લીંબુ નહિ બગડે | ખુબ જ લાંબા સમય સુધી કરી શકશો સ્ટોર….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ક્યારેય પણ નહી બગડે લીંબુ…. અપનાવો આ સરળ ઉપાય અને ટીપ્સ….. ખુબ જ લાંબા સમય સુધી કરી શકશો સ્ટોર….

મિત્રો આપણા ઘરમાં લીંબુનો ઉપયોગ થતો જ હોય છે. લીંબુ એક એવી વસ્તુ છે જેને તમે લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકતા. તેથી જો ક્યારેય તમે એક સાથે વધારે લીંબુ લીધા હોય તો તેમાંથી બે ત્રણ દિવસ પછી લીંબુ સડવા કે બગડવા લાગે છે. તેથી આપણે 250 ગ્રામ કે 500 ગ્રામ જો સસ્તામાં લીંબુ મળતા હોય તો તેમાંથી લીંબુનો બગાડ પણ થતો હોય તેવું પણ બને. કારણ કે થોડા દિવસ પછી તે લીંબુ ઉપયોગ કરવા લાયક રહેતા નથી.

પરંતુ આજે અમે ચાર એવી ટીપ્સ લાવ્યા છીએ કે જેના દ્વારા તમે લાંબા સમય સુધી લીંબુને સ્ટોર કરી શકો છો. એક મહિના સુધી તમારા લીંબુને તમે સ્ટોર કરી શકો છો. જો આ રીત અપનાવશો તો એક મહિના સુધી તમારા લીંબુ ફ્રેશ પીળા જ રહેશે તે બગડશે નહિ. તો ચાલો જાણીએ લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની જબરદસ્ત ટ્રીક્સ.

મિત્રો તમે કોઈ પણ ટીપ્સ અપનાવો તેમાં દરેક રીતમાં એક વસ્તુ કોમન છે અને એ કે તમારે કોઈ પણ ટીપ્સ અપનાવતા પહેલા લીંબુને વિનેગર વાળા પાણીમાં ધોઈ લેવાના છે અને ત્યાર બાદ બધા જ લીંબુને લુછી લેવાના છે. ત્યાર બાદ જ આ ચારમાંથી કોઈ પણ એક ટીપ્સ તમે અપનાવશો તો લાંબા સમય સુધી લીંબુ નહિ બગડે. તો ચાલો જાણીએ હવે તે ચાર ટીપ્સ વિશે.  

સૌથી પહેલા ટીસ્યુ પેપર લો અને તેમાં એક લીંબુ પેપરમાં મૂકી દો ત્યાર બાદ લીંબુને તે ટીસ્યુ પેપરથી કવર કરી લો ત્યાર બાદ એક ડબ્બામાં મૂકી દો આ રીતે એક એક કરીને બધા લીંબુને ટીસ્યુ પેપરમાં વીંટીને રાખી દો. મિત્રો અહીં તમે ટીસ્યુ પેપરની જગ્યાએ ન્યુઝ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો.

મિત્રો આ રીતમાં તમારે અઠવાડિયા પછી ફરીને ટીસ્યુ કે ન્યુઝ પેપર લગાવ્યા હોય તે કાઢીને ફરી પાછા તેને તે જ રીતે નવા ટીસ્યુ કે ન્યૂઝ પેપરથી એક એક લીંબુ કવર કરીને ફરી ડબ્બામાં ભરી દો. તો આ રીતે તમે અઠવાડિયે બદલાવતા રહેશો તો લીંબુ એક મહિના સુધી બગડશે નહિ અને એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે લીંબુ જે ડબ્બામાં રાખો છો તે એર ટાઈટ હોવો જોઈએ.

બીજી ટીપ્સમાં તમારે એક ડબ્બામાં પહેલા ટીસ્યુ કે ન્યુઝ પેપર પાથરી દો ત્યાર બાદ તેમાં લીંબુ નાખી દો. ત્યાર બાદ ફરી પાછું ન્યુઝ પેપર કે ટીસ્યુ પાથરી દો. ત્યાર બાદ ડબ્બાને બંધ કરીને રાખી દો. આ રીતે પણ તમે લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. પરંતુ સમય સમય પર તમારે ન્યુઝ પેપર કે  ટીસ્યુ બદલાવતા રહેવાનું છે.

ત્રીજી ટીપ્સ ખુબ જ અસરકારક છે. અહીં તમારે પહેલા બધા લીંબુનો રસ કાઢી લેવાનો છે. ત્યાર બાદ લીંબુનો રસ આઈસ ક્યુબ ટ્રે માં ભરી દો ત્યાર બાદ ફ્રીઝરમાં રાખી દો. આ રીતે લીંબુને સ્ટોર કરવાથી લીંબુ બગડવા કે સડવાની ઝંઝટ નથી રહેતી. જ્યારે પણ જરૂર પડે ત્યારે લીંબુના રસથી જામેલ આઈસ ક્યુબ લઈને ઉપયોગ કરી શકો છો.

ચોથી અને સૌથી છેલ્લી ટીપ્સમાં તમારે લીંબુને પહેલા એક ન્યૂઝ પેપરમાં ખુબ જ સારી રીતે વ્રેપ કરી લેવાના છે ત્યાર બાદ તેને એક પોલીથીન બેગમાં રાખી દેવાના છે. ત્યાર બાદ પોલીથીનમાં એક ગાંઠ વાળી દો. આ રીતે પણ લીંબુને લાંબો સમય સ્ટોર કરી શકો છો અઠવાડીયે ન્યુઝ પેપર બદલતા રહેવાનું છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment