શું ઈંડા ખાવા જોઈએ કે નહિ ? ઘણા લોકો કહે છે કે એ તો હવે વેજ જ કહેવાય … એ લોકો ખાસ વાંચે

3
16004
views

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥚 આપણે ઘણી વાર ડોક્ટર પાસે જઈએ તો તે સલાહ આપતા હોય છે કે ઈંડા ખાવા જોઈએ. તેનાથી શરીરમાં તાકાત આવે છે. ડોક્ટર હંમેશા માત્ર એવું જ કેતા હોય છે કે ઈંડામાં પ્રોટીન હોય છે, વિટામીન A વધારે હોય, તેવી વાતો તે લોકો કહેતા હોય છે પરંતુ તે બિલકુલ ખોટી છે. તે આપણે આજે જાણીશું આ આર્ટીકલમાં.

Image Source :

🥚 ડોક્ટર જે અભ્યાસ કરે છે તે અભ્યાસનું નામ આપણે બધા ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે MBBS છે. આ આખો અભ્યાસ વિષે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે આ આખો અભ્યાસ વિદેશથી આવેલો છે. MBBS, MD, MS નો અભ્યાસ વિદેશમાંથી આવ્યો છે. અને તે પણ યુરોપથી. યુરોપમાં જે લોકો હોય છે તેની પાસે ખાવા માટે માંસ અને ઈંડા સિવાય બીજું કંઈ ખાવા માટે તો છે નહિ. તો તે લોકોના જે પુસ્તકો હોય છે જેનો તે લોકો અભ્યાસ કરતા હોય છે. તે પુસ્તકોમાં એવું જ લખવામાં આવે છે કે જે વસ્તુ ત્યાં ઉપલબ્ધ હોય તે ખાવી જોઈએ.

🥚 તો આ આખી વાતનો મર્મ આપણે જોઈએ તો એવું કહેવામાં આવે છે કે કોઈ પણ દેશ હોય ત્યાં જે વસ્તુ ખાવામાં વધારે અનુકુળ હોય એટલે કે ત્યાં જે વસ્તુ ખાવામાં આવતી હોય છે તે ત્યાંના વાતાવરણ પ્રમાણે ખાવી જોઈએ છે. અને ત્યાનાં મેડીકલ અભ્યાસમાં પણ પોષ્ટિક ખોરાકમાં માંસ અને ઈંડા જ આવે છે. એટલા માટે ડોક્ટર દ્વારા આપણને ઈંડા ખાવાની સલાહ આપતા હોય છે.

Image Source :

🥚 પરંતુ તે લોકો આપણા આયુર્વેદ શાસ્ત્રને જાણતા નથી હોતા. કેમ કે યુરોપમાં લીલા શાકભાજી, લીલી ભાજી, દાળ, કઠોળ, જેવી પોષ્ટિક વસ્તુનું ત્યાં ઉત્પાદન જ નથી થતું. તો તે ડોક્ટરોને ભણાવવામાં આવે કે દર્દીને દાળ અને ભાજી ખાવ તો તે ક્યાં ઉગાડવું. કેમ કે ત્યાં ઉગતું જ ન હોય તો કોઈને ખાવા માટે શું આપે. એટલા માટે ત્યાંના બધા જ મેડીકલ અભ્યાસમાં માત્ર માંસ અને ઈંડા જ પોષ્ટિકતા માટે ખાવાની સલાહ આપે છે. જેમ કે માછલી ખાવ, ઈંડા ખાવ, માંસ ખાવ. કેમ કે ત્યાં માછલી ખુબ જ પ્રમાણમાં મળે છે કેમ કે ત્યાં દરિયા કિનારો ખુબ જ મોટો છે. ઈંડા ખુબ જ મળે છે કેમ કે ત્યાં મુરઘીનું ખુબ જ ઉત્પાદન થાય છે. કેમ કે ઠંડા પ્રદેશમાં મુરઘીનું ઉત્પાદન પણ વધારે સરળ પડે છે. એટલા માટે તેના બધા મેડીકલ પુસ્તકોમાં આ બધું જ લખવામાં આવે છે.

Image Source :

🥚 હવે આપણા દેશમાં આ શિક્ષણ જ ભણાવવામાં આવે છે MBBS, MD, MS. તો આપણે એ ચિકિત્સા ત્યાંથી લઇ આવ્યા એટલે આપણે વિદ્યાર્થીને ભણાવી રહ્યા છીએ તો તેમાં પણ એ જ વાત આવે છે. તો તે ચિકિત્સાને આપણે આપણા દેશના વાતાવરણ પ્રમાણે અને આપણા દેશની જરૂરિયાત પ્રમાણે બદલી નહિ. આપણે તે પુસ્તકોમાં બદલી નાખવું જોઈએ કેમ કે આપણી પાસે ઈંડાની બદલે પ્રોટીન માટે ઘણા બધા ઓપ્શન્સ રહેલા છે. તો આપણા ભારતમાં ઈંડા કોઈ જરૂર જ નથી. તે પુસ્તકમાં આપણે સુધારો કરવાની જરૂર હતી પરંતુ તે આપણે સુધારી નહિ અને સીધી જ અભ્યાસમાં જોડી દીધી.

🥚 એટલા માટે જે ડોક્ટર તે અભ્યાસક્રમ અનુસાર દર્દીઓને કહેતા હોય છે કે ઈંડા ખાવ. પરંતુ આપણા દેશની એક ચિકિત્સાપદ્ધતિ છે કે તેનું નામ છે આયુર્વૈદ. આયુર્વૈદનો અભ્યાસ કરીને જે ડોક્ટર બને છે તે ક્યારેય નથી કહેતા કે ઈંડા કે માંસ ખાવ. કેમ કે ઈંડા માંથી જે પ્રોટીન મળે છે તેના કરતા વધારે પ્રોટીન મળતા ઘણા બધા એવા સ્ત્રોત છે જેમાંથી આપણને  તેના કરતા પણ વધારે પ્રોટીન મળી રહે છે.

Image Source :

🥚 જો ઈંડામાં પ્રોટીન હોય તો અડદમાં ઈંડા કરતા તો 60 % વધારે પ્રોટીન હોય છે. આપણા બધા જ કઠોળમાં ઈંડા કરતા વધારે પ્રોટીન હોય છે. ઈંડામાં વિટામીન એ છે પરંતુ ઈંડા કરતા પણ વિટામીન એ દુધમાં વધારે હોય છે. દુધથી પણ વધારે દહીંમાં હોય છે, તેનાથી વધારે પણ છાસ હોય છે. છાસથી પણ વધારે વિટામીન એ માખણમાં હોય છે અને તેનાથી પણ વધારે ઘીમાં હોય છે.

🥚 તો આપણી પાસે તો ઘી ખાવા માટે છે તો આપણે ઈંડા ખાવાની જરૂર જ નથી પડતી. માખણ, દૂધ, ઘી, છાશથી વિટામીન એ મળી રહે ત્યાર બાદ પ્રોટીન બધા જ પ્રકારની કઠોળમાંથી બનેલી દાળમાંથી મળી રહે છે.

🥚 તો આપણને કોઈ કહે કે પ્રોટીન ઘટે અથવા વિટામીન ઘટતું હોય અને કોઈ ડોક્ટર કહે કે ઈંડા ખાવ તો આપણે કહેવાનું કે અમે દૂધ અથવા માખણ, કે ઘી ખાઈ લેશું. અને પ્રોટીન માટે દાળ ખાઈ લેવાની. એટલે ક્યારેય પણ ઈંડા ન ખાવા જોઈએ. જો આ લેખ ઉપયોગી લાગે તો તમારા સગા સંબંધી કે મિત્રો જોડે શેર કરજો અને એ લોકો ને પણ આ હકીકત જણાવજો . જય શ્રી કૃષ્ણ 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 Image Source: Google

 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here