છ બહેનોનો એક માત્ર ભાઈ અને એ પણ માનતાનો | બહેને ભાઈ માટે આપ્યું આવું બલિદાન જે કોઈ વિચારી ના શકે

આજના અમારા આ લેખને દરેક પુરુષે અને સ્ત્રીએ ખાસ વાંચવો જોઈએ. કેમ કે આજે અમે તમને જણાવશું કે આજે કોઈ પણ વ્યક્તિ જીવંત છે તો તેની પાછળનું કારણ શું છે. આજે આ લેખમાં જીવનના બે એવા પાત્ર વિશે અમે વાત કરીશું, જાણીને તમને આંખમાં આંસુ આવી જશે. માટે આજે આ લેખને અંત સુધી વાંચો અને દરેક લોકો સુધી પહોંચાડો કોઈ પણ દીકરા કે તેની વહુ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા નહિ જાય.

ફોરમ અને રોહિતના લગ્નને હજુ તો 6 મહિના જ પસાર થયા હતા, પરંતુ ફોરમ રીસાયને  તેના મમ્મીના ઘરે જતી રહી. આવું કરવા પાછળ ફોરમની માંગ હતી કે તેને સાસુ સસરા સાથે મેલ નથી પડતો, તેથી તેને અલગ રહેવું છે. તેણે રોહિતને જણાવ્યું કે જ્યાં સુધી આપણે અલગ રહેવા નહિ જઈએ ત્યાં સુધી હું પછી ઘરે નહિ આવું.

પરંતુ ફોરમ પિયર આવી તેના 15 જ દિવસમાં રોહિતનો ફોન આવ્યો. ફોરમે ખુબ જ ઉદ્દંડતા પૂર્વક ફોન ઉપાડ્યો અને પૂછ્યું, મને શા માટે ફોન કર્યો ? રોહિતે જણાવ્યું કે, મને તારા વગર ગમતું નથી. પરંતુ ફોરમનો એક જ જવાબ હતો કે જ્યાં સુધી આપણે અલગ નહિ થઈએ, ત્યાં સુધી હું નહિ આવું. રોહિતે જણાવ્યું કે તું આવી જા મેં મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી છે, તેમણે પણ અલગ રહેવાની પરવાનગી આપી દીધી છે માટે તું કાલે જ આવી જા આપણે સમાન ફેરવી નાખીશું.

આ સાંભળી ફોરમ ખુશ થઇ જાય છે અને બીજે જ દિવસે સંસરિયામાં આવી પહોંચે છે, અને તે જ દિવસે સમાન ફેરવવાની વાત કરે છે, તો રોહિત અને ફોરમ બંને સમાન ભરવામાં લાગી જાય છે, એવામાં રોહિતના હાથમાં એક બેગ આવે છે અને તે બેગમાંથી એક કાગળ નીચે પડે છે, ત્યાર બાદ રોહિત તે કાગળ વાંચે છે, મિત્રો તે કાગળમાં જે લખ્યું છે હતું તે સાંભળીને કદાચ તમારી આંખમાંથી આંસુ સારી પડશે.  માટે મિત્રો આ કાગળના એક એક શબ્દને અવશ્ય વાંચો.

કાગળમાં લખ્યું હતું કે, મારા વ્હાલા ભાઈ, આ પત્ર હું તારા માટે લખું છું. જે વાત હું તને રૂબરૂ નથી જણાવી શકી તે  તને આજે હું કાગળમાં કહીશ. ભાઈ, કદાચ તને બરાબર યાદ નહિ હોય એક વખત આપણે કોલેજમાં હતા ત્યારે તું બાઈક લઈને જતો હતો અને ત્યારે તારું એક્સીડેન્ટ થયું હતું. ત્યાર બાદ તને યાદ નહિ હોય, પરંતુ તું બેભાન થઇ ગયો હતો અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ મમ્મી અને પપ્પા ખુબ જ આધીરા બનીને પાગલની જેમ હોસ્પિટલે પહોંચ્યા. તારી આવી હાલત જોઇને મમ્મી પોતાની ભાન પણ ભૂલી ગઈ હતી.

તારી હાલત ખુબ જ ગંભીર હતી અને તારી પીડા જોઇને મમ્મી પપ્પાને બધા જ રડતા હતા. બધા જ લોકો ભગવાનને એક જ દુવા કરતા હતા કે તું સાજો થઇ જા. તું છ બહેનોનો એક માત્ર ભાઈ હતો અને એ પણ માનતાનો હતો. તું જ્યારે માત્ર પાંચ જ વર્ષનો થયો ત્યાં સુધીમાં અનેકો માનતાઓ પૂર્ણ કરી નાખી હતી અમે. એમાં પણ પપ્પાએ કાળી મજુરી કરીને તને ભણાવી ગણાવીને તને બાઈક અપાવ્યું. બાઈક લાવ્યાના માત્ર પાંચ જ દિવસ થયા હતા અને તારો ગંભીર અકસ્માત થયો. તારી આવી હાલત જોઇને મમ્મી પપ્પાની હાલત ખુબ જ કથળી ગઈ હતી.

પણ ભાઈ તું એ બધી વાત જવા દે, પણ હું તને એટલી વિંનતી કરું છું કે તું મમ્મી પપ્પાના ઘડપણનો સહારો બનજે, તું મમ્મી પપ્પાને એકલા ન મુકતો, જો તને મારી વાત ગળે ઉતરી હોય તો તું અત્યારે જ આ કાગળ ફાડીને ફેંકી દે અને મમ્મી પપ્પાને સાચવજે. જો તને મારા પર થોડો સંદેહ હોય તો તું હવે પછીનો આખો પત્ર વાંચજે.

રોહિત આગળ પત્ર વાંચે છે, કે ભાઈ, મેં તને તારા કપરા સમયમાં સાથ આપ્યો છે એટલે વચન આપું છું કે મમ્મી પપ્પાને સાચવી રાખજે, તારા અકસ્માતના સમયે એટલી ગંભીર ઈજા થવા પામી હતી કે તારું હૃદય બેસી ગયું હતું. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તમારા દીકરાનું હૃદય બેસી ગયું છે એ હવે બહુ જાજુ જીવી નહિ શકે. આ સાંભળીને મમ્મી પપ્પા અને અમારા બાધાના પગ નીચેથી જમીન નીકળી ગઈ. ત્યાર બાદ ડોક્ટરે જણાવ્યું કે જો કોઈ હૃદયના દાતા મળી જાય તો એ તમારો દીકરો બચી જાય.

ત્યાર બાદ મેં નક્કી કર્યું કે હું, મમ્મી પપ્પા અને મારા લાડલા ભાઈ માટે મારું હૃદય આપીશ. પહેલા તો મારી વાત સાંભળી બધા ચોંકી ગયા હતા. પરંતુ મમ્મી પપ્પાના આંખમાં થોડી ખુશી હતી કે તેમનો દીકરો બચી જશે. એટલે મેં નિર્ણય લીધો અને બધાએ મને સાથ આપ્યો અને મારું હૃદય મેં તને આપ્યું. ભલે આજે હું જીવિત નથી, પરંતુ મારું હૃદય આજે પણ તારામાં જ ધબકે છે. એ જ મારા જીવંત હોવાની નિશાની છે. આજે તું જીવે છે મારા કારણે, પરંતુ આ વાતનું મને કોઈ અભિમાન નથી પરંતુ ખુશ છું કે હું મારા લાડલા ભાઈને કામ આવી. ત્યાર બાદ નીચે લખ્યું હતું, “લી.સ્વ.તારી શુભ ચિંતક તારી મોટી બહેન.”

આ પત્ર વાંચ્યા બાદ રોહિતની આંખમાંથી ટપ ટપ આંસુની ધાર વહેવા લાગી અને તે ખુબ જ રડ્યો. મમ્મી પપ્પાના પગે પડ્યો અને કહ્યું મેં બોવ મોટી ભૂલ કરી છે મને માફ કરી દો. હું તમને ક્યારેય એકલા નહિ મુકું, તમે બંને હંમેશા મારી સાથે જ રહેશો. આ સાંભળી મમ્મી પપ્પાની આંખો પણ છલકાઈ જાય છે અને તે રોહિતને ગળે લગાવીને ખુબ જ રડે છે.

મિત્રો અંતે તો માત્ર એટલી જ વિનંતી છે કે આ એક બહેન તરીકે બધા જ ભાઈને સંદેશો આપવામાં આવે છે કે તું માતાપિતાનો એના ગઢપણમાં સહારો બનજે. કેમ કે જ્યારે આપણા મમ્મી પપ્પાને પોતાના સંતાનની જરૂર ત્યારે એક દીકરી ક્યારેય તરત ન પહોંચી શકે. પરંતુ આપણા માતાપિતા સાથે જ એનો સહારો બનીને રહેજે, જેવી રીતે આપણા બાળપણમાં આપણને તેમણે સાચવ્યા હતા.

મિત્રો આ વાત દરેક એવી બહેનોને યાદ રાખવી જોઈએ, જે પોતાના પતિ કે સાસુ સસરાના વિરુદ્ધમાં જઈને અલગ થવા માંગે છે. કારણ કે દરેક દીકરીએ સમજવું જોઈએ કે તમારા માતાપિતા સાથે જો તમારા જ ભાભી આવું કરે અને ઘરમાં અલગ રહેવાની માંગળી કરે તો તમે રાજી હોવ ? જ્યારે પણ તમને આવો પ્રશ્ન થાય ત્યારે એક વાર વિચારી લેવું અને પછી જ કોઈ પણ નિર્ણય પર આવવું જોઈએ. કારણ કે આપણા સાસુ સસરા પણ આપણા માતાપિતા જ હોય છે.

જો તમે પણ આ વાતને માનતા હોય તો આ લેખ બને એટલો આગળ શેર કરો અને કોમેન્ટમાંતમારો અભિપ્રાય જણાવો..

Leave a Comment