આ છોકરીથી થઇ ગઈ એક ભૂલ | ડોક્ટરે તેનું ઓપરેશનમાં કાઢવું પડ્યું પેટ | જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે…

આ છોકરીથી થઇ ગઈ એક ભૂલ… ડોક્ટરે તેનું ઓપરેશનમાં કાઢવું પડ્યું પેટ… જાણીને તમારા પણ રુંવાડા ઉભા થઇ જશે…

મિત્રો આજે અમે એક છોકરીની સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ જેને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વાર વાંચવી જોઈએ. આજે અમે વાત કરી રહ્યા છીએ નતાશા ડીડીની, કે જેનું ઈન્સ્ટાગ્રામ પર “ધ ગટલેસ ફૂડી” નામનું અકાઉન્ટ છે. આ વાત તો સામાન્ય થઇ, પરંતુ અમે તમને જણાવીએ કે નતાશાની વાતમાં એવી શું ખાસ વાત છે. જેને જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે.

તો તમને જણાવી દઈએ કે નતાશાનું પેટ જ નથી. નતાશા જે પણ ખાય છે તે માત્ર એક જ કલાકમાં પચીને શરીરની બહાર નીકળી જાય છે અને પેટ ન હોવાના કારણે તેના શરીરમાં વિટામિન્સ પ્રોડ્યુસ નથી થતા. જેના કારણે તેને વિટામીનના અલગથી ડોઝ લેવા પડે છે. તેમ છતાં પણ તે જિંદાદિલીથી જીવે છે. તેને પેટ શા માટે નથી તે જાણવા માટે આખો લેખ અવશ્ય વાંચો.

નતાશાના માતાપિતાએ લવ મેરેજ કર્યા હતા. તેની માતા મહારાષ્ટ્રની હતી અને પિતા પંજાબી હતા. બંને કલ્ચરનો પ્રભાવ નતાશામાં જોવા મળ્યો અને તેનામાં નાનપણથી જ રસોઈ બનાવવાનો શોખ જાગ્યો અને તેનું સપનું હતું કે તે એક પ્રોફેશનલ શેફ બને. પોતાના શોખને પૂરો કરવા માટે તેણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો. ત્યારે તેની કોલેજમાં અભ્યાસ કરતા છોકરા સાથે તેને પ્રેમ થઇ ગયો અને બંનેએ પરિવારની મંજુરી મળતા લગ્ન પણ કર્યા.

લગ્ન બાદ નતાશા દિલ્લી શિફ્ટ થઇ ગઈ અને તે ત્યાં શેફને લગતી નોકરી કરવા લાગી. જેમાં તેને અલગ અલગ દેશના શેફને મળવાની અને તેમનું ફૂડ કલ્ચર સમજવાની તક મળતી. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી તેના પતિએ તેને નોકરી કરવાની ના પાડી. ત્યાર બાદ તેમની વચ્ચે ઘણા વિવાદો થયા, જેના કારણે તેણે તલાક લઇ લીધા.

ત્યાર બાદ નતાશા ખુબ જ હારી ગઈ હતી. તેની માનસિક સ્થિતિ નબળી પડી ગઈ અને તે ખુબ જ તણાવમાં રહેવા લાગી. તેની સીધી અસર તેના શરીર પર પડી અને તેનું શરીર દુઃખવા લાગ્યું. પરંતુ ધીમે ધીમે તેનું શરીર તો દુઃખતું બંધ થયું. પરંતુ તેના ડાબા ખભામાં તેને ખુબ જ દુઃખાવો થતો. ત્યારે તેને જાણ થઇ કે દિલ્લીમાં એક કેમ્પમાં મોટા સર્જન આવવાના છે. તે વાતનો ફાયદો ઉઠાવતા તે તપાસ માટે ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને જાણ થઇ કે તેના પેટમાં બ્લીડીંગ અલર્સર્સ અને એક ટ્યુમર છે. ત્યારે નતાશાની ઉંમર 33 વર્ષની હતી. તેનું વજન ઘટીને 38 થઇ ગયું અને હિમોગ્લોબીન માત્ર 4% થઇ ગયું.

ટ્યુમરને બહાર કાઢવા માટે તે ડોક્ટર પાસે સર્જરી કરાવવા ગઈ ત્યારે તે સર્જરી આશરે 9 કલાક ચાલી અને ડોક્ટરે નતાશાનો જીવ બચાવવા માટે માત્ર ટ્યુમર જ નહિ પરંતુ તેનું પેટ જ કાઢી નાખવું પડ્યું. સર્જરી બાદ નતાશાને ખબર પડી કે તેનું પેટ કાઢી નાખવામાં આવ્યું છે. જેથી તે પોતાની પસંદનો ખોરાક નહિ ખાઈ શકે ત્યારે તેને થોડું દુઃખ થયું.

પરંતુ આ વખતે નતાશાએ હાર ન માની અને પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરી. ફરી તેણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ શરૂ કર્યો અને આ વખતે તેણે કોર્સ પૂર્ણ કર્યો અને ત્યાર બાદ તે એક સર્ટિફાઈડ શેફ બની ગઈ. આજે તે હોટલમાં એક શેફ તરીકે નોકરી કરી રહી છે. આ ઉપરાંત તેણે ઇનસ્ટાગ્રામ પર “ધ ગટલેસ ફૂડી” નામનું પેજ પણ બનાવ્યું છે. જેના આજે 55 હજાર ફોલોવર્સ થઇ ગયા છે. નતાશાને આજે તેના ખોરાક પર ખુબ જ ખાસ ધ્યાન આપવું પડે છે, એટલું જ નહિ તે દિવસ દરમિયાન છ વખત ભોજન કરે છે તેમ છતાં પણ તેણે વિટામિન્સના ઇન્જેક્શન પર નિર્ભર રહેવું પડે છે.

નતાશા આજે તેના દરેક ફોલોવર્સને એક જ વસ્તુ જણાવે છે કે જિંદગીમાં ગમે તેવી કઠીન પરિસ્થિતિ આવે ત્યારે ક્યારેય તણાવને તમારા પર હાવી ન થવા દેવું. નહિ તો તમને પણ આવી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે નતાશાના પેટમાં ટ્યુમર થવાનું સૌથી મોટું કારણ હતું સ્ટ્રેસ એટલે કે તણાવ.   

મિત્રો આપણે સામાન્ય રીતે એવું વિચારતા આવ્યા છીએ કે વધારે તણાવથી માથાનો દુઃખાવો, પીઠમાં દુઃખાવો, અનિંદ્રા વગેરે જેવી સમસ્યા આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે પેટ અને મગજ આપણા શરીરના એવા બે ભાગ છે જે આપણા સ્ટ્રેસને એબસોર્બ કરે છે. તેથી અમુક કેસીસમાં વધારે તણાવ લેવાનું ખુબ ભયંકર પરિણામ પણ આવી શકે છે. જેનું જીવંત ઉદાહરણ છે નતાશા. નતાશાના પેટમાં સ્ટ્રેસ લેવાના કારણે જ ટ્યુમર ડેવલોપ થયું હતું.

તો મિત્રો તણાવ આ રીતે માણસને આટલી હદ સુધી નુકશાન પહોંચાડી શકે છે. માટે કોઈ પણ વ્યક્તિએ વધારે સ્ટ્રેસ ન લેવું જોઈએ. જો તમે પણ સ્ટ્રેસ લેતા હોવ તો આજથી જ તે આદત છોડો અને જિંદગીને માણવા લાગો. તમને આ લેખ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ તમે તમારી જિંદગીમાં કંઈ વાતના લીધે વધારે તણાવ અનુભવો છો, તે પણ કોમેન્ટ કરજો. જેથી તમારો તણાવ હળવો થઇ જાય અને આ લેખને વધુમાં વધુ શેર કરો, જેથી દરેક વ્યક્તિને ખબર પડે કે સ્ટ્રેસ લેવાનું પરિણામ આટલું ભયંકર પણ આવી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment