પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો..

મિત્રો આજે અમે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. કેમ કે આજે અમે જે વાત તમને જણાવશું તે આજની પેઢીએ ખુબ જ સમજવા જેવી છે અને આ બાબતને જીવનમાં ઉતારવા જેવી છે. કેમ કે આજની પેઢીમાં આ સમસ્યા ખુબ જ વધી રહી છે. જેના કારણે તેને ભવિષ્યમાં આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો એ વાતને જાણવા માટે અ લેખને અંત સુધી વાંચો અને બને એટલો આ લેખને શેર કરજો.

એક દંપત્તિ હતું. જેના હજુ નવા નવા જ લગ્ન થયા હતા અને તેઓની પરણ્યાની પહેલી રાત હતી. લગ્ન થયા  બાદ રાત થતા પત્ની પોતાના રૂમમાં પલંગ પર બેઠી હતી અને તેનો પતિ તેના માટે એક ભોજનની થાળી લઈને આવ્યો. ભોજન એટલું સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર હતું કે તે ભોજનની મહેક આખા રૂમમાં પ્રસરી ગઈ. આ જોઈ પત્ની ખુબ જ રોમાંચિત થઇ ઉઠી.

ત્યાર બાદ પતિ પોતાની પત્ની પાસે ગયો અને કહ્યું ચાલો આપણે બંને પ્રેમથી જમી લઈએ. ત્યારે પત્નીએ પતિને કહ્યું કે મમ્મીને પણ બોલાવો આપણે ત્રણેય સાથે ભોજન કરીશું. તો પતિએ જવાબ આપ્યો કે તે જમીને સુઈ ગયા હશે માટે આપણે બંને પ્રેમથી ભોજન કરી લઈએ. ફરી પાછુ પત્નીએ કહ્યું કે મેં મમ્મીને ભોજન કરતા નથી જોયા માટે તમે મમ્મીને બોલાવી લાવો આપણે ત્રણેય જણા સાથે ભોજન કરીશું. ત્યારે પતિએ કહ્યું કે એ લગ્નના કામથી થાકીને સુઈ ગયા હશે તો જ્યારે ભૂખ લાગશે ત્યારે ઉઠીને જમી લેશે. તું ખોટી જીદ ન કર આપણે બંને જમી લઈએ.

હજુ તો પત્ની આ ઘરમાં આવી જ હતી અને તે ઘરમાં તેની પહેલી રાત હતી તેમ છતાં પણ પત્નીના મનમાં શું વિચાર આવ્યો કે તેણે પોતાની સુહાગરાતના દિવસે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ તેના માતાપિતાએ તેને ખુબ સમજાવી અને છૂટાછેડાનું કારણ પૂછ્યું પરંતુ તે સ્ત્રીએ કોઈને પણ કારણ જણાવ્યા વગર છૂટાછેડા લઇ લીધા.

તેને ઘણા લોકોએ પૂછ્યું કે તેણે શા માટે છૂટાછેડા લીધા. પરંતુ તે સ્ત્રીએ ક્યારેય કોઈને કારણ જણાવ્યું નહિ અને તેણે બીજા લગ્ન પણ કરી લીધા અને પેલી બાજુ તેના પહેલા પતિ કે જેની સાથે તેણે પરણ્યાની પહેલી રાત્રે જ છૂટાછેડા લીધી હતા તેના પણ લગ્ન થઇ ગયા. બંને પોતાના અલગ અલગ લગ્ન જીવનમાં ખુશ રહેવા લાગ્યા.

સમય પસાર થતા તે સ્ત્રીના ઘરે બે બાળકોનો જન્મ થયો અને બંને બાળકો ખુબ જ આજ્ઞાકારી. પોતાના માતાપિતાની દરેક વાતને માને. જોતજોતામાં છોકરાઓ મોટા થઇ ગયા ત્યારે તે સ્ત્રી પણ 60 વર્ષની થઇ ગઈ. ત્યાર બાદ તે સ્ત્રીએ પોતાના બાળકોને કહ્યું કે હું ચાર ધામની યાત્રા કરવા માંગુ છું. તેનાથી હું યાત્રા પણ કરી લઈશ અને તમારી માટે પ્રાર્થના પણ કરી લઈશ.

માતાની ઈચ્છા પૂરી કરવા બંને દીકરાઓ પોતાની માતાને લઈને યાત્રા પર ગયા. ત્યાં તેઓ એક જગ્યાએ ભોજન કરવા માટે રોકાયા. માતા અને તેના બંને દીકરાઓ તે ત્રણેય ભોજન કરતા હતા ત્યાં તેની માતાની નજર એક દુર બેસેલા વૃદ્ધ પર પડી, જેની હાલત ખુબ જ ખરાબ હતી. તે ભોજન કરતા ત્રણેય માં દીકરા સામે અને તેના ભોજન સામે એકીટશે જોઈ રહ્યો હતો. આ જોઈ તે સ્ત્રીને દયા આવી અને તેણે પોતાના દીકરાઓને કહ્યું કે તે વૃદ્ધને નવડાવી તેને નવા વસ્ત્રો આપો. બાળકોએ માતાની આજ્ઞાનું પાલન કર્યું અને વૃદ્ધને નવડાવીને તેને નવા વસ્ત્રો પહેરાવી પોતાની માતા પાસે લઇ ગયા.

માતા તરત જ તે વૃદ્ધને ઓળખી ગઈ કે આ વૃદ્ધ પુરુષ તેનો પહેલો પતિ છે. જેની સાથે તેણે પરણ્યાની પહેલી રાત્રે જ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ સ્ત્રીએ તે વૃદ્ધને પૂછ્યું કે તમારી આવી હાલત કંઈ રીતે થઇ. ત્યારે વૃદ્ધે નજર જુકાવી જણાવ્યું કે મારી પાસે બધું જ હતું અને કોઈ ખામી ન હતી. પણ મારા બાળકો મારો તિરસ્કાર કરતા હતા અને મને ભોજન પણ આપતા ન હતા. અંતે એક દિવસ તેમણે મને ઘરમાંથી કાઢી મુક્યો જેથી આજે મારી આવી ભિખારી જેવી હાલત છે.

ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે આ વાતનો અંદાજો તો મને પરણ્યાની પહેલી રાત્રે જ આવી ગયો હતો. જ્યારે તમે સૌથી પહેલા ભોજન લઈને તામારી માતાને બોલાવવાને બદલે મારા રૂમમાં ભોજન લઈને આવી ગયા અને મારા કહેવા છતાં પણ તમારી માતાનો તિરસ્કાર કર્યો તેનું જ ફળ તમે આજે ભોગવી રહ્યા છો. આ સાંભળી વૃદ્ધને પોતાની કરેલી ભૂલ બરાબર સમજાય ગઈ.

મિત્રો આ વાર્તાનો ભાવાર્થ ખુબ જ સમજવા જેવો છે કે આપણે જે રીતે વડીલોને રાખીએ તેમાંથી જ આપણા બાળકો શીખે છે. જો આપણે વડીલોની સેવા કરી હશે તો જ આપણા બાળકો આપણી વૃદ્ધાવસ્થા સેવા અને સાચવશે. જો આપણા ઘરમાં વડીલો ન હોય તો આપણે બીજા વડીલોનો આદર સત્કાર કરવો જોઈએ. માટે હંમેશા માતા પિતા કે અન્ય વડીલો પ્રત્યે તિરસ્કારની ભાવના રાખી, તેમને દુઃખી કરવાને બદલે તેમની સેવા કરીને તેમના હૃદયને ઠંડક પહોંચાડવી જોઈએ. આ બાબત પર તમારું શું માનવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

2 thoughts on “પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો..”

  1. This story have the moral and respect for the elders It is seen in most places nowadays. Even the country where all these knowledge is widespread, Hope the young generation accept the fact and follow their Sanatan Vedic Dharma …

    Reply

Leave a Comment