ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓને સંતાન પ્રાપ્ત કરવાની મનાઈ છે… જાણો ચોંકાવનારું રહસ્ય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓને સંતાન પ્રાપ્ત કરવાની મનાઈ છે… 💁

💁 મિત્રો સાંભળીને ખુબ નવાઈ લાગશે કે ભારતમાં એક ગામ એવું છે જ્યાં મહિલાને ગામમાં બાળકને જન્મ આપવાની મનાઈ છે. સાંભળીને એકવાર આ વાત અવિશ્વાસની લાગે પરંતુ આ એકદમ સત્ય હકીકત છે. અહીં એવું શું છે કે મહિલાઓ માટે આવો આકરો નિયમ બનાવેલો છે. તો ચાલો આજે આપણે જાણીએ  કે શા માટે આ ગામમાં કોઈ પણ સ્ત્રીને બાળકને જન્મ આપવા માટે અનુમતિ નથી અપાતી.Image Source :

🤰 મિત્રો અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે છે ભારતમાં આવેલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 17 કિલોમીટર દૂર વ્યાવ્રા રોડ પર આવે છે ચીરીખો અભયારણ્ય, ત્યાંથી પાંચથી સાત કિલોમીટર દૂર એક ગામ સ્થિત છે જેનું નામ છે સંકાજાગીર. મિત્રો આ ગામમાં કંઈક વિચિત્ર માન્યતાઓનું પાલન કરવામાં આવે છે. આ ગામમાં લગભગ 1200 લોકોની વસ્તી છે. પોતાની ચિત્ર-વિચિત્ર માન્યતાઓના કારણે આ ગામ સમગ્ર ભારતમાં ચર્ચામાં આવે છે.

🤰 આ ગામની સૌથી ખાસ વાત તો એ છે કે આ ગામમાં લગભગ પાછલા ૫૦ વર્ષથી ગામની કોઈ પણ મહિલાએ બાળકને જન્મ નથી આપ્યો. જો કોઈ મહિલા ગર્ભવતી થઇ પણ જાય તો તેને ગામની બહાર લઇ જાય છે અને શહેરના કોઈ દવાખાનામાં અથવા તો ખેતરમાં તેમનું પ્રસવ કરાવવામાં આવે છે. અહીંના લોકોની એવી માન્યતાઓ છે કે જો ગામમાં કોઈ બાળકને જન્મ આપવામાં આવ્યો તો તે બાળક વિકલાંગ થશે.Image Source :

🙅 ગામના લોકો પોતાની માન્યતાઓ પર જણાવે છે કે કોઈ જમાનામાં શ્યામજીના મંદિરની પવિત્રતા સાચવવા માટે આ નિયમ બનાવામાં આવ્યો હતો. અહીંના વડીલોએ તે વખતમાં એવો નિયમ બનાવ્યો કે બાળકનો જન્મ ગામની બહાર જ કરાવવો અને લોકોમાં એવી માન્યતાઓ ફેલાવી કે જો ગામમાં કોઈ બાળકનો જન્મ થશે તો તે વિકલાંગ થશે. માટે અહીં મહિલાઓ ક્યારેય પોતાના ગામમાં બાળકને જન્મ નથી આપી શકતી. તેને બાળકને જન્મ આપવો હોય તો ગામની બહાર જવું પડે છે. થોડા સમય પહેલા જ ગર્ભવતી મહિલાને ગામની બહાર જતું રહેવું પડે છે.

🙅 ગામના સરપંચ માંગીલાલનું કહેવું છે કે અહીં લગભગ કોઈ સ્ત્રીએ કોઈ બાળકને જન્મ નથી આપ્યો. તેની ડીલેવરીના થોડા સમય પહેલા જ ગર્ભવતી મહીલાને ગામથી દુર ખેતરમાં એક ઝુપડીમાં શિફ્ટ કરી દેવામાં આવે છે. સરપંચને કુલ આઠ સંતાન છે અને આ આઠ સંતાનોના જન્મ પણ આ રીતે જ થયા હતા. ગામના લોકોનું કહેવું છે કે શ્યામજી ભગવાને તેમને અભિશ્રાપ આપ્યો હતો. તેથી તેઓ કોઈ જોખમ ખેડવા નથી માંગતા.Image Source :

👩‍⚖️ ગામના નવા સરપંચ કે જે માંગીલાલના જ પૂત્ર છે તે આ માન્યતાને એક કુરીતિ માને છે અને તેમને ગામમાં એક મેટરનીટી પોઈન્ટ બનાવવાની અરજી પણ કરેલી છે. તે લોકોને આ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાના પર્યતનો કરી રહ્યા છે કે જો શ્યામજીની તમે પૂજા કરો તો તમને તેમના પર વિશ્વાસ પણ હોવો જોઈએ કે તે ક્યારેય આવું ખરાબ ન કરી શકે.

👩‍⚖️ આ ગામમાં સદીઓ જુના સ્મારકો, મંદિરો અને તેના અવશેષો મળી આવે છે. પરંતુ આ ગામ પોતાના ઐતિહાસિક વારસાને કારણે નહિ પરંતુ એક વિચિત્ર માન્યતાને કારણે પ્રખ્યાત છે. આશા છે કે ગામના નવા સરપંચ લોકોની આ માન્યતાને દુર કરવામાં ઝડપથી સફળ થાય અને આ ગામ પણ પોતાના ઐતિહાસિક વારસાને કારણે પ્રખ્યાત બને. તમે પણ આ માહિતી વધુ ને વધુ શેર કરો જેથી ઘણી જગ્યા એ ચાલતી આવી માન્યતા ને લોકો સમજે અને અંધશ્રદ્ધા માંથી બહાર આવે. અભાર Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment