મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…

મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…

આજે અમે જણાવશું કે વ્યક્તિના મૃત્યુ પછી પ્રાણ શરીરના ક્યાં અંગ માંથી બહાર નીકળે, કેવી રીતે આપણા પ્રાણ વિલીન થાય અને કંઈ યોનીમાં જન્મ મળે છે. આ બાબત કર્મના આધારે નક્કી કરવામાં આવે છે. જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં જોવા મળે છે.

મિત્રો આ પૃથ્વી પર જ્યારે પણ કોઈ મનુષ્ય કે જીવ જન્મ લે છે તો તેના જીવનમાં સૌથી સત્ય હોય છે તેનું  મૃત્યુ. જે દરેક વ્યક્તિને અને જીવને આવે જ છે. જેવી રીતે દરેક મનુષ્યનું જીવન અલગ અલગ હોય છે, તેવી રીતે તેના કર્મથી પ્રાપ્ત થયેલા સંસ્કાર પણ અલગ અલગ હોય છે. આ સંસ્કાર મનુષ્યના વિચાર જીવન પ્રતિ દ્રષ્ટિકોણ અને કર્મને સંચાલિત કરે છે. જેવા તેના સંસ્કાર હોય છે, તેવા જ તેના કર્મ પણ હોય છે.

ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સારા કર્મ કરવા વાળા વ્યક્તિનું મૃત્યુ થાય અને ખરાબ કર્મ કરનાર વ્યક્તિનું પણ મૃત્યુ થવાનું જ છે, જેમ જીવન જીવવું હોય તેમ જીવો, સારા અને ખરાબ કર્મ જેવું કંઈ નથી હોતું, જો આ જીવન મળ્યું છે તો તેને ભરપુર જીવો, મજા આવે તેમ જીવો, આવું ઘણા લોકો કહેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે વ્યક્તિના કર્મો જ એવા હોય છે. જે તેના મૃત્યુ પછી પણ તેની સાથે જ હોય છે. જે મનુષ્યના જીવન પછીના સમયને નિર્ધારિત કરે છે.

મિત્રો શું તમને ખબર છે કે મનુષ્યે કરેલા કર્મ જ નિર્ધારિત કરે છે કે મનુષ્યના પ્રાણ તેના શરીરની કંઈ જગ્યા પરથી નીકળે છે. આજે અમે તમને આ લેખમાં જણાવશું કે સારા કર્મ કરતા વ્યક્તિના પ્રાણ તેના શરીરની કંઈ જગ્યા પરથી નીકળે છે અને ખરાબ કર્મ કરનાર મનુષ્યના પ્રાણ કંઈ જગ્યા પરથી નીકળે છે. સાથે સાથે એ પણ જાણીશું કે મૃત્યુ પછી જીવને ભોજન રૂપે શું મળતું હોય છે, પંચતત્વમાં વિલીન થવાનો શું મતલબ હોય છે.

અગ્નિ પુરાણ પ્રમાણે શરીરમાં જ્યારે વાત્તનો વેગ વધી જાય છે. તો તેના પ્રભાવથી ઉષ્મા અને પિત્તનો પણ પ્રભાવ આપણા શરીરમાં વધી જાય છે. તે પિત્ત આખા શરીરને રોકીને સંપૂર્ણ દોષોને આવરી લે છે. તથા પ્રાણના સ્થાન અને મર્મનો ઉચ્છેદ કરી નાખે છે. પછી વાયુનો પ્રકોપ આપણા શરીરમાં થાય છે અને અને આપણા શરીરમાંથી વાયુ નીકળવા માટે છિદ્ર શોધવા લાગે છે. (આ પ્રકિયા આખી મૃત્યુ સમયે વ્યક્તિના શરીરમાંથી પ્રાણ નીકળવાના હોય ત્યારની છે. તે છિદ્ર આ પ્રમાણે છે. બે આંખ, બે કાન, બે નાસિકા, ઉપરની બાજુ બ્રહ્માંરન્દ્ર અને આઠમું છિદ્ર છે મુખ. જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન શુભ કાર્ય કરે છે તેના પ્રાણ આ શુભ આઠ માર્ગમાંથી બહાર નીકળે છે. નીચે પણ બે છિદ્ર છે ગુદા અને ઉપસ્થ. પાપીઓના પ્રાણ આ છિદ્રોમાંથી બહાર નીકળે છે. જે મનુષ્યએ પોતાના પાપકર્મને પુણ્ય સમજીને કર્યું હોય તેવા મનુષ્યના પ્રાણ આ બે જગ્યા પરથી નીકળે છે.

પરંતુ મિત્રો યોગીઓના પ્રાણ મસ્તકને ભેદીને બહાર નીકળે છે. તે જીવ પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ લોકમાં જાય છે, અનંત કાળ આવવાના સમયે પ્રાણ સ્થિત થાય છે અને તન દ્વારા જ્ઞાન આવૃત થઇ જાય છે, મર્મ સ્થાન અચ્છાદિત થઇ જાય છે. અને ત્યાર બાદ યોગી વ્યક્તિના પ્રાણ તેના મસ્તિષ્કમાંથી નીકળે છે, એટલે કે બ્રહ્માંરન્દ્ર સ્થાન પરથી તેના પ્રાણ બહાર વિલીન થાય છે. જ્યારે પાપકર્મ કરનાર વ્યક્તિના પ્રાણ ગુદા અને ઉપસ્થ માંથી નીકળે તેને નર્કમાં સ્થાન મળે છે.

દેહ માંથી નીકળતા અન્યત્ર જન્મ લેતા જીવને દેવતા અને દિવ્ય પુરુષ જ જોઈ શકે છે. મૃત્યુ બાદ આપણું શરીર અતીવાહિક જીવન ધારણ કરી લે છે. તેણે ત્યાગેલું શરીર આકાશ, વાયુ અને તેજ આ ઉપરના ત્રણ તત્વ છે. જેમાં મનુષ્ય મૃત્યુ પછી મળી જાય છે અથવા પૃથ્વીના અંશ નીચેના તત્વોથી એકીભુત થઇ જાય છે. આ વાતને શરીરનું પંચતત્વમાં પ્રાપ્ત થયું તેવું માનવામાં આવ્યું છે. જેમાં આપણો આત્મા અને આપણું શરીર અદ્દભુત રીતે સ્વર્ગમાં સ્થાન મેળવે છે.

મૃત્યુ પામેલા જીવને યમરાજ તરત જ અતીવાહિક (ખુબ જ ઝડપી) શરીરને યમલોક પહોંચાડે છે. યમલોકનો માર્ગ ખુબ જ કઠીન છે અને 86 હજાર યોજન લાંબો છે. ત્યાં લઇ જવાતા જીવ તેના પરિવાર દ્વારા મૃત્યુ બાદ જળ અને અન્ન આપવામાં આવે છે અને તેનો તે યમલોકમાં જઈને ઉપભોગ કરે છે. યમરાજને મળ્યા પછી તેના આદેશથી ચિત્રગુપ્ત અલગ અલગ નર્ક બતાવે છે અને તેમાંથી જ તેને એ જીવ પ્રાપ્ત થયો છે. જો તે ધર્માત્મા હોય તો તેને યોગ્ય માર્ગ મળે છે. એટલે કે વ્યક્તિનું જીવ અલગ અલગ યોનીમાં પ્રવેશ મેળવે છે. જે તેને કર્મ આધારિત નર્ક સમાન માનવામાં આવે છે. એટલા માટે જો કર્મ સારા હોય તો આપણા પ્રાણ બ્રહ્મ સ્વરૂપે વિલીન થાય છે.

તો મિત્રો આ વિષય વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment