True Story તથ્યો અને હકીકતો

જાણો એવા અજીબોગરીબ વ્યક્તિઓ વિશે….. જેને શરીર ન હોવ છતાં પણ કરે છે આવા કામ.. શેર જરૂર કરજો.

જાણો એવા અજીબોગરીબ વ્યક્તિઓ વિશે….. જેને જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો… શરીર ન હોવ છતાં પણ લડે છે બોક્સિંગ….

મિત્રો આપણે આપણી જિંદગીમાં નાની નાની વાતોમાં પણ હારી જતા હોઈએ છીએ. જીવન જીવનનો ઉમંગ છોડીને ચિંતામાં વ્યસ્ત બની જતા હોઈએ છીએ. લગભગ લોકો પોતાની જિંદગીમાં બિનજરૂરી કારણે હંમેશા દુઃખી રહેતા હોય છે, કોઈ પૈસાના કારણે દુઃખી, કોઈને સંતાન ન હોવાના કારણે દુઃખી. તો કોઈ ને સારી નોકરી ન હોવાના કારણે દુઃખી. આ રીતે કોઈના કોઈ કારણસર દુઃખ જિંદગીમાં ઘર કરી જતું હોય છે.

જો તમને પણ કોઈ વાતનું દુઃખ છે તો એક વાર આ લેખ વાંચો. તમને અહેસાસ થઇ જશે કે તમારી પાસે જે છે એ ખુબ જ કિંમતી છે અને તમે ખુબ જ નસીબદાર છવો, એટલું જ નહિ તમને એવો પણ અહેસાસ થશે કે તમારી પાસે બધું જ છે.આજે અમે એવા અજીબો ગરીબ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની તકલીફ જોઇને તમારી આંખમાં આંસુ આવી જશે. પરંતુ તેનો જિંદગી જીવવાનો અંદાજ અને તેનો જજ્બો જોઇને તમે તેને સલામ કરવાનું નહિ ભૂલો.

સૌથી પહેલા છે મદનલાલ. મદનલાલ હરિયાણાના રહેવાસી છે અને તે એક પ્રોફેશન ટેઈલર એટલે કે દરજી છે. પરંતુ તમને જણાવી દઈએ કે મદનલાલ હાથથી નહિ પરંતુ પગ દ્વારા કપડામાં સિલાઈ કરે છે. કદાચ તમારા માનવામાં પણ ન આવે પરંતુ આ વાત સત્ય છે. કારણ કે મદનલાલને જન્મથી જ બંને હાથ નથી. તેથી તેઓ પોતાના દરેક કામ પગની મદદથી કરે છે. એટલું જ નહિ તે કપડાનું માપ લેવું, સિલાઈ કરવી તેમજ કટિંગ કરવું વગેરે પણ ફટાફટ પગની મદદથી કરે છે. તેમની સિલાઈના લોકો દીવાના છે અને ખુબ જ જબરદસ્ત સિલાઈ કરે છે. આજે તેઓ 46 વર્ષના છે અને તેઓ સિલાઈ કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેમણે 23 વર્ષની ઉંમરે જ સિલાઈ કામ કરવાનું શરૂ કર્યું હતું.બીજા છે Zion Clark કે જેનો જન્મ કોલમ્બસમાં થયો હતો. ઝીઓન ક્લાર્ક પગ વગર જ જન્મ્યા હતા. આ વાતની જાણ થતા તેના માતાપિતાએ તેનો સ્વીકાર કરવાની ના પાડી દીધી અને તેને હોસ્પીટલમાં જ છોડીને જતા રહ્યા. ત્યાર બાદ ઝીઓનને એક ક્લાર્ક નામની ફેમેલીએ બચાવ્યા અને અપનાવ્યા. તમને વિશ્વાસ નહિ આવે પરંતુ આજે ઝીઓન પગ ન હોવા છતાં પણ એક ખુબ જ સારા બોક્સર છે. તેને નાનપણથી જ બોક્સિંગ કરવાનો શોખ હતો અને તેણે 6 વર્ષની ઉંમરથી જ બોક્સિંગની ટ્રેઈનીંગ લેવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત તેને મ્યુઝીકનો પણ શોખ છે તેથી તેઓ ચર્ચમાં ડ્રમ પણ વગાડે છે. આ ઉપરાંત તે બોડી બિલ્ડર પણ છે. આપણે હાથ પગ બધું સહી સલામત હોવા છતાં હિંમત હારી જતા હોઈએ છીએ. તેવામાં મદનલાલ અને Zion Clark જેવા લોકો આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત છે.ત્રીજા નંબર પર છે Randalin. આ મહિલા તેના મોટા હીપ્સના કારણે પ્રખ્યાત છે. તે સોસીયલ મીડિયા પર ખુબ પ્રખ્યાત છે. કારણ કે Randalin ના હીપ્સ કોઈ સામાન્ય સ્ત્રીના હીપ્સ જેવા નથી. પરંતુ તે સામાન્ય કરતા ખુબ જ મોટા છે. લગભગ 180 સેન્ટીમીટરથી પણ વધારે મોટા છે. લોકોનું કહેવું છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. પરંતુ એ વાત ખોટી છે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાના શરીરનો શેપ બગડે છે. તેણે કોઈ પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી તેને કુદરતી રીતે જ તેટલા મોટા હીપ્સ છે. ઇન્સ્ટાગ્રામમાં Randalin ના 8 લાખથી વધુ ફોલોવર્સ છે. જેમાં તે પોતાના ફોટો અને વિડીયો અપલોડ કરે છે.ત્યાર બાદ છે Marimar Quiroa. જે એક બ્યુટી બ્લોગર છે. તમને જણાવી દઈએ કે યુટ્યુબ પર તેના હાફ મિલિયનથી પણ વધારે સબસ્ક્રાઈબર છે. મરીમારના ચહેરા પર એક મોટું ટ્યુમર હતું તેને હટાવવાની ખુબ કોશિશ કરી પણ તે સંપૂર્ણ રીતે દુર ન થયું. જે લોકો ખુબસુરતીના દીવાના હોય તેને કદાચ પહેલી વારમાં મરીમારનો ચહેરો જોવો પણ ન ગમે. પરંતુ જો તમે તેના મેકઅપ ટ્યુટોરીયલ વિડીયો જોવો તો વારંવાર તમને તેના વિડીયો જોવાનું મન થશે. કારણ કે તે એક બ્યુટી બ્લોગર છે અને અવનવા મેકઅપ ટ્યુટોરીયલ વિડીયો યુટ્યુબ પર અપલોડ કરે છે. જે લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. મિત્રો આપણે હંમેશા કોઈને કોઈ બાબતને લઈને એવું વિચારતા આવ્યા છીએ કે આ બાબતમાં હું સુંદર નથી દેખાતી કે  દેખાતો. પરંતુ Randlin અને Marimar જેવી મહિલાઓ આપણને સમજાવી જાય છે કે આંતરિક સુંદરતાને ક્યારેય શ્રીંગારની જરૂર નથી પડતી, માટે એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે હું સુંદર નથી દેખાતી.તો મિત્રો આજનો અમારો આ આર્ટીકલ કેવો લાગ્યો અને ઉપર્યુક્ત ઉદાહરણમાંથી તમને શું શીખવા મળ્યું તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જેથી અન્ય લોકો પણ તે શીખ મેળવી શકે. આ ઉપરાંત તમે આવા જ બીજા પ્રેરણાદાયી લોકો વિશે જાણવા માંગો છો તો કોમેન્ટમાં બીજો પાર્ટ લખવાનું ભૂલતા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *