True Story તથ્યો અને હકીકતો

એક છોકરીએ કરી લોકોને ઓપન ચેલેન્જ મારી સાથે કાઈ પણ કરી શકો છો… જાણો શું કર્યું લોકોએ તેની સાથે.

એક છોકરીએ કરી લોકોને ઓપન ચેલેન્જ મારી સાથે કાઈ પણ કરી શકો છો…  જાણો શું કર્યું લોકોએ તેની સાથે.

મિત્રો આજે અમે એક યુવતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાની જિંદગીમાં સૌથી વધારે ટોર્ચર સહન કર્યું છે. બાળપણથી જ તેણે ટોર્ચરને સહન કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ તેનું મગજ અને શરીર એવા થઇ ગયા કે તે કંઈ પણ સહન કરવા માટે તૈયાર થઇ ગઈ અને તેના ટોર્ચરની હદ તો ત્યારે પાર થઇ જ્યારે તેણે દુનિયાના બધ જ લોકોને એક ખુલી ચેલેન્જ આપી કે તમે મારી સાથે 6 કલાક સુધી જે કંઈ પણ કરવું હોય તે કરી શકો.મિત્રો ત્યાર બાદ લોકોએ તેની સાથે જે કર્યું તે સાંભળીને તમારું હૃદય કંપી જશે.આજે અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે મરીના એબ્રોમોવિક. જેનો જન્મ 30 નવેમ્બર 1946 માં થયો હતો. બાળપણથી જ મરીનાને તેના માતાપિતા સાથે સારું બનતું ન હતું. તેની માતા તેને રોજ ગંદી રીતે મારતી હતી. જેની ગાઢ અસર મરીનાના મગજ પર પડી અને મારીનાની અંદર એક કળાએ જન્મ લીધો. જ્યારે માણસ દુનિયાથી દુઃખી થઇ જાય ત્યારે તેની અંદર કોઈ કળા જન્મ લેતી હોય છે. જેમ કે તે કવિતાઓ લખવા લાગે છે વગેરે.

તેવી જ રીતે મરીના પાસે પણ તેવી ક્ષમતા આવી ગઈ. જેના કારણે બન્યું એવું કે મરીના માર ખાઈ ખાઈને એટલી મજબુત બની ગઈ કે તે કોઈ પણ સ્થિતિમાં કલાકો સુધી સ્થિર રહી શકતી અને તેની સાથે તમે કંઈ પણ કરો તેની તેને કોઈ જ અસર ન થતી. આ વાતને લઈને મરીના ઘણી જગ્યાએ શોમાં પોતાની પરફોર્મન્સ આપવા લાગી. જેમાં તેને સ્ટેજ પર સ્થિર ઉભા રહેવાનું અને આંખોમાં કઠોરતા રાખવાની. આવા શો તેમણે અનેક વાર કર્યા છે.પરંતુ તેની સૌથી ખતરનાક પરફોર્મન્સ તો ઈટલીમાં વર્ષ 1974 માં થઇ હતી. જેણે દરેક વ્યક્તિના રુવાડા ઉભા કરી દીધા હતા. તે પરફોર્મન્સ 6 કલાકની ગોઠવવામાં આવી હતી. સાંજના 8 વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી આ પરફોર્મન્સ ચાલ્યું હતું. સાંજના 8 વાગ્યે આ પરફોર્મન્સ શરૂ થઇ ત્યારે મારીનાએ એક કાગળ પર લખી આપ્યું કે 6 કલાક સુધી તમે મારી સાથે કંઈ પણ કરી શકો છો, જેની સંપૂર્ણ જવાબદાર હું રહીશ. તમે મને એક માણસ નહિ પરંતુ વસ્તુ સમજીને મારી સાથે કંઈ પણ કરી શકો છો.

મરીનાની સામે એક ટેબલ પણ રાખવામાં આવ્યું હતું જેમાં છરી, બંદુક અને અન્ય સાધનો મરીનાને ટોર્ચર કરવા માટે રાખ્યા હતા. ત્યાં અમુક ફોટોગ્રાફર પણ હતા અને ઓડીયન્સ હતી. 8 વાગ્યે મરીનાની પરફોર્મન્સ શરૂ થાય છે. શરૂઆતમાં તો લોકો તેની આસપાસ જુવે છે અને વિચારે છે કે તેની સાથે શું કરવું.ત્યાર બાદ બે છોકરીઓ આવે છે અને તેને ઉપાડી ઉપાડીને જોરથી જમીન પર પટકે છે. છતાં મરીનાને કંઈ થતું નથી. ત્યાર બાદ અમુક લોકોએ તેને ખુરશી સાથે બાંધી અને તેને ગળામાં બ્લેડ મારી આ ઉપરાંત તેને ગળામાં બંદુક તાકવાની કહી, પરંતુ મરીનાને કંઈ જ અસર થઇ નહિ. ત્યારે ત્યાં ઉપસ્થિત એક પુરુષ મરીના પાસે આવ્યો અને તેના કપડા ઉતારી નાખ્યા અને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવા લાગ્યો. છતાં પણ મરીના એક પૂતળાની જેમ જ સ્થિર હતી, તેને કંઈ જ અસર ન થઇ. લોકોને તેનાથી પણ તસલ્લી ન થઇ તો ત્યાર બાદ મરીનાના શરીર પર કાંટા ખુચાડ્યા. તેમ છતાં મરીનાએ પોતાનો ચેલેન્જ પૂરો કર્યો અને 2 વાગ્યે તેની પરફોર્મન્સ ખતમ થઇ.પરફોર્મન્સ ખતમ થયા બાદ મરીનાએ હોલમાં ચાલવાનું શરૂ કર્યું અને  તે દરેક વ્યક્તિ પાસે એક પછી એક ગઈ કે જેણે તેના પર કોઈને કોઈ રીતે ટોર્ચર કર્યું અને તેની આંખમાં આંખ પરોવીને તેની સામે જોવા લાગી ત્યારે તે લોકો મરીનાની આંખમાં આંખ પોરવી વાત કરવા પણ સક્ષમ ન રહ્યા. મરીનાએ હોલમાં ઉભેલા દરેક વ્યક્તિને દેખાડ્યું કે તેઓ કેટલા ખરાબ છે. તેમની અંદર એક રાક્ષસ છે તે જણાવ્યું.

મિત્રો મરીનાએ આ પરફોર્મન્સ દ્વારા જણાવ્યું કે દરેક માણસની અંદર એક રાક્ષસ રહેલો છે. તે રાક્ષસ જાગૃત થાય તો વ્યક્તિ કોઈ બેસહારા વ્યક્તિને જુવે તો તે તેની સાથે ખુબ અત્યાચાર કરવા પર આવી જાય છે. નબળું વ્યક્તિ સમજીને તેની સાથે કોઈ પણ કાર્ય કરવા લાગે છે અને આ રક્ષશો છે સમાજમાં રહેલા રેપીસ્ટ,  છોકરીઓની છેડતી કરીને તેને હેરાન કરનારાઓ તેમજ મૂંગા પ્રાણીઓ પર અત્યાચાર કરતા વ્યક્તિઓ.

આ ઉપરાંત મરીનાની સ્ટોરી પરથી એ વાત પણ સાબિત થાય છે કે બાળકને મારવાથી તેનું સોલ્યુસન નથી આવતું. કારણ કે બાળકને મારવાથી તેના મગજ પર તેની ઉંધી અસર પડી શકે છે, માટે બાળકોને વધારે મારવા ન જોઈએ. તેને બને ત્યાં સુધી પ્રેમથી સમજાવવા જોઈએ. કોઈ પણ વ્યક્તિઈ અંદર અદ્દભુત શક્તિઓ રહેલી જ હોય છે. તો મિત્રો તમને આ મરીનાની શક્તિ વિશે જાણવા મળ્યું કેવું લાગ્યું અને તમારા પણ રહેલી એવી જ અદ્દભુત શક્તિ વિશે જણાવો કોમેન્ટ કરીને.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *