જો તમે સ્માર્ટફોનનો પેટર્ન લોક ભૂલી ગયા હોય તો માત્ર આટલું કરો – ચપટીમાં ખુલી જશે લોક

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 મોબાઈલના ભૂલી ગયેલ પેટર્ન લોકને આ રીતે અનલોક કરી શકાય છે – આ રહી એકદમ સરળ રીત.. 💁

જમાનો આગળ વધી ગયો તેમાં સિક્યુરિટીની વાત વિચારવી જરૂરી બને છે. પછી ભલે એ આપણા ખુદની સુરક્ષા હોય કે આપણે ઉપયોગ કરતા હોય એવી વસ્તુની. દરેક ચીજવસ્તુને સાચવીને રાખવા તેની સિક્યુરિટી વિચારવી પડે છે.
Image Source :
બાઈકની ચાવી ગણો, ઘરનું તાળું ગણો અથવા મોબાઈલનો લોક ગણો. છે ને સિક્યુરિટી બધે જ… પણ આ સિક્યુરિટી સારી ગણાય છે એવી રીતે ખુદની મુશ્કેલી પણ ઉભી કરે છે. જો તમે કોઈ જગ્યાએ પાસવર્ડવાળી સિક્યુરિટીનો ઉપયોગ કર્યો હોય અને તમે જ તે પાસવર્ડ ભૂલી જાવ તો…? એ રસ્તો ફરી પાછો ક્યાં ગોતવા જવો!! તમે સહેજ સમજી ગયા હશો કે અમે ક્યાં વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. તો ચાલો તૈયાર થઇ જાઓ અમારી સાથે જ્ઞાનની સફર કરવા. આજે અમે જે જણાવવા જઈએ છીએ એ તમને કદાચ ખબર પણ નહીં હોય.
Image Source :
જી હા, તમે તમારા મોબાઇલની સિક્યુરિટી વિચારી પછી લોકસ્ક્રીનમાં પેટર્ન સેટ કરી જેથી બીજા કોઈ તમારા ફોનને ન વાપરી શકે. પણ બન્યું એવું કે તમે જ એ પેટર્ન અને પાસવર્ડ ભૂલી ગયા તો હવે શું કરવાનું? તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે નાની એવી સરળ ટેકનીક યુઝ કરવાની છે. આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચો એટલે કામ ખતમ.

જો તમે તમારા સ્માર્ટફોનનો પાસવર્ડ, પિનકોડ કે પછી પેટર્ન લોક સાવ ભૂલી ગયા હોય તો આ મુજબ કરો જેથી મોબાઇલને અનલોક કરી શકશો. માણસોના વિચારોનું કાઈ નક્કી નહીં. ઘણીવખત અઘરો પાસવર્ડ/સિક્યુરિટી સેટ કરી નાખે બીજા દિવસે પોતે જ ભૂલી જાય. પણ અમે એ વાતનો જવાબ શોધીને તમારા સુધી આવી ગયા છીએ. નીચે જાણવા જેવી ટેકનીક બતાવી છે જેથી સ્માર્ટફોનનો સ્ક્રીન પરનો સિક્યુરિટી લોક ખોલી શકાય છે. તો ફોલો કરો નીચે મુજબની ટેકનીક..

Image Source :
૧. સૌપ્રથમ તમારે અન્ય કોઈ વ્યક્તિના પાસેથી સ્માર્ટફોન કે કોમ્પ્યુટર લેવાનું રહેશે.
૨. એ સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી તેમાં http://myaccount.google.com/find-your-phone-guide ટાઇપ કરવું અને એ લિંક એડ્રેસ પર જવું.
૩. જ્યાં તમારું ગુગલ એકાઉન્ટની જરૂર પડશે. તમારી સામે જે સ્ક્રીન ઓપન થઇ તેમાં ઈમેલથી લોગઇન કરો. જે આઈડી ફોનમાં યુઝ કરીએ છીએ એજ ઈમેઈલ આઈડી વાપરવું ફરજીયાત છે.

Image Source :
૪. લોગઇન થયા પછી જેટલી ડિવાઈસમાં લિંક થયેલ છે તેનું ડિવાઈસ લીસ્ટ જોવા મળશે. એ લીસ્ટમાંથી જેનો પાસવર્ડ ભૂલી ગયા છો એ ડિવાઈસને ગોતી લો.
૫. ત્યારબાદ તમને એક ઓપશન જોવા મળશે જેમાં Lock Your Phone ઓપશન હશે.
૬. જ્યાં બોક્ષમાં જુનો પિનકોડ, પેટર્નની જગ્યાએ નવો પાસવર્ડ સેટ કરો અને નીચેની તરફ લખેલા Lock બટન પર ક્લિક કરો.
૭. પછી તમારા સ્માર્ટફોનમાં નવો પાસવર્ડ અને પેટર્ન એન્ટર કરો.

Image Source :
૮. આટલી પ્રોસેસ પછી રીફ્રેશ કરી નાખો ટેબને અને તમારો સ્માર્ટફોન પણ અનલોક થઇ જશે.
છે ને મસ્તમજાની ટેકનીક. આ ટેકનીકથી તમારો ખોવાઈ ગયેલ કે ભૂલી ગયેલ પાસવર્ડને તેમજ પેટર્ન સ્ક્રીનલોકને અનલોક કરી શકાય છે.

 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment